આ છે દુનિયાની સૌથી લાંબી પેન:પેન એટલી લાંબી છે કે 5 લોકો તેને એકસાથે ઉઠાવે છે, લંબાઈ 18 ફૂટ અને વજન 37 કિલો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિશ્વની સૌથી મોટી લાંબી પેન. - Divya Bhaskar
વિશ્વની સૌથી મોટી લાંબી પેન.
  • ગિનીસ વર્લ્ડ રેકોર્ડે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ પેનનો વીડિયો પણ શેર કર્યો છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડે વિશ્વની સૌથી મોટી બોલપોઈન્ટ પેનનો રેકોર્ડ નોંધ્યો છે. આ રેકોર્ડનો શ્રેય ભારતના આચાર્ય મકુનરી શ્રીનિવાસને જાય છે. તેમણે આ પેન પર ભારતીય પૌરાણિક કથાઓના દ્રશ્યો પણ કોતર્યા છે. તે વિશ્વની સૌથી મોટી બોલપોઈન્ટ પેન છે જે 5.5 મીટર એટલે કે 18.53 ફૂટ લાંબી અને 37.23 કિલો વજનની છે. તે સામાન્ય બોલપોઈન્ટ પેન કરતા 38 ગણી મોટી છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ પેનનો વીડિયો પણ શેર કર્યો છે.

આ પેનનું મેજરમેન્ટ દક્ષિણ ભારતના હૈદરાબાદમાં 24 એપ્રિલ, 2011ના રોજ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બોલપોઈન્ટ પેનની શોધ લેડિસલૉ જોસ બિરોએ કરી હતી જેનો જન્મ 29 સપ્ટેમ્બર, 1899ના રોજ થયો હતો.

પેનના રચનાકાર આચાર્યે આ રેકોર્ડના પ્રસંગે જણાવ્યું કે, જ્યારે હું નાનો હતો તો મારી માતા મને લખવા માટે પેન આપતી હતી. હું તે પેનનો ઉપયોગ કરતા કલ્પના કરતો હતો કે એક દિવસ હું વિશ્વની સૌથી વિચિત્ર પેન ડિઝાઇન કરીશ.

પેનની વિશેષતા જણાવતા આચાર્ય જણાવે છે કે પેન કાંસાની બનેલી છે અને તેમાં ભારતીય નૃત્યના 9 પ્રકારો અને સંગીત યંત્રો કોતરવામાં આવ્યા છે.

વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો https://youtu.be/xPqv7xN1iIU