• Gujarati News
  • Lifestyle
  • The Police Officer Accused The Puppy Of Being Lost And Took Him To The Police Station, People Said How Could The Puppy Be Guilty

પોલીસે ગલુડિયા પર 'કેસ' કર્યો:પોલીસ અધિકારીએ ગલુડિયા પર ખોવાઈ જવાનો આરોપ લગાવતા તેને પોલીસ સ્ટેશન લઈ ગયા, લોકોએ કહ્યું- ગલુડિયું કેવી રીતે દોષિત હોઈ શકે

એક મહિનો પહેલા
  • 2 દિવસ પછી ગલુડિયાનો માલિક આવી તેને લઈ ગયો

બેંગકોક પોલીસની એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં તે કૂતરાના બચ્ચાની સાથે જોવા મળી રહ્યો છે. બેંગકોક પોલીસને કોઈએ સૂચના આપી હતી કે રસ્તા પર એક ગલુડિયું છે. બેંગકોક પેટ્રોલ પોલીસના અધિકારીઓ ઉતાવળમાં તપાસ કરવા ગયા અને આસપાસના લોકોને તેના માલિકને શોધવા કહ્યું. જ્યારે કોઈએ પપીનો માલિક ન મળ્યો તો અધિકારી ગલુડિયાને પોલીસ સ્ટેશન લઈ આવ્યો.

મગશોટ ફોટો વાઈરલ
પોલીસ અધિકારી ગલુડિયાને લઈ પોલીસ સ્ટેશન આવી ગયો. જ્યાં પહેલા તેને ખાવા પીવાનું આપ્યું. તેના પછી ગલુડિયા પર ખોવાઈ જવાનો આરોપ લગાવતા તેનો મગશોટ ફોટોશૂટ કરાવવાનો નિર્ણય કર્યો. તેના પછી આ તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી. હવે આ પોસ્ટ જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા કે ગલુડિયું કેવી રીતે દોષિત હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ લોકોએ કહ્યું- અમે લઈ જઈશું તેને
સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ ગલુડિયાને લવલી કહી રહ્યા છે તો કેટલાક ક્યૂટ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, જો હજુ સુધી આ ગલુડિયાને લેવા કોઈ નથી આવ્યું તો હું તેને ઘરે લઈ જવા તૈયાર છું. અન્ય એક યુઝરે લખ્યું કે, પોલીસકર્મીઓએ તેનું સારું ધ્યાન રાખ્યું છે. એક યુઝરે લખ્યું કે, પોતાના માલિકથી અલગ થઈ ગયેલું ગલુડિયું કેટલું એકલું મહેસૂસ કરતું હશે. આ પોસ્ટમાં એક લાસ્ટ કમેન્ટ એક પોલીસવાળાની છે જે કહી રહ્યો છે કે ગલુડિયાને તેનો માલિક આવીને લઈ ગયો. ગલુડિયાના જવાથી મને સારું નથી લાગી રહ્યું.

પોલીસ દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટ
પોલીસ દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટ

પોલીસ ઓફિસરે કહ્યું- અમારો ફોટો જોઈને લોકો હસી પડ્યા
આ કેસમાં લુમ્ફિની પોલીસ સુપ્રિડેન્ટ પોલ કર્નલ કહે છે કે, તેઓ રેડિયો પર આ ઘટના વિશે સાંભળતા પોલીસની પોસ્ટ પર હસી રહ્યા હતા. તેમણે કહ્યું કે, લુમ્ફિની પોલીસ લોકોની મદદ માટે હંમેશાં તૈયાર છે. પોસ્ટને ફેસબુક પર 16 મેના રોજ શેર કરવામાં આવી હતી. પોલીસની આ પોસ્ટ શેર કરવાનો હેતુ એ હતો કે ગલુડિયાનો સાચો માલિક આવી તેને લઈ જાય. ગલુડિયાને આખરે તેનો માલિક મળી ગયો અને તે પોતાની સાથે ઘરે લઈ ગયો.

ગલુડિયા સાથે પોઝ આપતા પોલીસ અધિકારી
ગલુડિયા સાથે પોઝ આપતા પોલીસ અધિકારી