તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • The Name Of Michelle Of America Has Been Recorded In The Guinness Book By Making The Longest Forgotten Maze, She Said You Must Have A Lot Of Time To Solve It.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ મહિનાની મહેનત રંગ લાવી:અમેરિકાની યુવતીએ કાગળ પર સૌથી લાંબી ભુલભુલામણી બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

5 મહિનો પહેલા

જો તમારાં બાળકોને કાગળ પર બનેલી ભુલભુલામણીની પઝલ સોલ્વ કરવી ગમે છે તો આ સમાચાર તમારા કામના છે. અમેરિકામાં મિશેલ નામની યુવતીએ કાગળ પર 104.64 સ્ક્વેર મીટરમાં પથરાયેલી વિશાળ પઝલ બનાવીને અનોખો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પઝલ બનાવતાં તેને ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. તેનો વીડિયો જોઇને તેની મહેનતનો અંદાજો લગાવી શકાય છે.

સોશિયલ મીડિયા પર પણ લોકો મિશેલની મહેનતના વખાણ કરી રહ્યા છે. મિશેલ પણ પોતાના કામથી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી એકદમ ખુશખુશાલ છે.

એક ફેસબુક યુઝરે કહ્યું કે, આ પઝલ સોલ્વ કરવા માટે ઘણી ધીરજ જોઈએ. મિશેલે તેનાં વખાણ કરનારા દરેક લોકોનો આભાર માન્યો. તેણે જણાવ્યું કે, મેં આ પઝલ સોલ્વ કરનારા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણા રસ્તાને હાઈલાઈટરથી માર્ક કર્યા છે. જે લોકો આ ભૂલભૂલૈયાને સોલ્વ કરવા ઈચ્છે છે તેમને હું ડિજિટલ ફાઈલ પણ મોકલી શકું છું, પરંતુ આ સોલ્વ કરવા માટે તમારી પાસે ઘણો બધો સમય હોવો જરૂરી છે. મેઝમાં ઘણાં નામ, ઈમેજ અને ડૂડલ્સ પણ છૂપાયેલાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો