વિચિત્ર ઘટના:માતાએ એક સાથે 3 બાળકોને આપ્યો જન્મ, 20 કરોડમાં એક વાર બને છે આ ઘટના

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ગર્ભવતી મહિલાએ જયારે ચેકઅપ કરાવ્યું ત્યારે ખબર પડી કે તેના ગર્ભમાં ત્રણ બાળકો છે, આ સાંભળીને હેરાન થઇ ગઈ હતી. બાદમાં બાળકો દુનિયામાં આવશે તે અનુભવ વિશે વિચારીને સારો અનુભવ કરવા લાગી હતી. અત્યાર સુધી દુનિયામાં આ પ્રકારનો મામલો 20 કરોડ મામલામાં એક જોવા મળે છે.

ચેક-અપ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે ઝહરાના પેટમાં ત્રણ બાળકો છે.
ચેક-અપ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે ઝહરાના પેટમાં ત્રણ બાળકો છે.

યુકેની ઘટના, ત્રણેય બાળકો છે દીકરીઓ,
યુનાઇટેડ કિંગડમના નોટિંગહામમાં રહેતાં 28 વર્ષની ઝહરા અમિરાબાદીએ ગત વર્ષે ત્રણ દીકરી, રોયા, અદીના અને સેફિયાને જન્મ આપ્યો હતો. ઝહરા અને તેના પતિ અશરફ રૈદને 12 અઠવાડિયા પછી ચેકઅપ કરાવવા ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે બંને ત્રણ બાળકોના માતા-પિતા બનશે.

બાળકોના માતા-પિતા પણ જોડિયા જન્મ્યા હતા
ઝહરા અને અશરફ બંને તેમના પોત-પોતાના પરિવારોમાં જોડિયા જન્મ્યા હતા. પરંતુ, તેઓ ક્યારેય વિચાર્યું હતું કે તેઓને ત્રણ બાળકો સાથે થશે.

મજાક બની ગઈ હકીકત
મીરર અખબાર સાથે વાત કરતા ઝહરાએ કહ્યું હતું કે, જ્યારે હું મારુ ચેક અપ કરાવવા ગઈ હતી ત્યારે અશરફ સાથે મજાકમાં કહ્યું હતું કે, આપણા બાળકો જુડવા હશે તો શું થશે? આ વાત પર અશરફે કહ્યું હતું કે, આવું નહીં થાય. હકીકતમાં અશરફની વાત સાચી જ નીકળી હતી. ચેકઅપમાં અમને ખબર પડી કે, હું એક, બે નહીં પરંતુ ત્રણ બાળકોની માતા બનવા જઈ રહી છું તો મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી બાદમાં મને હસવું આવી ગયું હતું.

ઝહરાને ઘણી તકલીફ પડી
ગર્ભાવસ્થા દરમિયાન ઝહરાને ઘણી સમસ્યાઓ હતી, તે પણ યોગ્ય રીતે ઊંઘી શકતી ન હતી. જ્યારે ત્રણ બાળકોનો જન્મ થયો ત્યારે રોયા અને અદીના એક જ નાળથી જોડાયેલ હતી જ્યારે સેફિયા નાળથી જોડાયેલી હતી.

જયારે ત્રણેય બાળકોનો જન્મ થયો ત્યારે દેખાવમાં એકસરખા લાગતા જ હતા, હવે ત્રણેય બાળકીઓ 7 મહિનાની થઇ ચુકી છે.