• Gujarati News
  • Lifestyle
  • The People Of This City Go To The Office Not By Car But By Flight, Everyone Has Their Own Aircraft

અમેરિકા:આ શહેરના લોકો કારથી નહીં ફ્લાઇટથી ઓફિસ જાય છે, દરેક વ્યક્તિ પાસે પોતાનું એરક્રાફ્ટ છે

9 મહિનો પહેલા
  • ઓફિસ અને પોતાના કામથી બહાર જવા માટે આ શહેરના મોટાભાગના લોકો પોતાના એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે
  • સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો આ વિસ્તારનો વીડિયો

કોઇ શહેર કે વિસ્તારમાં બધા પાસે પોતાની ગાડી હોવી સામાન્ય વાત છે પરંતુ દુનિયામાં એક એવું શહેર પણ છે જ્યાં દરેક વ્યક્તિ પાસે પોતાનું એરપ્લેન છે. એટલું જ નહીં ઓફિસ અને પોતાના કામથી ઘરની બહાર જવા માટે આ શહેરના મોટાભાગના લોકો પોતાના એરપ્લેનનો ઉપયોગ જ કરે છે. આ શહેર અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે.

આ વિસ્તારનો એક ટિકટૉક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ રહ્યો છે જેમાં દરેકના ઘર પાસે એક એરપ્લેન જોવા મળી રહ્યું છે. આ વીડિયો કેલિફોર્નિયાના હવાઈ પાર્ક વિસ્તાર કૈમરન એરપાર્કનો છે. જેને સોશિયલ મીડિયા યૂઝર @thesoulflily એ ટિકટૉક પર અપલોડ કર્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શહેરના લગભગ બધા જ લોકો પાસે વિમાન છે જેને તેઓ હેંગર(વિમાનઘર)માં રાખે છે, ઠીક તેવી જ રીતે જેમ અન્ય લોકો પોતાના ગેરેજમાં કારને રાખે છે. જોકે આ વીડિયો ભારતમાં જોવા મળી રહ્યો નથી કેમ કે ટિકટૉકને ભારત દ્વારા ગયા વર્ષે જ બૅન કરી દેવામાં આવ્યું હતું.

શહેરના લગભગ બધા જ લોકો પાસે વિમાન છે જેને તેઓ હેંગર(વિમાનઘર)માં રાખે છે
શહેરના લગભગ બધા જ લોકો પાસે વિમાન છે જેને તેઓ હેંગર(વિમાનઘર)માં રાખે છે

એરપ્લેન ઘરના હેંગરમાં પાર્ક કરેલા જોવા મળે છેઃ-
આ વિસ્તારમાં એરપ્લેનનું માલિક હોવું એક કારના માલિક થવા જેવી જ સામાન્ય વાત છે. વીડિયોમાં સૉસાયટીની ગલીઓ અને લોકોના ઘર સામે કે તેમના હેંગરમાં પાર્ક કરેલાં વિમાનને જોવામાં આવ્યાં છે. તે વિસ્તારના રસ્તાઓ ખૂબ જ પહોળા છે. રસ્તાઓને પહોળા એટલા માટે બનાવવામાં આવ્યા છે જેથી પાયલટ તેમને નજીકના એરપોર્ટ સુધી લઇ જવા માટે ઉપયોગ કરી શકે.

સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો આ વિસ્તારનો વીડિયો
સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો આ વિસ્તારનો વીડિયો

વિમાન સાથે રસ્તાઓના નામ જોડાયેલાં છેઃ-
આ વિસ્તારમાં રસ્તા ઉપર સાઇન બોર્ડ અને લેટરબોક્સથી એરપ્લેનના પંખાને નુકસાન પહોંચે નહીં તેના માટે તેમને સામાન્યથી ઓછી ઊંચાઈએ લગાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં રસ્તાના નામ વિમાન સાથે જોડાયેલાં છે જેમ કે, બોઇંગ રોડ. અહીં રસ્તામાંથી પસાર થનાર લોકો માટે એરપ્લેન કોઇ અસામાન્ય વાત નથી. કેમ કે અહીંના લોકો કામ પર જવા માટે તેનો ઉપયોગ કરે છે.

રસ્તાના નામ વિમાન સાથે જોડાયેલાં છે જેમ કે, બોઇંગ રોડ
રસ્તાના નામ વિમાન સાથે જોડાયેલાં છે જેમ કે, બોઇંગ રોડ

ઉલ્લેખનીય છે કે, વિશ્વ યુદ્ધ પછી અમેરિકાએ દેશમાં અનેક એરપોર્ટ બનાવ્યાં. ત્યાં પાયલટની સંખ્યા 1939 માં 34,000 હતી જે 1946 સુધીને વધીને 400,000થી વધારે થઇ ગઇ. સિવિલ એવિએશન ઓથોરિટીએ દેશમાં રહેણાંક હવાઇમથકોના નિર્માણની દરખાસ્ત કરી હતી જેનો હેતુ નિવૃત્ત લશ્કરી પાઇલટ્સને સમાવવાનો પણ હતો.