તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફીચર આર્ટિકલ:રેસમેડ #WakeUpToGoodSleep કેમ્પેઈન સારી ઊંઘના મહત્ત્વને દર્શાવે છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડિજિટલ કેમ્પેઈન ગ્રાહકો અને ડોક્ટરોને ઊંઘના રોગો વિશે માહિતગાર કરશે

ડિજિટલ આરોગ્ય અને કનેક્ટેડ (ઊંઘ અને શ્વાસોચ્છવાસની સંભાળ) ડિવાઈસીસમાં વૈશ્વિક આગેવાન ResMed દ્વારા ઊંઘ અંગેની નવી શૈક્ષણિક ઝુંબેશ #WakeUpToGoodSleep લોન્ચ કર્યાની ઘોષણા કરવામાં આવી હતી. આ સંકલ્પનાનું લક્ષ્ય સ્વાસ્થ્ય કલ્યાણ માટે ગુણવત્તાયુક્ત ઊંઘના મહત્ત્વને સમજાવવાની સાથે ભારતમાં વધતા અને મોટે ભાગે નહીં ઓળખાયેલા ઊંઘના રોગો અને તેની ઉપલબ્ધ સારવારના વિકલ્પો સમજાવવાનું છે.

આજે લાખો ભારતીયો ઊંઘના રોગોથી પીડાય છે ત્યારે તેમાંથી મોટા ભાગના ધ્યાનમાં આવતા નથી. લાખો ભારતીયો સ્લીપ એપ્નિયાથી પીડાય છે, એવું 2019ના લાન્સેટ રેસ્પિરેટરી મેડિસીન અધ્યયનમાં બહાર આવ્યું છે. ઉપચાર કર્યા વિના રહી જતા ઊંઘના રોગો હૃદયનો હુમલો, ડાયાબિટીસ, ડિપ્રેશન વગેરે સહિત આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કલ્યાણ પર અવરોધરૂપ પરિણામો સર્જે છે, જેને લીધે ઊંઘના રોગો પર જાગૃતિ વધારવાનું મહત્ત્વપૂર્ણ બની જાય છે.

આ કેમ્પેઈન ગ્રાહકો અને ડોક્ટરોમાં જાગૃતિ વધારવાની ખાતરી આપે છે. કેમ્પેઈનના ભાગરૂપે રેસમેડ દ્વારા શોર્ટ એજ્યુકેશનલ ફિલ્મ રજૂ કરવામાં આવી છે, જેમાં રાત્રે સારી ઊંઘના મહત્ત્વ પર ભાર આપતાં બહુ જ અજ્ઞાત ઊંઘના રોગ અને થાક, માનસિક તાણ, ચીડિયાપણું અને ટ્રાફિક અકસ્માતો જેવી તેની અસરો દર્શાવવામાં આવ્યું છે.

દર્દીઓ રાત્રે સારી ઊંઘ લઈ શકે તેની ખાતરી રાખવા માટે રેસમેડ દ્વારા ઊંઘના રોગોની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી સ્લીપ કોચ આસિસ્ટન્સ પણ રજૂ કરવામાં આવ્યા છે. હોમ સ્લીપ ટેસ્ટ થકી સ્લીપ એપ્નિયાનું નિદાન, CPAP કન્ટિન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેશર) કે જે સ્લીપ એપ્નિયાની સારવાર માટે વપરાતું ડિવાઈસ છે તેને વાપરવાની પદ્ધતિ વિશે માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત CPAP ડિવાઈસીસ પર EMI ઓપ્શન અને બીજી ઘણી બધી ઓફરો પૂરી પાડે છે.

ભારત વધુ ને વધુ આરોગ્ય સતર્ક બની રહ્યો છે ત્યારે આહારમાં બદલાવ, રોજની કસરતો અને માનસિક આરોગ્યને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જોકે ઊંઘ તેમના એકંદર સ્વાસ્થ્ય કલ્યાણમાં મુખ્ય યોગદાનકર્તા હોવા છતાં તેને માટે જોઈતું ધ્યાન અપાતું નથી, એમ રેસમેડના એશિયા અને લેટિન અમેરિકાના નેશનલ માર્કેટિંગ હેડ સીમા અરોરાએ જણાવ્યું હતું. ભારત જેવા ભૌગોલિક રીતે વ્યાપક દેશમાં ઊંઘ વિશે જાગૃતિ પર સંભાષણનું સ્તર નીચું જ રહ્યું છે, જેમાં 1.3 અબજ જેટલી વસ્તી માટે ફક્ત ગણતરીની સ્લીપ લેબ્સ મોજૂદ છે. આ જાગૃતિ ઝુંબેશ થકી સ્લીપ થેરપીમાં આગેવાન રેસમેડનું લક્ષ્ય આપણા એકંદર સ્વાસ્થ્ય કલ્યાણ પર ઊંઘના રોગના પ્રભાવો કેવા પડે છે તે દર્શાવતા આસાન વિચાર “ક્યૂ કી નીંદ અચ્છી તો દિન અચ્છા’’ સાથે તબીબી સમુદાય સહિત ભારતીયોમાં જાગૃતિ ફેલાવવાનું છે.

