ક્યાંથી આવે છે આવી શક્તિ?:લૂંટારૂ છરી લઈને બેકરીમાં ઘૂસ્યો, મહિલાએ મારી-મારીને કર્યો અધમૂઓ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેધરલેન્ડની એક બેકરીમાં મહિલા સાફ-સફાઈ કરી રહી હતી, આ દરમિયાન એક ચોર દુકાનમાં ઘૂસી ગયો હતો, પરંતુ તે મહિલાએ જરાપણ ડર્યા વગર ચોર સામે જબરી લડત આપી હતી અને પોતું મારવાનાં કપડાંથી તેને ધૂળ ચટાવીને બેકરીમાંથી બહાર કાઢ્યો હતો. આ લૂંટારુએ મહિલાને ડરાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મહિલાએ ડર્યા વગર તેનો સામનો કર્યો. દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના વાઈરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ મહિલાની હિંમતનાં વખાણ કરી રહ્યા છે.

મહિલાનાં વળતાં હુમલાનાં કારણે નાસીપાસ થયો ચોર
આ મામલો ડેવેંટર શહેરનો છે. અહીની મેવલાના બેકરીમાં લતીફે પેકર કાઉન્ટર સાફ કરી રહી હતી, ત્યારે એક ચોર દુકાનમાં ઘૂસી ગયો હતો અને સીધો જ કેશ કાઉન્ટર પર આવ્યો હતો અને કેશ કાઉન્ટરમાંથી પૈસા કાઢી રહ્યો હતો. તેનાં હાથમાં એક કાળી બેગ અને મોટી છરી હતી. ચોરને જોઈને મહિલા ગભરાઈ ગઈ, પરંતુ બીજી જ ક્ષણે તેણે ચોરનો હાથ પકડીને સાફ-સફાઈ માટે ઉપયોગમાં લેવાતાં પોતાથી હુમલો કરી દીધો. ઝપાઝપી દરમિયાન એક વ્યક્તિ દુકાન પર આવ્યો, જેને જોઈને ચોર દરવાજા તરફ દોડી ગયો. તેણે ચોરને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે નાસી છૂટ્યો હતો.

નેધરલેન્ડમાં એક ચોર બેકરીમાં ઘૂસી ગયો
નેધરલેન્ડમાં એક ચોર બેકરીમાં ઘૂસી ગયો

લોકો મહિલાનાં વખાણ કરી રહ્યા છે
તાંસુ યેગેનનાં એકાઉન્ટ પરથી આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘નેધરલેન્ડનાં તુર્કીનાં બેકર લતીફે પેકરે સ્વબચાવમાં સાફ-સફાઈ માટે ઉપયોગમાં લેવાતાં પોતાનો ઉપયોગ કર્યો હતો. સાફ-સફાઈ માટે ઉપયોગમાં લેવાતાં પોતાની શક્તિને ક્યારેય ઓછી આંકશો નહીં. 10 કલાકમાં આ વીડિયોને લગભગ 42,000 વ્યૂઝ મળ્યા છે. કોમેન્ટ્સમાં લોકો મહિલાને બોલ્ડ અને દિલેર ગણાવી રહ્યાં છે..

જોખમનો આભાસ મગજને ફાઈટ ફ્લાઈટ મોડમાં મોકલી દે છે
સાઇકોથેરાપીનાં સાયકોલોજિસ્ટ યોગિતા કાદિયાનના જણાવ્યા અનુસાર, જ્યારે પણ કોઈ વ્યક્તિને ખતરો લાગે છે, ત્યારે તેનું મગજ તેને લડવા માટે તૈયાર કરે છે એટલે કે ફાઈટ ફ્લાઈટ મોડમાં મોકલી દે છે. ફાઈટ એટલે લડાઈ અને ઉડાન એટલે ભાગી જવું. આ બધું જ શરીરમાં કુદરતી રસાયણોનાં સ્ત્રાવને કારણે થાય છે. જેનાથી શરીર સ્ફૂર્તિલુ બને છે. કેટલીક મહિલાઓ આ જોખમ સામે લડે છે અને કેટલીક પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે.

બદાયૂંની ઈન્દ્રવતીએ પણ સાહસ દેખાડ્યું
બદાયૂંની રહેવાસી ઈન્દ્રવતી કહે છે, થોડાં દિવસ પહેલાં મારી સાથે પણ આવી જ એક ઘટના બની હતી. હું ગાઢ નિંદ્રામાં સૂતી હતી. રાતનાં 12 વાગ્યે 6 ફૂટનો એક માણસ મારા પગ પર કણસવા લાગ્યો. હું ગભરાઈને ઊભી થઈ ગઈ. ચોરે કહ્યું, કે જો તે અવાજ કરશે તો તેને ગોળી મારી દેશે. આ સાંભળીને હું શાંતિથી બેસી ગઈ અને જેવો મને મોકો મળ્યો મેં ચોરનો કોલર પકડી લીધો, તે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ મેં તેને છોડ્યો નહીં, તે મને ઉપરથી નીચે સુધી ખેંચી લઈ આવ્યો. મેં જોર-જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું, મારી આસપાસ લોકો ભેગાં થઈ ગયા, પરંતુ ચોર ભાગવામાં સફળ રહ્યો.