તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The Only Immortal Creature On Earth, This Jellyfish, Often Brings Itself To The Stage Of A Child And Lives Forever.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજાયબી:ધરતી પર એકમાત્ર અમર જીવ આ જેલી ફિશ, વારંવાર પોતાને બાળકનાં સ્ટેજમાં લાવી હંમેશાં જીવિત રહે છે

2 મહિનો પહેલા
આ અમર જેલી ફિશ બાયલોજીકલી ક્યારેય મૃત્યુ પામતી નથી. તે વારંવાર પોતાને વયસ્કમાંથી બાળકનાં સ્ટેજમાં પરિવર્તિત કરે છે.
  • આ જેલી ફિશનું વૈજ્ઞાનિક નામ Turritopsis Dohrnii છે
  • તે પોતાને વયસ્કથી બાળકનાં સ્ટેજમાં લાવવા માટે કોઈ અંગનું વિભાજન કરતી નથી

શું તમે જાણો છે કે દુનિયાનું એક માત્ર અમર જીવ એક જેલી ફિશ છે. આ વાત જરાક નવાઈ પમાડે તેવી છે પરંતુ સાચી છે. એક એવી જેલી ફિશ પોતાનું અસ્તિત્વ ધરાવે છે જેને અમર રહેવાનું વરદાન મળેલું છે. તેની ઉંમરનો કોઈ અંદાજો લગાવી શકાતો નથી. આ જેલી ફિશને ખાસિયત એ છે કે તે સેક્સ્યુઅલી મેચ્યોર થયા બાદ ફરી બાળકનાં સ્ટેજમાં આવી જાય છે. ત્યાર બાદ તે ફરી વયસ્ક બને છે અને આ સાયકલ હંમેશાં ચાલતી રહે છે. તેથી બાયોલોજિકલી તે ક્યારેય મરતી જ નથી.

આ અમર જેલી ફિશનો જન્મ પ્રશાંત મહાસાગરમાં થયો
આ જેલી ફિશનું વૈજ્ઞાનિક નામ Turritopsis Dohrnii (ટુરિટોપસિસ ડોહર્ની) છે. આ ઈમ્મોર્ટલ જેલી ફિશનું કદ ઘણું નાનું હોય છે. તેના શરીરનો વ્યાસ 4.5mm હોય છે. તેને 8 ટેન્ટિકલ્સ અર્થાત પગ હોય છે. જ્યારે સેક્યુઅલી મેચ્યોર જેલી ફિશને 80થી 90 ટેન્ટિકલ્સ હોઈ શકે છે. આ અમર જેલી ફિશનો જન્મ પ્રશાંત મહાસાગરમાં થયો છે. હવે તે તમામ મહાસાગરોમાં જોવા મળે છે.

આ જેલી ફિશના શરીરનો વ્યાસ માત્ર 4.5mmનો હોય છે
આ જેલી ફિશના શરીરનો વ્યાસ માત્ર 4.5mmનો હોય છે

તાપમાનના વધારા ઘટાડા સાથે તે સ્ટેજ બદલે છે
જેલી ફિશની નાનકડી લાઈફ સાયકલ હોય છે. હકીકતમાં તે મૃત્યુ પામતી જ નથી. જો સમુદ્રનું તાપમાન 20થી 22 ડિગ્રી સેલ્સિયસ હોય તો તે 25થી 30 દિવસમાં ફરી બાળકનાં સ્ટેજમાં આવી જાય છે. જો સમુદ્રનું તાપમાન 14થી 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો તે 18થી 22 દિવસમાં સેક્સ્યુઅલી મેચ્યોર થઈને ફરી બાળકનાં સ્ટેજમાં આવી જાય છે. આ ઈમ્મોર્ટલ જેલી ફિશ Medusae (વયસ્કનું સ્ટેજ) થયા બાદ ફરી Polyp (બાળકનું સ્ટેજ)માં આવી જાય છે. આ કામ તેનાં શરીરમાં રહેલી ખાસ કોશિકાઓ કરે છે. આ અમર જેલી ફિશ વયસ્ક થવાને આરે હોય ત્યારે 12 ટેન્ટિકલ્સ સાથે આવે છે ત્યારે તે પોતાને બદલવા માટે સિસ્ટ જેવાં સ્ટેજમાં જતી રહે છે. અહીંથી તે સ્ટોલોંસ અને ત્યારબાદ પોલિપ બની જાય છે. 20થી40% Medusae ડાયરેક્ટ પોલિપ બની જાય છે. તેના માટે તેને સ્ટોલોંસ બનવાની જરૂર રહેતી નથી. આ પ્રોસેસ 2 દિવસમાં થઈ જાય છે.

આ જેલી ફિશ માંસાહારી હોય છે તે ખોરાક તરીકે માછલીના ઈંડાં પસંદ કરે છે
આ જેલી ફિશ માંસાહારી હોય છે તે ખોરાક તરીકે માછલીના ઈંડાં પસંદ કરે છે

નવાઈની વાત તો એ છે કે તેનાં કોઈ અંગનું વિભાજન પણ થતું નથી. આ જેલી ફિશ માંસાહારી હોય છે તે ખોરાક તરીકે માછલીના ઈંડાં પસંદ કરે છે. જોકે આ અમર જેલી ફિશને પણ અન્ય જીવોથી ડર રહે છે. આ જેલી ફિશને કાચબા, પેંગ્વિન્સ અને માછલી પોતાનો આહાર બનાવે છે. તેની રચનામાં 5% શરીર હોય છે અને અન્ય 95% ભાગ પાણી હોય છે.

જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ શિન કુબોતાએ ખુબ મુશ્કેલથી તેને સમુદ્રની બહાર જીવિત રાખી શક્યા
જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ શિન કુબોતાએ ખુબ મુશ્કેલથી તેને સમુદ્રની બહાર જીવિત રાખી શક્યા

આ અમર જેલી ફિશ સમુદ્રના પાણી વગર જીવિત રહી શકતી નથી. જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ શિન કુબોતાએ ખુબ મુશ્કેલથી તેને સમુદ્રની બહાર જીવિત રાખી. કુબોતાએ જણાવ્યું કે તેમણે 2 વર્ષ સુધી આ ઈમ્મોર્ટલ જેલી ફિશને રાખી અને આ સમયગાળામાં તેમણે 11 વખત પોતાને બાળકનાં સ્ટેજમાં ફેરવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો