જ્યોર્જિયા:મોડલે પોતાના જ પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દીધી, હાથમાં બંદૂક લઈને વીડિયો રેકોર્ડ કરી રહી હતી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
જ્યોર્જિયામાં વીડિયો રેકોર્ડિંગ દરમિયાન એક એવી ઘટના ઘટી જે ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં લોરેન હંટર દમન નામની વેબકેમ મોડલેઅ ભૂલથી પોતાના પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દીધી. - Divya Bhaskar
જ્યોર્જિયામાં વીડિયો રેકોર્ડિંગ દરમિયાન એક એવી ઘટના ઘટી જે ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં લોરેન હંટર દમન નામની વેબકેમ મોડલેઅ ભૂલથી પોતાના પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દીધી.
  • મોડલે અધિકારીઓને કહ્યું કે તેની પાસે ચેટર નામનું એક વેબ પ્લેટફોર્મ છે જ્યાં તે પોતે વીડિયો નાખે છે અને લોકો વીડિયો જોવા માટે પૈસા ચૂકવે છે

ફિલ્મોના શુટિંગ દરમિયાન ઘાયલ થવાની ઘટનાઓ સાંભળવા મળતી હોય છે. પરંતુ જ્યોર્જિયામાં વીડિયો રેકોર્ડિંગ દરમિયાન એક એવી ઘટના ઘટી જે ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં લોરેન હંટર દમન નામની વેબકેમ મોડલેઅ ભૂલથી પોતાના પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દીધી. ઘરની અંદર વીડિયો રેકોર્ડ કરી રહી હતી. આ દરમિયાન તેના હાથમાં એક ગન હતી.

બંદૂકમાં ગોળી હોવાની વાત મોડલને નહોતી ખબર
ડેલી સ્ટારના એક રિપોર્ટના અનુસાર, દુર્ઘટનાના સમાચાર મળતા જ પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી તો જોયું કે મોડલ ઘાયલ હતી. મોડલ લોહીના ખાબોચિયામાં પડી હતી અને દર્દથી તડપતી હતી. મોડલે જાતે સ્વીકાર્યું કે તેનાથી ભૂલથી આવું થયું, તેને નહોતી ખબર કે બંદૂકમાં ગોળી હતી.

તપાસમાં સામે આવી આ વાત
પોલીસે બંદૂક જપ્ત કરી લીધી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મહિલાઓ ભૂલથી પોતાને ગોળી મારી લીધી અને ઘાયલ થઈ ગઈ. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે તેને જાણી જોઈને આવું નથી કર્યું. મહિલાએ જે ગોળી પોતાના પર ચલાવી હતી. જો કે, ગોળી મોડલના શરીરમાં ન ગઈ. ગોળી મોડલને સ્પર્શ કરીને જતી રહી.

ઘટનાના દિવસે શું બન્યું હતું?
રિપોર્ટ મુજબ મોડલે ભૂલથી ગોળી ચલાવી હતી. મોડલનું નામ લોરેન હંટર દમન છે અને 27 વર્ષની છે. કહેવાય છે તે પોતાના બેડરૂમમાં એકલી હતી ત્યારે તેનાથી 9 મિમીની બંદૂકથી ગોળી છૂટી ગઈ હતી. ત્યાં જ રહેતા જોર્ડન એલને જણાવ્યું કે તેની પાસે બંદૂક છે. તેણે જેવો ગોળીનો અવાજ સાંભળ્યો કે તે બેડરૂમ તરફ ભાગ્યો. એલને કહ્યું કે જમીન પર ચારેબાજુ લોહી હતું. પાસે મોડલ દર્દથી કણસતી હતી અને ભૂલથી ગોળી ચલાવવા બદલ માફી માગી રહી હતી. મોડલે અધિકારીઓને કહ્યું કે તેની પાસે ચેટર નામનું એક વેબ પ્લેટફોર્મ છે જ્યાં તે પોતે વીડિયો નાખે છે અને લોકો વીડિયો જોવા માટે પૈસા ચૂકવે છે. ત્યાં રહેનારી એક અન્ય વ્યક્તિએ પણ પુષ્ટિ કરી કે મોડલે પોતાને ભૂલથી ગોળી મારી હતી.

રિપોર્ટના અનુસાર, તે જે વેબ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તેને ચેટરબેટ કહે છે. આ એક લોકપ્રિય એડલ્ટ સાઈટ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ફાયરિંગ સમયે મોડલ લાઈવ રેકોર્ડિંગ કરી રહી હતી કે નહીં. કારણ કે જો આવું હશે તો તે બાદમાં વીડિયોને પોતાની સાઈટ પર નાખી શકે છે. હાલ ફાયરિંગ બાદ મોડલને તેના ઘર પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અધિકારીઓએ આ ઘટનાને બેદરકારી ગણાવી. એવું કહેવાય છે કે તેને લઈને કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં.