• Gujarati News
  • Lifestyle
  • The Prisoner Was About To Run Away Wearing A Woman's Blouse And Skirt. He Also Did Makeup And Nail Polish.

પુરુષ કેદીએ જેલમાંથી ભાગવા માટે કર્યું કામ:મહિલાના બ્લાઉઝ અને સ્કર્ટ પહેરીને ભાગવાની ફિરાકમાં હતો આ કેદી,મેકઅપ પણ કર્યો અને નેઇલ પોલિશ પણ કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેરાગ્વેની જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં બંધ એક કુખ્યાત કેદી મહિલાના કપડા પહેરીને જેલમાંથી ભાગી ગયો હતો. આટલું જ નહીં, આ કેદીએ તેના નખ પર સફેદ નેઇલ પોલિશ લગાવી હતી અને નકલી પાંપણ અને ચહેરા પર મેક-અપ તેમજ માથામાં વિગ લગાવી હતી, જેથી કોઈ તેને ઓળખી ન શકે. પરંતુ પોલીસે ઝડપી લીધો હતો.

કેદીને ગેટ પરથી ઝડપી લીધો
સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો, આ કુખ્યાત કેદીને મળવા એક મહિલા આવી હતી. સીઝર નામનો કેદી તે મહિલા સાથે રૂમમાં ગયો હતો, થોડા સમય બાદ સિઝર બ્લાઉઝ અને બ્લુ સ્કર્ટ પહેરી લીધા હતા. આ ખુંખાર કેડી પોલીસને ચકમો આપીને જેલની બહાર આવી ગયો હતો પરંતુ ફરીથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

જેલમાંથી ભાગવામાં 3 લોકોએ મદદ કરી હતી
સીઝર લેટિન અમેરિકન ડ્રગ ડીલિંગ ગેંગ રોટેલા ક્લાનના કમાન્ડમાં બીજા નેતા છે. હાલમાં આ ગેંગ પેરાગ્વેમાં ડ્રગના વેપારને કંટ્રોલ કરવા માટે જંગ લડી રહી છે. આ લોકોની સ્પર્ધા ફર્સ્ટ કેપિટલ કમાન્ડ સાથે છે, જે બ્રાઝિલની સૌથી શક્તિશાળી જેલ ગેંગ અને કોકીન એક્સપોર્ટર છે.

3 વર્ષથી છે જેલમાં
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલાઓના ગેટઅપમાં કેટલાક ચેક પોઈન્ટ પર કોઈએ સીઝરને જોયો નથી. ત્યારબાદ ગાર્ડે જેલનો એક્ઝિટ ગેટ ખોલ્યો. પરંતુ જેલથી થોડે દૂર સીઝર ફરી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. સીઝરની સાથે પોલીસ દ્વારા વધુ ત્રણ પુરુષોની ધરપકડ કરવામાં આવી છે, જે તમામ પર સીઝરને જેલમાંથી ભાગી છૂટવામાં મદદ કરવાનો આરોપ છે. પેરાગ્વેના અલ નેસિઓનલ અખબાર અનુસાર, 2019 થી, સેઝર ટેકુમ્બ નેશનલ પેનિટેન્ટરીમાં સજા ભોગવી રહ્યો છે.

આ ઘટના બાદ સિઝરને અન્ય જેલમાં ખસેડવામાં આવ્યો
આ ઘટના બાદ સીઝરને બીજી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે તેની પત્ની જેસિકા સેલિનાસે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે અધિકારીઓને તેના પતિને પરત ટ્રાન્સફર કરવા કહ્યું છે, જ્યારે ન્યાય મંત્રાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.