તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The Problem Of Increasing Orthopedic In Women With High Heels, Wearing It For A Long Time Causes Cracks In The Bones And Effects On The Spine

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ હેલ્થ ડે:હાઈ હીલને લીધે મહિલાઓમાં ઓર્થોપેડિક તકલીફ વધી, વધારે સમય સુધી પહેરવાથી હાડકાં તૂટે છે અને સ્પાઈન પર અસર થાય છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાઈ હીલ પહેરવાને લીધે મહિલાઓમાં ઓર્થોપેડિક તકલીફ વધી ગઈ છે. હીલ પહેરીને ચાલવાથી શરીરનો બધો ભાર પગ પર પડે છે. રોજ પહેરવાથી મહિલાઓમાં અનેક પ્રકારની તકલીફ શરુ થઇ જાય છે. જો હીલ્સ પહેરવાની સાથે અમુક વાર સાદા ચંપલ પહેરવામાં આવે તો આ બધી તકલીફથી છૂટકારો મળી શકે છે.

ઓસ્ટિયોઆર્થ્રાઈટિસ: વધારે હીલથી ઘૂંટણ અને સાંધા પર દબાણ વધે છે. તેને લીધે ઓસ્ટિયોઆર્થ્રાઈટિસનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ બીમારીમાં હાડકા તૂટવા લાગે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ બીમારીનું જોખમ બે ગણું વધારે હોય છે.

સ્પાઈન પર અસર: હિલ્સ પહેરવાથી એડી પર જોર પડે છે. સ્પાઈન પર પણ વધારે ભાર આવે છે. તેનાથી સ્પાઈન ડિસ્ટર્બ થવાનો ડર લાગી શકે છે.

વજનમાં અસંતુલન: હાઈ હીલ પહેરવાથી વજનમાં સંતુલન બગડી જાય છે. તેને લીધે સાંધા અને હાડકાં પર ખરાબ અસર થાય છે.

ફ્રેકચર અને પ્લાસ્ટર: વધારે સમય સુધી ઊંચી હીલ પહેરવામાં આવે તો હાડકા ભાંગી શકે છે.

પોશ્ચર પર અસર: હીલ્સથી પગ પર ભાર વધે છે. ઘણીવાર બેલેન્સ રાખવાના ચક્કરમાં ઊભા રહેવાની રીત બગડી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો