આપણે બધા ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્સાહથી ખાઈએ છીએ જેમ કે, મગ, બીન્સ, ચણા, જુદી- જુદી દાળ વગેરે. હેલ્ધી ડાયટ માટે તેને બ્રેકફાસ્ટમાં લેવુ જરુરી છે પણ શું તમે ક્યારેય માઈક્રોગ્રીન્સ ખાધા છે? શક્ય બની શકે કે, અમુક લોકોએ આ નામ પણ પહેલીવાર સાંભળ્યુ હોય, તો તમને જણાવી દઈએ કે, માઈક્રોગ્રીન્સમાં સ્પ્રાઉટ્સ કરતાં પણ વધુ પોષકતત્વો સામેલ છે.
તો આજની સ્ટોરીમાં આપણે માઈક્રોગ્રીન્સ શું છે? અને તેના ફાયદાઓ શું છે? તેના વિશે જાણીશું
જેમ સ્પ્રાઉટ્સમાં અંકુરિત અનાજ હોય છે એવી જ રીતે માઈક્રોગ્રીન્સ અનાજમાં શાકભાજી અને અનાજનું નાનુ વર્ઝન હોય છે એટલે કે અંકુરણનાં અમુક દિવસો પછી બીજમાંથી જે નાની-નાની પાંદડીઓ ઊગે છે, તેને ‘માઈક્રોગ્રીન્સ’ કહેવામાં આવે છે. તેને સૂપરફૂડ માનવામાં આવે છે. આ કારણોસર સલાડ હોય કે સૂપ, ઓમલેટ હોય કે પિઝ્ઝા, બર્ગર આ તમામ વસ્તુઓમાં માઈક્રોગ્રીન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જરા વિચારો કે, સલાડમાં તમે મૂળો ખાઈ રહ્યા છો અને તેની સાથે માઈક્રોગ્રીન્સ ખાતા હો તો સ્વાદ કેવો રહેશે?
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ફૂડ એન્ડ બાયોસાયન્સની એક રિપોર્ટ મુજબ માઈક્રોગ્રીન્સમાં અનેક પ્રકારનાં મિનરલ્સ, ફાયટોન્યુટ્રિએન્ટ્સ, વિટામિન્સ, એન્ટિ-ઓક્સિડેન્ટ્સ અને કેરોટીનોઇડ્સ હોય છે. તેમાં પ્રોટીન અને ફાઇબરની માત્રા વધુ હોય છે તેમજ પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, આયર્ન અને કોપર જેવા ઘણા ખનિજો પણ હોય છે, જ્યારે ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે. આ સિવાય તેમાં પોલિફેનોલ્સ અને એન્ઝાઇમ્સનું પ્રમાણ પણ વધારે હોય છે, તેથી ફણગાવેલા કઠોળ કરતાં તેને પચવામાં સરળતા રહે છે.
કયા-કયા માઈક્રોગ્રીન્સ ખાઈ શકાય?
આપણે અનેક શાકભાજીઓનાં માઈક્રોગ્રીન્સ ખાઈ શકીએ છીએ જેમ કે, બીટ્સ, બ્રોકલી, લાલ કોબીજ, મૂળો, સરસવ, ફૂલાવર, મેથી, ધાણા, કુટ્ટુ, ચણા, સૂર્યમુખી વગેરે માઈક્રોગ્રીન્સને ઘરે ઊગાડીને તમે ખાઈ શકો છો. અહી સુધી કે, કલોંજી અને વરિયાળીનાં માઈક્રોગ્રીંસ પણ ખાઈ શકાય છે. આ માઈક્રોગ્રીન્સમાં અનેક પ્રકારનાં પોષકતત્વો સામેલ હોય છે.
જે રીતે આપણે ચૌલાઈ ગ્રીન્સ ખાઈએ છીએ, તે જ રીતે તેના ફળને ‘રામદાના’ કહેવામાં આવે છે. ચૌલાઇનાં માઇક્રોગ્રીન્સમાં પ્રોટીન, ફાઇબર અને પોટેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવા ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. ભોજનમાં તેનો સ્વાદ એકદમ મીઠો હોય છે. તમે તેને 8-12 દિવસમાં ઉગાડી શકો છો.
લાલ કોબીજમાં 40 ગણું વધુ વિટામિન-E
લાલ કોબીજનાં માઈક્રોગ્રીન્સ 6-14 દિવસોમાં ઊગાડી શકો છો. તેમાં વિટામિન-C, E અને K તથા β-કેરોટિન અને આયર્ન પણ સામેલ હોય છે. તેનો સ્વાદ બ્રોકલી ફ્લેવર જેવો આવે છે. જે લાલ કોબીજને તમે શાકભાજી રુપે ખાવ છો, તેની સાપેક્ષે માઈક્રોગ્રીંસમાં 40 ગણુ વધુ વિટામિન-E સામેલ હોય છે. જે લોકોની સ્કિન શુષ્ક હોય છે, તે લોકોએ લાલ કોબીજનાં માઈક્રોગ્રીંસ ખાવા જોઈએ. હૃદયનાં દર્દીઓ માટે પણ આ લાભદાયી છે. તેમાં શાકભાજીની સાપેક્ષે 6 ગણુ વધુ વિટામિન-C સામેલ છે, જે આપણી ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત કરે છે. તે શરીરમાં વધુ ને વધુ રેડ બ્લડ સેલ્સ બનાવે છે.
ધાણાની પાંદડીઓથી વધુ ગુણો માઈક્રોગ્રીંસમાં હોય છે
આપણે સલાડ કે શાકભાજીમાં ધાણાની પાંડદીઓનો ઉપયોગ કરીએ છીએ પરંતુ, શું તમે જાણો છો કે, તેનાં માઈક્રોગ્રીન્સમાં 3 ગણુ વધુ β-કેરોટિન સામેલ હોય છે. તેનાથી તમારુ ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે અને સાથે જ હાડકાઓનો વિકાસ પણ થાય છે.
ચુકંદર: 11-21 દિવસોમાં તેના માઈક્રોગ્રીન્સ તૈયાર થાય છે, તેમાં ભરપૂર એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ સામેલ હોય છે.
બ્રોકલી: 8-12 દિવસોમાં ઊગાડી શકો છો, તેમાં વિટામિન્સ અને એન્ઝાઈમ્સ સામેલ હોય છે.
કોબીજ: 6-14 દિવસમાં ઉગાડી શકો છો. તેમાં વિટામિન E અને C ભરપૂર માત્રામાં હોય છે.
ફૂલાવર: 8-14 દિવસમાં ઉગાડી શકો છો. તેમાં વિટામિન C, K અને E અને β-કેરોટિન હોય છે.
સરસવ: 8-12 દિવસમાં ઉગે છે, તેમાં વિટામિન C, K અને E અને β-કેરોટિન પણ હોય છે.
મૂળો: 6-12 દિવસમાં તૈયાર થઈ જાય છે, તેમાં વિટામિન એ, ઇ, કે અને બી કોમ્પ્લેક્સ અને સી સાથે આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ પુષ્કળ માત્રામાં હોય છે.
મેથી: 20-30 દિવસમાં ઉગાડો, તેનો સ્વાદ તીખો છે, તેમાં પુષ્કળ ખનિજો હોય છે.
કુટ્ટુ: તમે 7-14 દિવસમાં માઈક્રોગ્રીન્સ ઉગાડી શકો છો. તેનો સ્વાદ ખાટો હોય છે, તેમાં એમિનો એસિડ, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે.
પાલક: 10-15 દિવસમાં તેની માઈક્રોગ્રીન્સ ઉગાડી શકો છો. તેમાં વિટામિન A, C, K1, ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પાલક કરતા 40 ગણા વધારે પોષકતત્વો હોય છે.
આલ્ફા-આલ્ફા: 7-10 દિવસમાં ઊગાડો. તેના માઈક્રોગ્રીન્સમાં વિટામિન K, C અને A ભરપૂર માત્રામાં હોય છે. ત્વચાની ચમક અને કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તેને ખાવું જોઈએ. તેનાથી કેન્સરનું જોખમ ઘટે છે.
તેવી જ રીતે ચણા, અડદ, મગ, જવનાં માઈક્રોગ્રીન્સ પણ ઉગાડી શકાય છે.
તમારા મનમાં એ પ્રશ્નો ઊઠી રહ્યા હશે કે, શું દરેક પ્રકારનાં શાકભાજીનાં માઈક્રોગ્રીન્સ ખાઈ શકાય? તો જવાબ એ છે ના. દરેક પ્રકારનાં શાકભાજીનાં માઈક્રોગ્રીન્સ ખાવા જોઈએ નહી.
બટાટા-ટામેટા, રિંગણનાં માઈક્રોગ્રીન્સ ખાવા જોઈએ નહી
અમુક એવી શાકભાજીઓ હોય છે કે, જેના માઈક્રોગ્રીન્સ ખાવા જોઈએ નહી કારણ કે, તેમાં ઝેરીલા એલ્કોલોયડ્સ હોય શકે. બટાટા, ટામેટા, રીંગણ અને મરચાનાં માઈક્રોગ્રીંસ ખાવા જોઈએ નહી. આ શાકભાજીઓમાં સોલાનીન અને ટ્રોપેન જેવા એલ્કોલોયડ્સ હોય શકે છે. જો તેના માઈક્રોગ્રીન્સ ખાવામાં આવે તો તે તમારા પાચન અને નર્વસ સિસ્ટમ પર અસર પાડી શકે છે.
કેટલી માત્રામાં માઈક્રોગ્રીન્સ ખાવા જોઈએ?
કોઈપણ માઈક્રોગ્રીન્સ 50-100 ગ્રામ સુધી ખાવા જોઈએ. ક્ટ્ટૂનાં માઈક્રોગ્રીન્સ લિમિટેડ માત્રામાં ખાવા જોઈએ કારણ કે, તેમાં અમુક કમ્પાઉન્ડ એવા હોય છે, જે પાચનમાં તકલીફ ઊભી કરે છે. જો તે વધુ પડતુ ખાવામાં આવે તો તેનાથી સ્કિન પર લાલ ચકામા આવી શકે છે. આ પ્રકારે સરસવનું માઈક્રોગ્રીન્સ પણ વધુ પડતુ ખાવાથી સ્કિનમાં એલર્જી આવી શકે છે.
શું માઈક્રોગ્રીન્સ કાચુ જ ખાવુ જોઈએ?
સામાન્ય રીતે માઈક્રોગ્રીન્સને કાચા જ ખાવા જોઈએ કારણ કે, તેમાં પોટેશિયમનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે.
કોણે ન ખાવા જોઈએ?
જે લોકો કિડનીની બીમારી છે તેઓએ માઈક્રોગ્રીંસ ખાવા જોઈએ નહી. આ જ રીતે બ્લડ ક્લોટિંગ કે બ્લડને પાતળુ કરવા માટેની દવાઓ લઈ રહ્યા છે, તેઓએ પણ માઈક્રોગ્રીંસ ખાવાનું ટાળવુ જોઈએ.
માઈક્રોગ્રીંસને કેવી રીતે ઊગાડશો?
તેને ઘર પર ઊગાડવુ ખૂબ જ સરળ છે. કોઈપણ પ્લાસ્ટિક ટ્રે, એગ ટ્રે કે વાસણમાં ઊગાડી શકો છો. સામાન્ય રીતે તેમાં કંપોસ્ટવાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, કોકોપિટનું ચલણ હજુ પણ વધુ છે. જે સબ્જીનાં માઈક્રોગ્રીન્સને ઊગાડવા ઈચ્છો છો તેના બીજને થોડીવાર માટે પાણીમાં ડૂબાડીને રાખો. પછી તેને માટીમાં દાટી દો. તેના પર હળવો પાણીનો છંટકાવ કરવો. આ ઉપરાંત તેને સૂર્યપ્રકાશ મળી રહે તે ધ્યાન રાખવું,
હવે આપણે એ પણ જાણી લઈએ કે, માઈક્રોગ્રીંસમાં કેટલા પોષકતત્વો સામેલ છે? ઉદાહરણ તરીકે સૂર્યમુખીનાં માઈક્રોગ્રીન્સ
100 ગ્રામ સૂર્યમુખીનાં માઈક્રોગ્રીન્સમાં આ પોષકતત્વો છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.