તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The NGO Of Hyderabad Started Employing Women By Making Florescent Collars For Stray Dogs, Watching Them Die While Driving

પશુપ્રેમ:હૈદરબાદનું NGO રખડતા શ્વાન માટે ફ્લોરોસન્ટ કોલર્સ બનાવી મહિલાઓને રોજગારી આપે છે, ડ્રાઈવિંગ દરમિયાન મૃત શ્વાન જોયા પછી આ કામ ચાલુ કર્યું

3 મહિનો પહેલા
  • આ કોલર લાઈટ વેટ મટિરિયલમાંથી બન્યા છે અને તે પશુઓ માટે સુરક્ષિત છે
  • આ NGOની શરુઆત ગયા વર્ષે નવેમ્બરમાં થઇ હતી
  • મહામારી દરમિયાન પણ મહિલાઓને રોજગારી મળતી રહી

રસ્તા પર રખડતા શ્વાનને મરતા બચાવવા માટે હૈદરાબાદનું એક NGO ‘કોલર અપ’ ફ્લોરોસન્ટ કોલર્સ બનાવે છે. મોટાભાગનાં શ્વાન રાતનાં અંધારામાં કાર સામે આવીને મોતને ભેટે છે. આ રિફ્લેક્ટિવ કોલરથી NGO રખડતા શ્વાનને બચાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ NGOના ફાઉન્ડર ચૈતન્યએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન કહ્યું, આ કોલર લાઈટ વેટ મટિરિયલમાંથી બન્યા છે અને તે પશુઓ માટે સુરક્ષિત છે. આ કોલર પહેરાવ્યા પછી ડ્રાઈવિંગ કરનારાને ડોગ્સ દૂરથી જ દેખાઈ જશે.

આ NGOની શરુઆત ગયા વર્ષે નવેમ્બરમાં થઇ હતી.આ NGO કોલરના માધ્યમથી રખડતા શ્વાનને કારણે રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવાના પ્રયત્નો પણ કરી રહ્યું છે. ચૈતન્યએ કહ્યું, હું પોતે એક બિઝનેસમેન છું. મારો મોટાભાગનો સમય ટ્રાવેલિંગમાં જાય છે, મેં ઘણીવાર સ્ટ્રીટ ડોગ્સને વ્હીકલ્સની સામે જીવ ગુમાવતા જોયા છે. તેમને જોઇને કોલર અપની શરુઆત કરી.

ફ્લોરોસન્ટ બેલ્ટ બનાવવાનું કામ મહિલાઓનું ગ્રુપ કરે છે. આ મહિલાઓ ગ્રામીણ ક્ષેત્રોમાં લઘુ ઉદ્યોગનું સંચાલન કરીને પરિવારને મદદ કરે છે. તેમને રોજગાર પણ મળે છે અને મહિલા સશક્તિકરણની સારું ઉદાહરણ પણ પ્રસ્તુત કરી થી છે. મહામારી દરમિયાન આત્મનિર્ભર રહેવા માટે આ NGOથી મહિલાઓને ઘણી મદદ મળી.

ચૈતન્યને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે પોતાની કારથી એક સ્ટ્રીટ ડોગનો જીવ બચાવવા જતા તેના મિત્રનો રોડ એક્સિડન્ટ થયો અને મિત્રએ દુનિયાને અલવિદા કહ્યું. આ NGO માત્ર શ્વાન જ નહિ પણ ગાય અને ભેંસને બચાવવાના પ્રયત્નો પણ કરી રહ્યું છે. દેશના અલગ-અલગ 36 શહેરમાં NGOનું કામ ચાલુ છે.