• Gujarati News
  • Lifestyle
  • The Same Woman Who Was Declared Dead By The CBI Reached The Court With A Certificate Of Survival

અજબ-ગજબ:CBIએ જે વૃદ્ધાને મૃત ગણાવ્યા, તે જ મહિલા જીવિત હોવાનું પ્રમાણપત્ર લઈને કોર્ટ પહોંચ્યા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બિહારના મુઝફ્ફરપૂરમાં એક 'મૃત્યુ પામેલા વૃદ્ધ મહિલા' કોર્ટમાં જુબાની આપવા પહોંચ્યા તો લોકો હેરાન થઇ ગયા હતા. જે મહિલાને સીબીઆઈએ મૃત ગણાવ્યા હતી તે જ મહિલા અચાનક જ પોતાના બધા જ ડોક્યુમેન્ટ લઈને કોર્ટમાં પહોંચ્યા અને જજને પોતાના જીવિત હોવાના પુરાવા આવ્યા હતા. જે બાદ સીબીઆઈની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તો કોર્ટ પણ સીબીઆઈ પાસે આ મુદ્દે જવાબ માંગ્યો છે.

વૃદ્ધ મહિલાએ કહ્યું કે, 'મારા મોતના સમાચાર સાંભળીને હું આઘાતમાં છું'
84 વર્ષિય મહિલા બાદામી દેવીએ મુઝફ્ફરપૂર સિવિલ કોર્ટમાં જણાવ્યું હતું કે, 'હું જીવિત હોવા છતાં પણ સીબીઆઈએ મારી સાથે કોઈ સંપર્ક કર્યા વગર મને મૃત જાહેર કરી દીધી હતી.' આ સાથે જ વૃદ્ધાએ સીબીઆઈ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. બાદામી દેવીએ કોર્ટમાં એ પણ જણાવ્યું હતું કે, સીબીઆઈ પાસેથી મારા મોતના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે.'

પત્રકારની હત્યા સાથે સંબંધિત
સિવાનના બહુ ચર્ચિત પત્રકાર રાજદેવ રંજન હત્યાકાંડ સાથે આ મામલો જોડાયેલો છે. 2016માં સ્થાનિક પત્રકાર રાજદેવ રંજનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલા વિશે વાત કરવામાં આવે તો, આ વૃદ્ધ મહિલાની સંપત્તિ પર લેભાગુ તત્વો કબ્જો કરવા માંગતા હતા. ત્યારે બાદામી દેવીએ પત્રકાર રાજદેવ રંજન પાસે મદદ માંગી હતી. જે બાદ રાજદેવ રંજને આ મુદ્દો તેના અખબારમાં ઉઠાવ્યો હતો. જે બાદ લેભાગુ તત્વો રાજદેવની વિરુદ્ધ થઇ ગયા હતા અને હત્યા કરી દીધી હતી. બાદામી દેવી આ મામલાના સાક્ષી છે. આ હત્યાકાંડના રાજદના પૂર્વ સાંસદ અને સિવાનના બાહુબલી મોહમ્મદ. શહાબુદ્દીનનું નામ પણ સામે આવ્યું હતું.

મહિલાનો કોઈ વારસદાર નથી, મકાનને લઈને વિવાદ
બાદામી દેવીના પતિનું ઘણા સમય પહેલા મોત થયું હતું. સિવાનમાં તેમનું ચાર માળનું મકાન છે, આ મકાનનાં વિવાદમાં જ પત્રકારની હત્યા થઇ હતી. બાદામી દેવી જણાવે છે કે, આ ઉંમરમાં કોર્ટમાં આવવું તેમના માટે મુશ્કેલ છે.