• Home
 • Lifestyle
 • Health
 • The negligence of PCOD symptoms can lead to sterility, naturally the disease can be controlled

સલાહ / PCODનાં લક્ષણોની બેદરકારી વંધ્યત્વ લાવી શકે છે, કુદરતી રીતે આ રોગ નિયંત્રિત કરી શકાય છે

The negligence of PCOD symptoms can lead to sterility, naturally the disease can be controlled

divyabhaskar.com

May 14, 2019, 12:22 PM IST

હેલ્થ ડેસ્કઃ મહિલાઓમાં થતા રોગોમાં એક 'પોલિ સિસ્ટિક ઓવેરિયન ડિસઓર્ડર' અથવા 'પોલિ સિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ' (PCOD/PCOS)ની સમસ્યા હવે એટલી સામાન્ય બની ગઈ છે કે શાળામાં ભણતી બાળકીઓ પણ આ રોગનો ભોગ બની રહી છે. જ્યારે પહેલાં આ રોગ 30થી 35 વર્ષની મહિલાઓમાં જોવા મળતો હતો. આજે, પ્રજનનની ઉંમરની 90 લાખથી વધુ મહિલાઓ PCODથી પીડિત છે અને 60% થી વધુ સ્ત્રીઓને તો ખબર જ નથી કે તેમને આ રોગ છે. આ રોગનો ભોગ એ છોકરીઓ બને છે જેમને પિરિઅડ્સ નિયમિત નથી આવતા. પરંતુ જો નાની ઉંમરે જ આ વાતનું ધ્યાન રાખવામાં આવે તો આ રોગને નિયંત્રિત કરી શકાય છે.


શું છે PCOD/PCOS રોગ?
PCOD/PCOS એટલે 'પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસઓર્ડર' અથવા 'પોલિ સિસ્ટિક ઓવેરિન સિન્ડ્રોમ'. આ રોગમાં મહિલાના ગર્ભાશયમાં મેલ હોર્મોન એન્ડ્રોજનનું સ્તર ઝડપથી વધી જાય છે, જેના કારણે ઓવરીમાં નાની-નાની ગાંઠ અથવા સિસ્ટ બનવાની શરૂ થઈ જાય છે. તેના કારણે મહિલાઓના પિરિઅડ્સ પ્રોબ્લેમની સાથે તેમની પ્રજનન ક્ષમતા પર પણ અસર પડે છે.


ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ હોર્મોનલ અસંતુલન સ્થૂળતા અને તણાવના કારણે થાય છે. ઘણીવાર આવું થવાનું કારણ આનુવંશિક પણ હોય છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે જે સ્ત્રીઓ વધારે સ્ટ્રેસમાં રહે છે, તેમને PCOD/PCOSની સમસ્યા વધુ પ્રમાણમાં રહે છે.


રોગનાં લક્ષણ

 • આ રોગના પ્રારંભિક તબક્કામાં જ તેનાં લક્ષણો દેખાવા લાગે છે, જે અવગણવાં એ સૌથી મોટી ભૂલ છે.
 • નાની ઉંમરમાં જ પરિઅડ્સ સમયસર અને ખુલીને ન આવવા તે જ તેનું સૌથી મોટું લક્ષણ છે.
 • અચાનક વજનમાં વધારો થવો.
 • શરીરના અનિચ્છનીય સ્થાનો જેવાં કે ગાલ, છાતી, પગ વગેરે પર વધુ રૂંવાટી હોવી.
 • કોઈ વાત પર વધુ લાગણીશીલ થઈ જવું, અનુચિત ચીડિયાપણું અને તણાવ આ રોગની નિશાની હોઇ શકે છે.
 • ચહેરા પર ખીલ થવાં, તૈલી ત્વચા, ખોડો, વાળ ઊતરવા, શરીર પર ડાઘા પડવા.
 • પેટમાં દુખાવો.
 • પ્રેગ્નન્ટ થવામાં સમસ્યા આવવી.
 • જાતીય ઇચ્છામાં અચાનક ઘટાડો થવો.
 • ગર્ભાશયમાં નાની-નાની ગાંઠો જે સોનોગ્રાફી કરવા પર જોવા મળે છે.
 • વારંવાર મિસકેરેજ થવું.

કુદરતી રીતે આ રોગને નિયંત્રિત કરવાની ટિપ્સ
સૌ પ્રથમ થોડી કસરત શરૂ કરો અને નિયમિત ચાલવાનું રાખો. તેનાથી તમારો તણાવ દૂર થશે અને પિરિઅડ્સ પણ સમયસર આવશે. આ ઉપરાંત, વજન પણ નિયંત્રણમાં આવશે. શક્ય એટલું મન શાંત રાખવાનો પ્રયત્ન કરો. આ સિવાય તમે એરોબિક્સ, સાઇકલિંગ, સ્વિમિંગ અને યોગ પણ કરી શકો.


તમારો ખોરાક યોગ્ય અને પૌષ્ટિક હોવો જરૂરી છે. જંક ફૂડ, વધુ ગળ્યો ખોરાક, ચરબીયુક્ત ખોરાક, તેલયુક્ત ખોરાક અને સોફ્ટ ડ્રિંક્સનું સેવન બંધ કરો અને પૌષ્ટિક આહાર લો. આહારમાં ફળ, લીલા શાકભાજી, વિટામીન બી, ઓમેગા 3 ફેટી એસિડ્સથી ભરપૂર વસ્તુઓ અળસી, માછલી, અખરોટ વગેરે સામેલ કરો. તમારે તમારા આહારમાં નટ્સ, બીજ, દહીં, તાજા ફળો અને શાકભાજી અવશ્ય લો. તેમજ દિવસભર પુષ્કળ પાણી પીવો.


આ સમસ્યાથી છૂટકારો મેળવવા લાઇફસ્ટાઇલ બદલવી જરૂરી છે. મોટાભાગની મહિલાઓ આ વાતને અવગણી કાઢે છે અને પોતાની દીકરીઓમાં પણ આ લક્ષણ ઓળખી નથી શકતી. પરિણામે આગળ જઇને તેમને પ્રેગ્નન્સીમાં સમસ્યા આવે છે. આ લક્ષણોને અવગણો નહીં અને ગાયનોકોલોજિસ્ટ સાથે વાત કરી તરત આ રોગની સારવાર કરાવો.

X
The negligence of PCOD symptoms can lead to sterility, naturally the disease can be controlled
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી