ટીવી પર આવતા ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને 4’ના હોસ્ટ રાઘવ જુયાલે હાલમાં જ એક અસમની કન્ટેસ્ટન્ટને ‘ચાઈનીઝ’ કહીને બોલાવી. તેની સ્પીચથી અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ રોષ વ્યક્ત કર્યો હતો.
નોર્થ-ઇસ્ટના લોકો સાથે જાતિવાદ પર ભેદભાવની આ કોઈ પહેલી ઘટના નથી. અહીં રહેતી મહિલાઓને ભારતના દરેક ખૂણે જાતિવાદને લઈને ખરાબ કમેન્ટ્સ સાંભળવી પડે છે. આશરે રોજ ખરાબ કમેન્ટ્સનો સામનો કરીને જીવી રહેલી મહિલાઓએ પોતાના અનુભવ ભાસ્કર સાથે શૅર કર્યા.
અમારી સાથે એવી વર્તાવ કરવામાં આવે છે કે માનવતાને પણ શરમ આવે
ગુવાહાટીની ભાસવતી દાસ દિલ્હીમાં છેલ્લા 20 વર્ષથી રહે છે, પરંતુ ઘરની બહાર નીકળે ત્યારે આજે પણ લોકો તેને ચિંકી, ચાઇનીઝ, નેપાળી કે પછી કોરોના કહીને બોલાવે છે. ગુસ્સા સાથે પોતાની પીડા વ્યક્ત કરતા ભાસવતી દાસે કહ્યું, હું જ્યાં પણ જઉં, ત્યાં રસ્તા પર લોકો મારો ચહેરો જોયા કરે છે. કંઈક ખાવા માટે લઉં તો લોકો મારી પ્લેટમાં ઝાંખે છે. શરૂઆતમાં હું આ બધી વાતની અવગણના કરતી હતી, પણ હવે બધાને રિટર્નમાં મજબૂત જવાબ આપું છું.
ભાવુક થઈને ભાસવતીએ કહ્યું, થોડા વર્ષ પહેલાં મેં દિલ્હીમાં જોબ શરૂ કરી હતી. ત્યારે મારા પતિ અહીં કામ નહોતા કરતા. ભાડે મકાન માટે ફરી તો ઘણા લોકોએ ખરાબ વ્યવહાર કર્યો. હું ઇન્ડિયન અને મેરિડ વીમેન છું. આ વાત સાબિત કરવા મારી પાસેથી મેરેજ સર્ટિફિકેટ માગ્યું. મને જીવનમાં ઘણા બધા કડવા અનુભવ થયા છે. હું બધા સાથે હસીને વાત કરું છું તો લોકો મને સેક્સ્યુઅલી અવેલેબલ સમજે છે. કપડાં પહેરવાની સ્ટાઈલને પણ જજ કરે છે.
છોકરાઓ પૂછે છે, વન નાઈટ સ્ટેન્ડ કરીશ?
જ્યારે કોઈ બીજા દેશમાં ભારતીયો સાથે રેસિઝ્સના ન્યૂઝ આવે છે ત્યારે બધાના ગુસ્સાનો પારો સાતમે આસમાને પહોંચી જાય છે. પણ જ્યારે આપણા દેશમાં જ નોર્થ-ઇસ્ટના લોકો સાથે આવું થાય છે ત્યારે બધાને આ વાત નોર્મલ લાગે છે. જો કોઈ મેડલ જીતે તો બધા ભેદભાવ પળવારમાં ગાયબ થઈ જાય છે.
‘ઓ ચિંકી, ચીનમાંથી આવી છે?’
નાગાલેન્ડની સારા છેલ્લા 8 વર્ષથી દિલ્હીમાં રહે છે. સારાએ કહ્યું, ‘ઓ ચિંકી, ચીનમાંથી આવી છે?’..આ બધું સાંભળવાની મને આદત પડી ગઈ છે. અમને જોઈને લોકો વિચારે છે કે આ લોકો ચીન, જાપાન કે પછી નેપાળમાંથી આવ્યા હશે. ઘણીવાર હું સામે જવાબ આપી દઉં છું કે, મોટાભાઈ, મારો જન્મ નાગાલેન્ડમાં થયો છે અને ઉછેર દિલ્હીમાં થયો છે. હું ભારતીય છું.
મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે રસ્તા પરથી જતા એક છોકરાએ મને પૂછ્યું હતું, ‘વન નાઈટ સ્ટેન્ડ કરીશ?’ રાત્રે 8:30 વાગ્યા હતા. હું તેને જવાબ આપ્યા વગર ચુપચાપ ઘરે જતી હતી. તે સમયે મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો પણ હું મજબૂર હતી.
અશ્લીલ કમેન્ટ કરતા લોકો અમને સેક્સ વર્કર સમજે છે
અસમની દેબાબાવીએ કહ્યું કે, જો જો તમે કોઈને પૂછશો કે,‘ નોર્થ-ઇસ્ટ વિશે શું જાણો છો? ત્યાં કેટલા રાજ્યમાં ફરવા ગયા છો? કેટલા મિત્રો નોર્થ-ઇસ્ટના છે? ત્યાંની સંસ્કૃતિ વિશે શું જાણો છો?’...ઘણા ઓછા લોકો પાસે આ બધા પ્રશ્નોના વાબ હશે. આ લોકો તો હંમેશાં અવેલેબલ હોય છે, ખરાબ કમેન્ટ કરતા છોકરાઓ અમને સેક્સ વર્કર સમજે છે. તેમના ખરાબ વ્યવહારને લીધે અમને ગુસ્સો આવે છે. માત્ર મેડલ લાવતી છોકરીઓ જ નહીં પણ નોર્થ-ઇસ્ટની ડાઇવર્સિટી પર પણ ગર્વ હોવો જોઈએ.
નોર્થ-ઇસ્ટના લોકોને ચાઈનીઝ કહેવું ખોટું
ડાન્સ રિયાલિટી શોના હોસ્ટ રાઘવે નોર્થ-ઇસ્ટની કન્ટેસ્ટન્ટને સ્ટેજ પર બોલાવ્યા પહેલાં ચાઈનીઝ ભાષા બોલીને તેનો ઇન્ટ્રોડક્શન આપ્યો હતો. એ પછીથી સોશિયલ મીડિયા પર રાઘવ જબરદસ્ત ટ્રોલ થયો. ઘણા લોકોએ કહ્યું, નોર્થ-ઇસ્ટના લોકોને ચાઈનીઝ કહેવું એકદમ ખોટું છે. સમાજ માટે આ એક ખરાબ મેસેજ છે.
આ ઉપરાંત લૉ એન્ડ જસ્ટિસના મિનિસ્ટર કિરણ રિજિજૂએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, આવા જ લોકોમાં યોગ્ય સંસ્કારની અછત દેખાય છે. આ પ્રકારના વિચાર આપણી એકતાને નુકસાન પહોંચાડે છે. અસમ અને નોર્થ-ઇસ્ટના લોકો પણ એટલા જ ભારતીય છે જેટલા બાકીના લોકો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.