તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Painting, Created By A British Artist In Lockdown, Sold For Rs 450 Crore, Using 1,065 Paint Brushes And 6,300 Liters Of Paint.

કરોડોની હરાજી:બ્રિટિશ આર્ટિસ્ટે લોકડાઉનમાં બનાવેલું પેન્ટિંગ 450 કરોડ રૂપિયામાં નિલામ થયું, 1,065 પેઇન્ટ બ્રશ અને 6,300 લીટર કલર વાપર્યો

3 મહિનો પહેલા
સેચા જેફ્રી દુનિયાનો સૌથી મોંઘો જીવિત આર્ટિસ્ટ બન્યો
  • કોવિડ-19 મહામારીથી પીડિત બાળકો માટે ફંડ ઉઘરાવવા પેન્ટિંગ બનાવ્યું હતું
  • 17 હજાર સ્કવેર ફૂટનાં પેન્ટિંગને ‘ધ જર્ની ઓફ હ્યુમેનિટી’ નામ આપ્યું

દુબઇમાં ચેરિટી ઓક્શનમાં દુનિયાનાં સૌથી મોટા કેનવાસ પેન્ટિંગની હરાજી 62 મિલિયન ડોલર એટલે કે 450 કરોડ રૂપિયામાં થઈ. દુનિયાનાં મોંઘા આર્ટવર્કમાં ‘ધ જર્ની ઓફ હ્યુમેનિટી’ને સ્થાન મળી ગયું છે. આ પેન્ટિંગ બ્રિટિશ પેઈન્ટર સેચા જેફ્રીએ બનાવ્યું છે. જે બાળકો પર કોવિડ-19 મહામારીની અસર થઇ હોય તેમના માટે ફંડ ઉઘરાવવા તેણે આ પેન્ટિંગ બનાવ્યું. તેણે 1,065 પેઇન્ટ બ્રશ અને 6,300 લીટર પેઇન્ટ કલર વાપર્યો છે.

17,000 સ્કવેર ફૂટનું કેનવાસ પેન્ટિંગ
17,000 સ્કવેર ફૂટનું કેનવાસ પેન્ટિંગ

17 હજાર સ્કવેર ફૂટનાં પેન્ટિંગને ‘ધ જર્ની ઓફ હ્યુમેનિટી’ નામ આપ્યું છે. તેની સાઈઝ બાસ્કેટબોલ કોર્ટ જેટલી છે. ટોટલ 70 પાર્ટ્સમાં બનાવેલા પેન્ટિંગની કિંમત સેચાએ 30 મિલિયન ડોલર ધારી હતી, પણ ધાર્યા કરતાં વધારે રકમ મળતા તે ઘણો ખુશ છે. સોમવારે ઓક્શન ચેરિટીમાં દુબઈના બિઝનેસમેન એન્દ્રે એબ્ડોન પેન્ટિંગની ડબલ કિંમત આપવા તૈયાર થઇ ગયા હતા.

દુનિયાનાં સૌથી મોટા કેનવાસ પેન્ટિંગનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
દુનિયાનાં સૌથી મોટા કેનવાસ પેન્ટિંગનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

આર્ટવર્કના નામે દુનિયાનાં સૌથી મોટા આર્ટ કેનવાસનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. દુબઈમાં આવેલી ‘ધ પામ’ હોટેલમાં પેન્ટિંગ બનાવ્યું છે.

6300 લીટર કલરની રેલમછેલ
6300 લીટર કલરની રેલમછેલ

આર્ટવર્ક બનાવવા પાછળની સ્ટોરી વધારે ઇન્ટરેસ્ટિંગ
ગયા વર્ષે કોરોના વાઇરસને લીધે લોકડાઉન આવી જતા બ્રિટિશ આર્ટિસ્ટ દુબઈમાં ફસાઈ ગયો હતો. સેચા જેફ્રીએ કહ્યું, લોકડાઉનનાં સમયમાં હું કંઈક અલગ કરવા માગતો હતો. મારે લોકોની મદદ કરવી હતી. આટલા મોટા પેન્ટિંગને પૂરું કરવામાં 7 મહિનાનો સમય લાગ્યો. જેફ્રીના આર્ટવર્કને ખરીદનારે સ્ટેટમેન્ટમાં કહ્યું, ‘ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લવ’

બાળકોની મદદ માટે આર્ટિસ્ટ હંમેશાં તૈયાર
બાળકોની મદદ માટે આર્ટિસ્ટ હંમેશાં તૈયાર

જેફ્રીએ કહ્યું, હું હંમેશથી બાળકોને મદદ કરવા ઈચ્છું છું. હું નાનો હતો ત્યારે મારી પાસે ખાવા ભોજન નહોતું. અત્યારે મને બે ટંકનું ભોજન મળી જાય છે. આપણે ચોક્કસથી બીજાની મદદ કરવી જોઈએ. ઓક્શન વખતે જેફ્રીનાં પેન્ટિંગના પાર્ટ્સ ડિસ્પ્લેમાં મૂક્યા હતા. હાલ પેન્ટિંગ દુબઈની લેલા હેલર ગેલેરીમાં સાચવીને મૂક્યું છે.

દુનિયાનું સૌથી મોંઘુ ડિજિટલ આર્ટવર્ક
દુનિયાનું સૌથી મોંઘુ ડિજિટલ આર્ટવર્ક

આની પહેલાં સૌથી મોંઘા આર્ટવર્ક એટલે કે 508 કરોડ રૂપિયામાં ડિજિટલ આર્ટવર્કની હરાજી થઈ છે. આ આર્ટ ફિઝિકલ ફોર્મમાં અવેલેબલ નથી તેમ છતાં આટલી મસ મોટી રકમમાં હરાજી થતા દરેકને નવાઈ લાગી હતી.