• Gujarati News
  • Lifestyle
  • The Mobile Had Been Lying In The Stomach Of The Person For 6 Months, The Doctors Operated And Removed The Mobile

વિચિત્ર કેસ:વ્યક્તિના પેટમાં 6 મહિનાથી મોબાઈલ પડ્યો રહ્યો, ડૉકટરોએ ઓપરેશન કરી મોબાઈલ કાઢ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
33 વર્ષીય વ્યક્તિના પેટમાં મોબાઈલ લગભગ 6 મહિનાથી પડેલો હતો, ડૉકટરો પણ દંગ રહી ગયાં - Divya Bhaskar
33 વર્ષીય વ્યક્તિના પેટમાં મોબાઈલ લગભગ 6 મહિનાથી પડેલો હતો, ડૉકટરો પણ દંગ રહી ગયાં
  • 33 વર્ષીય વ્યક્તિના પેટમાં મોબાઈલ લગભગ 6 મહિનાથી પડેલો હતો
  • મિસ્રની અસવાન યુનિવર્સિટી હોસ્પિટલમાંમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું.

એક દર્દીને પેટમાં દુખાવાની ફરિયાદ કરીને ડોક્ટર પાસે ગયો, તપાસ માટે જ્યારે તેનો એક્સ-રે કરવામાં આવ્યો તો ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. વ્યક્તિએ જણાવ્યું કે, લગભગ 6 મહિનાથી તેને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે દુખાવો વધી ગયો તો તે ડૉક્ટરની પાસે ગયો. જાણવા મળ્યું કે, તેના પેટમાં 6 મહિનાથી એક મોબાઈલ ફોન પડેલો હતો.

ઓપરેશન કરી મોબાઈલ કાઢ્યો હતો
મિરરના રિપોર્ટના અનુસાર, 33 વર્ષીય વ્યક્તિના પેટમાં મોબાઈલ લગભગ 6 મહિનાથી પડેલો હતો. મિસ્રની અસવાન યુનિવર્સિટી હોસ્પિટલમાંમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. ડૉક્ટરોએ તેના પેટમાંથી આખો મોબાઈલ કાઢ્યો હતો. દર્દીએ ડૉક્ટરને જણાવ્યું કે થોડા મહિના પહેલા તે આખો મોબાઈલ ફોન ગળી ગયો હતો અને તેને આશા હતી કે તે આપોઆપ બહાર આવી જશે. જો કે હજી એ જાણી શકાયું નથી કે દર્દી મોબાઈલને કેવી રીતે ગળી ગયો.

33 વર્ષીય વ્યક્તિના પેટમાં મોબાઈલ લગભગ 6 મહિનાથી પડેલો હતો. મિસ્રની અસવાન યુનિવર્સિટી હોસ્પિટલમાંમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું.
33 વર્ષીય વ્યક્તિના પેટમાં મોબાઈલ લગભગ 6 મહિનાથી પડેલો હતો. મિસ્રની અસવાન યુનિવર્સિટી હોસ્પિટલમાંમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું.

રિપોર્ટ જોઈને ડૉકટરો પણ દંગ રહી ગયાં
દર્દી જ્યારે ડૉકટરો પાસે ગયો, ત્યારે ડૉકટરોએ પેટમાં દુખાવો, આંતરડા અને પેટના ઈન્ફેક્શનની સારવાર શરૂ કરી. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેના પેટમાં મોબાઈલ ફોન છે, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. મીડિયા રિપોર્ટ અનુસાર, આસવાન યુનિવર્સિટી હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન મોહમ્મદ અલ-દહશૌરીએ જણાવ્યું હતું કે તેમણે પ્રથમ વખત આવો કેસ જોયો છે જેમાં કોઈ દર્દીએ આખો મોબાઈલ ગળી ગયો હતો.

આસવાન યુનિવર્સિટી હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન મોહમ્મદ અલ-દહશૌરીએ જણાવ્યું હતું કે તેમણે પ્રથમ વખત એક કેસ જોયો છે જેમાં કોઈ દર્દીએ આખો મોબાઈલ ગળી ગયો હતો.
આસવાન યુનિવર્સિટી હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન મોહમ્મદ અલ-દહશૌરીએ જણાવ્યું હતું કે તેમણે પ્રથમ વખત એક કેસ જોયો છે જેમાં કોઈ દર્દીએ આખો મોબાઈલ ગળી ગયો હતો.

જીવ જતા જતા બચી ગયો
મોબાઈલ ફોન છેલ્લાં 6 મહિનાથી આ વ્યક્તિના પેટમાં હતો. જેના કારણે પેટમાં તેને ઘણો દુઃખાવો થતો હતો. જો સમયસર સારવાર ન મળી હોત તો કદાચ આ વ્યક્તિનો જીવ પણ જઈ શકતો હતો. મેડિકલ રિપોર્ટ સામે આવ્યા બાદ ડૉક્ટોરે તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. ડૉક્ટરોની ટીમે સફળ ઓપરેશન કરીને પેટની અંદરથી મોબાઈલ ફોન બહાર કાઢ્યો હતો. જો કે, સર્જરી બાદ તેની તબિયત સારી છે અને રિકવરી પણ આવી રહી છે.