ગમે ત્યાં ફરવાની ખરી મજા ત્યારે જ આવે છે જ્યારે તમે તમારી સાથે ઓછી બેગ લઈ જાઓ, પરંતુ કેટલાક લોકો માટે મલ્ટી ટાસ્કિંગ એટલે કે એક સાથે ઘણા કામ કરતા હોય છે. તેઓ પોતાનું કામ જાતે કરવાનું પસંદ કરે છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક મહિલાના વાઈરલ થયેલા વીડિયોએ ખળભળાટ મચાવી દીધો છે. આ મહિલાના એક હાથમાં બાળક અને બીજા હાથમાં બેગ છે. પ્લેનમાં ઓવરહેડ કેબિનને પોતાના પગ વડે બંધ કરતી જોવા મળી રહી છે. જાણે કે તે કોઈ જિમ્નાસ્ટ હોય અથવા તેના માટે સામાન્ય બાબત હોય.
ટ્વિટર પર શેર કરવામાં આવી રહેલા આ વીડિયોને અપલોડ કરતી વખતે યુઝરે 'OMG so cool' લખ્યું છે. આ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે.
મદદ માગવાને બદલે તેણે પોતે જ આશ્ચર્યજનક કામ કર્યું
વીડિયોમાં મહિલા પ્લેનમાંથી ઉતારવા માટે પોતાનો સામાન ઉતારતી જોવા મળી રહી છે. તેના એક હાથમાં બાળક હતું, તેના પછી પણ તેણે કોઈની પાસેથી પોતાનો સામાન ઉતારવા માટે મદદ ન માગી. એક જ ઝટકામાં એક મોટી ટ્રોલી બેગને ઉપર બનેલી કેબિનથી સરળતાથી ઉતારી લીધી. તેના પછી કેબિનને ફરીથી બંધ કરવા માટે પણ ફ્લાઈટ અટેન્ડેન્ટ પાસેથી મદદ માગવા માટે પાછું વળીને પણ જોતી નથી, પરંતુ તેનો સીધો પગ હવામાં લઈ જાય છે અને ખૂબ જ સરળતાથી કેબિન બંધ કરી દે છે. જાણે તેના માટે રોજનું કામ હોય.
સોશિયલ મીડિયા પર 23 લાખથી વધુ લોકોએ લાઈક કરી
માતા બન્યા પછી પણ પોતાની બોડીને આટલી ફિટ રાખનારી આ મહિલાના આ કારનામાને જોઈ લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે. આ મહિલાનો એક નાનો સ્ટન્ટ સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લગભગ 23 લાખ લોકો જોઈ ચૂક્યા છે. 7 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.
લોકો સોશિયલ મીડિયા પર મહિલાના વખાણ કરીને લખી રહ્યા છે કે, તેણે બધાને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે. તે જિમ્નાસ્ટ કરે છે કે શું. તો બીજા કેટલાક યુઝર્સે એવું પણ લખ્યું છે કે મહિલા દેખાડો કરી રહી છે, કેમ કે કોઈપણ પેસેન્જર પોતાનો સામાન લીધા પછી ઓવરહેડ કેબિનને બંધ કરીને જતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.