યુનાઇટેડ કિંગ્ડમમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વ્યક્તિ ભૂલથી પીગળેલું મીણ પી ગયો. વ્યક્તિએ લોકોને તેની સાથે થયેલી ઘટના વિશે જણાવ્યું. બ્રિટિશ ટેબ્લોઇડ અખબાર ‘ડેઇલી મિરર’ના રિપોર્ટના અનુસાર, વ્યક્તિ મોડી રાત્રે ઊંઘમાંથી ઊઠ્યો અને ભૂલથી મીણ પી ગયો. તેના કારણે તેના દાંત પર મીણ જામી ગયું અને તેના મોંની ઉપરના ભાગ પર મીણનું કોટિંગ થઈ ગયું.
શું છે સમગ્ર ઘટના
વ્યક્તિએ જણાવ્યું કે, તેને બેડની પાસે એક સ્ટૂલ રાખ્યું હતું, જેના પર સૂતા સમયે તે પાણીનો ગ્લાસ રાખે છે. તે રાત્રે તે જ સ્ટૂલ પર પાણીના ગ્લાસની સાથે એક કેન્ડલ પણ રાખવામાં આવી હતી. તે કેન્ડલ પણ કાચના ગ્લાસમાં હતી. તેથી જ્યારે તે ઊંઘમાંથી પાણી પીવા માટે ઊઠ્યો તો પાણીના ગ્લાસની જગ્યાએ હાથમાં કેન્ડલવાળો ગ્લાસ આવી ગયો અને પીગળેલું મીણ પી ગયો.
વ્યક્તિના મોંમાં મીણનું કોટિંગ થઈ ગયું
તેને જણાવ્યું કે, પહેલી વખતે તેની સાથે આવી વિચિત્ર ઘટના થઈ છે. જો કે, હવે તે એ ઘટના વિશે વિચારીને હસે પણ છે કે તેનાથી આ ભૂલ કેવી રીતે થઈ ગઈ? કેન્ડલની ઓગળેલી મીણ પીતા જ વ્યક્તિનું મોં દાઝી ગયું. બાદમાં તેને તરત મીણને થુંકવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યારે તેના મોંમાં મીણ જામી ગયું હતું. તેણે જણાવ્યું કે, જ્યારે તેના મોંમાં મીણ જામી ગયું હતું ત્યારે તેણે સમજમાં નહોતું આવી રહ્યું કે શું કરવું કેમ કે તે ઊંઘમાં મીણ પી ગયો હતો. સદનસીબે એના શરીરનાં અંદરનાં અંગોમાં કશી ગંભીર ઇજાઓ નહોતી પહોંચી. નહીંતર અત્યારે લોકો એના ફોટાની સામે મીણબત્તીઓ પ્રગટાવતા હોત!
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.