તબીબી જગતમાં ઊંઘ અંગે જાગૃતિ અને માહિતી પ્રેરિત કરવાના પ્રયાસમાં રેસમેડ ડો. માનવીર ભાટિયા અને તેમની સ્લીપ સોસાયટી- એએસએસએમ એસ સ્કૂલ ઓફ સ્લીપ સાયન્સ અને ડો. સુજિત રાજન વગેરે સહિત દેશમાં અમુક અત્યંત નામાંકિત ઊંઘ નિષ્ણાતો સાથે સહયોગમાં વેબ- શૈક્ષણિક સિરીઝ હાથ ધરી રહી છે. મે 2020થી રેસમેડે શૈક્ષણિક જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે ભારતભરમાં 700 જેટલા ડોક્ટરોને પ્રમાણિત કર્યા છે.

પાંચથી દસ ટકા ભારતીયો ઊંઘના રોગોથી પીડાય છે, પરંતુ તેઓ તેનાથી અને તેમના આરોગ્ય પર તેના પ્રભાવથી વાકેફ નથી, એમ ભારતમાં અગ્રણી ઊંઘ નિષ્ણાત ડો. માનવીર ભાટિયાએ જણાવ્યું હતું. આપણે આપણા જીવનનો એક તૃતીયાંશ ભાગ ઊંઘમાં વિતાવીએ છીએ, જે નિયમિત ઊંઘ અને આરામના મહત્ત્વને સમજાવે છે. તે શરીરને નિરોગી કરવામાં સહાયરૂપ છે. ખાસ કરીને વ્યક્તિના એકંદર શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય કલ્યાણમાં યોગદાન આપે છે. ઊંઘ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ છે, જેથી બધા લોકો ઊંઘના આરોગ્યને એકંદર સ્વાસ્થ્ય કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ પરિબળ સમજે અને અન્ય તબીબી રોગો સાથે તેની સંલગ્નતાને ઓળખે. ડોક્ટરો માટે તાલીમ સત્રો, જાહેર જાગૃતિ ઝુંબેશ અને સ્લીપ કોચ આસિસ્ટન્સ સાથે જાગૃતિ હાંસલ કરી શકાય છે. આ પગલાંથી ઉત્તમ ગુણવત્તાની ઊંઘના મહત્ત્વ પર પ્રભાવ નિર્માણ થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આજે સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ મહત્ત્વપૂર્ણ બની ગયું છે ત્યારે રેસમેડના નવી ટેકનોલોજીયુક્ત કનેક્ટેડ ડિવાઈસીસ ડોક્ટરો અને દર્દીઓને હોસ્પિટલથી દૂર રહીને પણ સારી સારવાર અપાવી શકે છે. રેસમેડના નેટવર્કમાં રહેલા 1 કરોડથી વધુ ક્લાઉડ- કનેક્ટેબલ ડિવાઈસીસથી દુનિયાભરના ડોક્ટરો તેમના દર્દીઓની દૂરથી દેખરેખ રાખી રહ્યા છે, સ્લીપ રિપોર્ટસનું આદાનપ્રદાન કરી શકાય એટલી સારી સારવાર મેળવી રહ્યા છે.

તમારું સ્લીપ કોચ આસિસ્ટન્સ બુક કરવા માટે ટોલ ફ્રી નંબર 1800-103-3969 પર કોલ કરો અથવા સ્લીપ ટેસ્ટ કરાવો.

રેસમેડનો પરિચય

રેસમેડ એવાં ઇનોવેટિવ સોલ્યૂશન્સ ઉપલબ્ધ કરાવવામાં સૌથી આગળ છે જે લોકોનો ઉપચાર કરવામાં તથા તેમને હોસ્પિટલથી દૂર રાખવામાં મદદરૂપ છે. આ ઉપરાંત લોકોને તંદુરસ્ત, ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન જીવવામાં સક્ષમ પણ બનાવે છે. અમારી ક્લાઉડ ડિજિટલ હેલ્થ ટેક્નોલોજી તથા ક્લાઉડ સાથે જોડાયેલાં મેડિકલ સાધનો સ્લીપ એપ્નિયા, COPD અને અન્ય જટિલ બીમારીઓથી પીડાતા દર્દીઓની સંભાળને વધુ બહેતર બનાવે છે. અમારા વિસ્તૃત આઉટ ઑફ હોસ્પિટલ સોફ્ટવેર પ્લેટફોર્મ એવા તમામ વ્યાવસાયિક ચિકિત્સાકર્મીઓની તથા સંભાળ લેનારાઓની મદદ કરે છે, જે લોકોને ઘરમાં કે પોતાના મનપસંદ સ્થાન પર સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. દર્દીઓની દેખરેખને બહેતર બનાવીને અમે જીવનની ગુણવત્તામાં સુધારો કરીએ છીએ, જટિલ બીમારીઓની અસર ઘટાડીએ છીએ તથા 140થી વધુ દેશોમાં ગ્રાહકો માટે સ્વાસ્થ્ય સંભાળનો ખર્ચ ઘટાડીએ છીએ. વધુ માહિતી માટે www.resMed.com પર જાઓ અને @ResMedને ફોલો કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો