તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાયન્ટ ગોલ્ડ કોઈન:ધ રોયલ મિન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો સોનાનો સિક્કો બનાવ્યો, 10 કિલોગ્રામ વજન ધરાવતા સિક્કાનું મુલ્ય ₹10,00,000

14 દિવસ પહેલા
  • ધ રોયલ મિન્ટને આ જાયન્ટ ગોલ્ડ કોઈન બનાવવામાં 400 કલાકનો સમય લાગ્યો હતો
  • આ સિક્કામાં 10 ક્વીન્સ બીસ્ટ આવરી લેવામાં આવ્યા છે
  • ક્વીન્સ બીસ્ટ એલિઝાબેથ બીજાની 10 પેઢીને રિપ્રેઝન્ટ કરતી અલગ અલગ મૂર્તિઓને કહેવાય છે

ઈંગ્લેન્ડ માટે સિક્કાઓ બનાવનાર 'ધ રોયલ મિન્ટ' ફરી એક વાર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધ રોયલ મિન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો સિક્કો તૈયાર કર્યો છે. 1100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો સિક્કો છે. સોનાના આ સિક્કાનું વજન 10 કિલોગ્રામ છે અને તે 20 સેન્ટિમીટર પહોળો છે. ધ રોયલ મિન્ટે ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

અત્યાર સુધીના સૌથી મોટા સિક્કાને ધ રોયલ મિન્ટે 'માસ્ટર વર્ક' નામ આપ્યું છે. તેનું મુલ્ય £10,000 (આશરે 10 લાખ રૂપિયા) છે. આ જાયન્ટ સિક્કાને તૈયાર કરવામાં 400 કલાક લાગ્યા હતા. 4 દિવસનો સમય તો પોલિશિંગમાં જ લાગ્યો હતો.

400 કલાકની મહેનત બાદ આ સિક્કો તૈયાર થયો
400 કલાકની મહેનત બાદ આ સિક્કો તૈયાર થયો

આ યુનિક સિક્કો ઓલરેડી વેચાઈ ગયો છે. જોકે સંસ્થાએ તેના બાયર વિશે માહિતી આપી નથી, પંરતુ તેણે આ સિક્કા માટે 6 ડિજિટના પૈસા ચૂકવ્યા છે.

ઓરિજિનલી એક જ સિક્કો બનાવાયો
માસ્ટર ક્રાફ્ટ્સપીપલ ટીમના મેમ્બર્સે મળી આ જાયન્ટ કોઈન તૈયાર કર્યો છે. તેને ડેવલપ કરવા માટે ટ્રેડિશનલ સ્કિલ અને ઈનોવેટિવ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. ઓરિજિનલી આ એક જ સિક્કો તૈયાર કરવામાં આવ્યો છે. જોકે તેના લોઅર પ્રાઈઝ વર્ઝન પણ સંસ્થાએ બનાવ્યા છે.

10 ક્વીન્સ બીસ્ટ

આ સિક્કામાં 10 ક્વીન્સ બીસ્ટ આવરી લેવામાં આવ્યા છે. ક્વીન્સ બીસ્ટ કોઈન એ સિક્કા હોય છે જે રોયલ મિન્ટ શાસક રાણી માટે બનાવે છે. ક્વીન્સ બીસ્ટ એલિઝાબેથ બીજાની 10 પેઢીને રિપ્રેઝન્ટ કરતી અલગ અલગ મૂર્તિઓ છે. આ જાયન્ટ સિક્કામાં સિંહ, ફાલ્કન, બુલ આઈ, ડ્રેગન અને યુનિકોર્ન સહિતના ક્વીન્સ બીસ્ટ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો