અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ના ડેનિયલની પાલતુ બિલાડી મિસ્કા પર તેની સોસાયટીના લોકોએ આરોપ લગાવ્યો હતો કે તે ગમે ત્યાં ફરતી રહે છે અને ઘણી વખત તો પ્રાણીઓને પણ મારી નાખે છે. તે મહિલા પર 25,000 પાઉન્ડનો દંડ લાદવામાં આવ્યો હતો. એનિમલ કંટ્રોલ અધિકારીઓએ 2019માં બિલાડી વિશેની ઘણી ફરિયાદો પછી અન્નાની પાસેથી બિલાડી છીનવીને પોતાની સાથે લઈ ગયા.
કોર્ટમાં ત્રણ વર્ષ સુધી કેસ ચાલ્યો
બિલાડી પર કરવામાં આવેલો કેસ ત્રણ વર્ષ પછી, તાજેતરમાં એક કોર્ટે ચુકાદો આપ્યો હતો કે બિલાડી ક્યારેય આસપાસ ફરતી જોવા મળી નથી અને ન તો તેને કોઈ પ્રાણી પર હુમલો કર્યો છે. આ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો કે મિસ્કા હંમેશાંથી જ નિર્દોષ હતી.તપાસમાં ખબર પડી કે મિસ્કા વિશે ફરિયાદ કરનાર પ્રાણી નિયંત્રણ અધિકારી અન્નાના પડોશમાં રહેતો હતો. કિંગ કાઉન્ટી અને બેલેવ્યુ શહેરની અદાલતે અન્ના અને તેના પાલતુ પ્રાણીઓના પક્ષમાં ચુકાદો આપ્યો. તે ઉપરાંત મહિલાને વળતર તરીકે 95 લાખ રૂપિયા મળ્યા છે.
વોશિંગ્ટનમાં અત્યાર સુધીનો ઐતિહાસિક ચુકાદો
અન્નાના વકીલ જ્હોન જિમ્મરમેને જણાવ્યું કે, આ મામલો બેલેવ્યુમાં એક પાલતુ બિલાડીનો હતો. આસપાસના લોકોએ બિલાડી ઉપર ખોટો આરોપ લગાવ્યો હતો. તે વાસ્તવમાં વોશિંગ્ટનમાં એક બિલાડી માટે ઐતિહાસિક ચુકાદો હતો. રિપોર્ટ્સના અનુસાર, અન્નાની મિસ્કા માટે કોર્ટની લડાઈ ત્રણ વર્ષ સુધી ચાલી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.