તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The Most Expensive Divorce, The Son Will Give Rs 760 Crore To The Mother On Behalf Of The Father

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંડન:સૌથી મોંઘા ડિવોર્સ, દીકરો પિતા વતી માતાને 760 કરોડ રૂપિયા આપશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

છૂટાછેડાના ઘણા કેસો સામે આવતા હોય છે જેમાં એક પક્ષ બીજા પક્ષાને ઘણા બધા પૈસા આપે છે. બ્રિટનમાં છૂટાછેડાનો એક એવો કેસ સામે આવ્યો છે જ્યાં એક પતિ-પત્નીની વચ્ચે છૂટાછેડાના ઝઘડામાં દીકરા દ્વારા માતાને લગભગ 760 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ બ્રિટનના સૌથી મોંઘા ડિવોર્સ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, આ ચૂકાદો લંડનની એક કોર્ટે આપ્યો છે. આ સમગ્ર કેસ લંડનના જ ફરહાદ-તાતિયાના નામના દંપતિ અને તેમના દીકરા તૈમૂર સાથે સંબંધિત છે. જજે પોતાના ચુકાદામાં આરોપી પુત્રને બિનપ્રામાણિક વ્યક્તિ ગણાવ્યો છે, જે પિતાને મદદ કરવા માટે કંઇ પણ કરી શકે છે.

શું છે સમગ્ર કેસ
હકીકતમાં તૈમૂર ઈચ્છતો હતો કે પિતાની સંપત્તિમાં હિસ્સો ન વહેંચાય અને તલાક સમયે માતાને વધુ વળતર આપવામાં ન આવે. રિપોર્ટના અનુસાર, જજે પોતાના આદેશમાં કહ્યું છે કે, અબજોપતિ ફરહાદના દીકરા તૈમૂરે પોતાના પિતાની સંપત્તિને છુપાવી છે.

પૈસા છુપાવવાના આરોપમાં તૈમૂરે જણાવ્યું હતું કે, તે વિદ્યાર્થી હતો ત્યારે તેને વ્યવસાય શરૂ કર્યો હતો, જેમાં તેને નુકસાન થયું હતું. તેણે દલીલ કરી હતી કે તે પોતાના પિતાના આ પૈસાને પોતાની માતાથી છૂપાવી નહોતો રહ્યો, પરંતુ વ્યવસાય કરતી વખતે તેણે આ પૈસાનું નુકસાન થયું હતું.

પોતાના આદેશમાં જજે કહ્યું કે, તૈમૂર પોતાની માતાને વૈવાહિક સંપત્તિનો એકપણ રૂપિયો લેવાથી કેવી રીતે રોકી શકે છે. જજે તૈમૂરની માતા તાતિયાનાનો પણ પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો. તે ઇચ્છતી હતી કે છૂટાછેડા દરમિયાન મળનારી સંપત્તિમાં લંડનનો લક્ઝરી એપાર્ટમેન્ટ તેને મળે. જો કે, તેના બદલામાં તે પૈસા પણ લેવા તૈયાર હતી.

અંતમાં જજે પોતાનો નિર્ણય સંભળાવ્યો. જજે આદેશ કર્યો કે તૈમૂર પોતાના માતાને હવે 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 760 કરોડ રૂપિયા આપશે.

પારિવારિક વિવાદ કેવી રીતે વધ્યો
રિપોર્ટના અનુસાર, તૈમૂરના પિતા ફરહાદનો જન્મ અઝરબૈજાનમાં થયો હતો. ફરહાદે નવેમ્બર 2012માં રશિયન ગેસ ઉત્પાદકમાં પોતાની ભાગેદારી 1.4 અબજ ડોલરમાં વેચીને આટલી મોટી સંપત્તિ ઉભી કરી હતી. જો કે, તેને પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ચૂકવણી તરીકે એક પણ રૂપિયો આપવાની ના પાડી દીધી હતી.

તલાક બાદ જ્યારે તાતિયાનને કંઈ ન મળ્યું તો તેને કેસ દાખલ કર્યો. એટલું જ નહીં તેને ઓછામાં ઓછા 6 દેશમાં તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો. ત્યારબાદ લંડનની અદાલતે આ ચુકાદો આપ્યો. જો કે, ફરહાદે કોર્ટના નિર્ણયને ખોટો અને ગુમરાહ કરતો હોવાનો ગણાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો