• Gujarati News
  • Lifestyle
  • The Mind Needs A Partner More Than The Body, February Is The Cuffing Season Of Love, September Has The Highest Birth Rate.

રોમેન્ટિક શિયાળા પાછળનું વિજ્ઞાન:શરીર કરતાં વધુ મનથી જીવનસાથીની જરૂરિયાત, ફેબ્રુઆરી છે ટૂંકા ગાળાના રોમાન્સની સીઝન, સપ્ટેમ્બરમાં સૌથી ઊંચો જન્મદરનો આંકડો નોંધાયો

20 દિવસ પહેલા

જો ઈશ્ક-વિશ્ક કોઈ કેમિકલ લોચા છે તો ઋતુ એ કેમિકલ્સને પારખતી ટેસ્ટટ્યુબ. શિયાળાની ઋતુ એ એક એવી ટેસ્ટટ્યુબ છે કે, જે આ કેમિકલ્સને તપાવીને સંબંધોમાં ગરમાવો લાવવાનું કામ કરે છે. જેની અસર શરીરથી વધુ મન પર થાય છે. વિજ્ઞાન પણ આ જ વાત કહે છે.

શિયાળામાં જેટલી જરુરિયાત ખાણીપીણી, ગરમ કપડા કે ગરમાવો આપતી ચીજવસ્તુઓની પડે છે, તેનાથી પણ વધુ જરુરિયાત હૂંફાળી લાગણીઓની પડે છે, જેથી માનસિક રીતે શાંતિ મળે. આ જ કારણ છે કે, ઠંડી પડતાં જ સંબંધોમાં ગરમાવો લાવવાની જરુરિયાત દરેક વ્યક્તિને મહેસૂસ થાય છે. જીવનમાં રોમાન્સનો અસર પણ આ જ ઋતુમાં ગાઢ અને મજબૂત બને છે.

સાઈકોલોજિકલ રિસર્ચમાં પણ એ વાત સામે આવી છે કે, ઠંડીની ઋતુમાં પાર્ટનરની જરુરિયાત શરીરથી વધુ મનને પડે છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીને ‘કફિંગ સિઝન’નો પીક મન્થ માનવામાં આવે છે અને આ કારણોસર જ સપ્ટેમબર મહિનામાં જન્મદરનો આંકડો સૌથી ઊંચો રહે છે.

ઠંડીની ઋતુને રોમાન્સની સિઝન માનવામાં આવે છે પણ શું એવો કોઈપણ પ્રેમ હોય છે કે, જે વેલેન્ટાઈન્સ ડે પછી ખતમ થઈ જાય છે? જો છે તો એવું કેમ થાય છે? આ વિશે જાણતા પહેલા ગ્રાફિક્સનાં માધ્યમથી રોમાન્સનાં 3 સ્ટેજ વિશે જાણીએ.

હવે જાણો કોઈ કેવી રીતે તમારા હૃદયમાં લાગણી જગાવીને પોતાના માટે જગ્યા બનાવી લે છે.

‘માનસિક હૂંફાળી ઘટનાઓ’ ઠંડીથી રાહત આપે છે
ઠંડીમાં લોકોને માનસિક ગરમાવાની પણ જરુરિયાત ઉદ્દભવે છે. અમુક સંશોધનમાં આ વાત સાબિત પણ થઈ ચૂકી છે અને એટલા માટે જ ઠંડીની ઋતુમાં મનને હૂંફ આપવા માટે અમુક માનસિક હૂંફાળી ઘટનાઓની જરુરિયાત ઉદ્દભવે છે.

માનસિક હૂંફાળી ઘટનાઓ એટલે કે સકારાત્મક અનુભવો. જેમ કે, અમુક લોકોને મળીને ખુશી, સુરક્ષા, ઉત્સાહ અને વિશેષ હોવાની લાગણીનો અનુભવ થાય છે. આ જ કારણ છે કે, ઠંડીની ઋતુમાં લોકોને પોતાના કોઈ અંગત મિત્ર સાથે વાત કરવી, પાર્ટનર સાથે રોમેન્ટિક ડિનર પર જવું, પાર્ટનર સાથે સમય વીતાવવો ખૂબ જ ગમે છે.

આખા દેશમાં ફિલ્મ ફેસ્ટિવલ, પુસ્તક મેળો અને અન્ય તમામ ઈવેન્ટ્સ મુખ્યત્વે ઠંડીની ઋતુમાં જ આયોજિત કરવામાં આવે છે. આ વાતની પુષ્ટિ જર્નલ ‘એડવાન્સીઝ ઈન કન્ઝ્યુમર રિસર્ચ’ની એક રિપોર્ટ પણ કરે છે. જે મુજબ ઠંડીનાં માહોલમાં ગરમીથી ભરપૂર રૂમમાં હાજર લોકો એકબીજાની નજીક હોવાનો અહેસાસ કરે છે. જ્યારે તેઓ સમાજમાં કોઈની સાથે જોડાયેલા હોતા નથી ત્યારે તેઓને વધુ ઠંડી લાગે છે.

સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે આપણે લોકોની નજીક જઈને તેના મનથી જોડાઈએ છીએ ત્યારે માનસિક હૂંફ વધે છે અને ઠંડીની અનુભૂતિ ઘટે છે. આ જ છે વિન્ટર રોમાન્સનું કારણ.

શિયાળામાં રોમેન્ટિક મૂડ બનાવવા માટે જવાબદાર હોર્મોન્સ
માનવીનાં મન પર હવામાનની ગાઢ અસર પડે છે. આનું એક મુખ્ય કારણ હવામાન મુજબ હોર્મોનનાં સ્તરમાં થતા ફેરફાર છે. મેલબોર્ન સ્થિત ‘બેકર હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’નાં એક સંશોધન મુજબ શિયાળામાં સેરોટોનિન હોર્મોનનું સ્તર ઘટી જાય છે, જે આપણા મૂડને બનાવવામાં અને બગાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તમને સારું મહેસૂસ કરાવતાં આ હોર્મોનને ‘હેપ્પી હોર્મોન’ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલા માટે જ આ હોર્મોનનું લેવલ નીચું હોય ત્યારે શરીરમાં ફેરફાર શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન વ્યક્તિને રોમેન્ટિક વિચારો પણ આવે છે અને મૂડ ખુશમિજાજ બની જાય છે. આ જ કારણ છે કે, હાડકાં કંપાવી દે તેવી ઠંડીમાં પણ ‘ક્રશ’ને જોતાં જ હૃદય ભરપૂર લાગણીઓથી છલકાઈ આવે છે.

અને તસ્લીમ ફાઝલી પોતાની ગઝલમાં આગળ લખે છે, 'જ્યારે પ્રેમ એક હદથી વધી જાય તો બધા દુ:ખ-દર્દ ખતમ થઈ જાય’ પરંતુ, શા માટે...?

હૂંફાળા સ્પર્શને કારણે વધતાં ઓક્સિટોસિન મૂડને વેગ આપે છે
શિયાળામાં હૂંફાળી લાગણીઓની ઇચ્છાઓ વધવાને કારણે સુરક્ષિત અને હૂંફાળો સ્પર્શ જેમ કે, હાથ પકડવાની, ગળે મળવાની જરૂરિયાત અનુભવાવા માંડે છે. તેની પાછળ કોર્ટિસોલ અને ઓક્સિટોસિન જેવા હોર્મોન્સ કામ કરે છે.

ફક્ત રોમાંટિક પાર્ટનર જ નહીં પરંતુ, માતા બાળકને ગળે લગાવે, પંપાળે, સ્તનપાન કરાવે તો પણ ઓક્સિટોસિન લેવલ વધી જાય છે. જેનાથી તે સુરક્ષિત અનુભવે છે. આ જ કારણ છે કે, રડતા બાળકને પંપાળતાં જ ચૂપ થઈ જાય છે. સ્પર્શની આ અનુભૂતિ ઓક્સિટોસિન હોર્મોનનું સ્તર વધારે છે, જે સંબંધોમાં બંધનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીરમાં ઓક્સિટોસિનનું વધેલું પ્રમાણ લોકોને ખુશી આપે છે અને મૂડ સારો બનાવે છે.

જ્યારે કોઈ અંગત તમને સ્પર્શ કરે છે ત્યારે તણાવ અને ગુસ્સો ઓછો થઈ જાય તો તેની પાછળ પણ હોર્મોન્સ કારણભૂત છે. બ્રિટિશ સાઇકોલોજિકલ સોસાયટીનાં સભ્ય અને મનોવૈજ્ઞાનિક ડૉ. માર્ટિન ગ્રાફનાં જણાવ્યા મુજબ સ્નેહથી ભરપૂર સ્પર્શ કોર્ટિસોલનાં સ્તરને ઘટાડે છે. કોર્ટિસોલ એ હાઈ બ્લડ પ્રેશર અને ચીડિયાપણાનું કારણ બને છે.

એકલતા હૂંફાળી લાગણીઓની ઇચ્છામાં વધારો કરે છે
શરીરમાં થતા જૈવરાસાયણિક ફેરફારો વસ્તુઓને જોવાની, વિચારવા અને સમજવાની તથા મહેસૂસ કરવાની ક્ષમતા પર અસર કરે છે. યુનિવર્સિટી ઓફ ટોરન્ટોનાં સંશોધકોનાં જણાવ્યા પ્રમાણે સામાજિક રીતે એકલું પડી જવાથી લોકોમાં ઠંડીનો અહેસાસ વધે છે. જો કે, સ્વજનોની નજીક રહેતા હોય ત્યારે કડકડતી ઠંડીમાં પણ હૂંફનો અહેસાસ થાય છે.

આ જ કારણ છે કે, શિયાળામાં એકલતાથી પીડાતી વ્યક્તિમાં ગરમા-ગરમ વસ્તુઓ ખાવા-પીવાની ઈચ્છા વધી જાય છે. આ સમય દરમિયાન તેઓ ગરમ લાગણીઓની જરૂરિયાત પણ અનુભવે છે.

આ જરૂરિયાત જ તેઓને રોમેન્ટિક સંબંધો તરફ ખેંચી જાય છે. ચાલો જાણીએ આ વિશે એક્સપર્ટનો અભિપ્રાય શું છે?

ઠંડીની શરૂઆતમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ટોચ પર રહે છે
નોર્થ નોર્વેની યુનિવર્સિટી હોસ્પિટલનાં સંશોધકોનાં જણાવ્યા પ્રમાણે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધવાથી લોકોમાં જાતીય પ્રવૃત્તિની ઈચ્છા પણ વધી જાય છે. આ સમય દરમિયાન લોકોની માતા-પિતા બનવાની ઇચ્છા પણ સૌથી વધુ હોય છે. આ કારણોસર જ શિયાળામાં મહિલાઓમાં પ્રેગનેન્સીનું પ્રમાણ વધારે જોવા મળે છે.

ભારત સરકારની હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ મુજબ દેશમાં સૌથી વધુ બાળકોનો જન્મ સપ્ટેમ્બરમાં થાય છે. 37 ટકા બાળકો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે જન્મે છે, જ્યારે 9.35 ટકા બાળકોનો જન્મ સપ્ટેમ્બરમાં થાય છે. આખા વર્ષ દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ બાળકો જન્મ લેતાં હોય છે કારણ કે, રોમાન્સ પણ સૌથી વધુ જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન થાય છે.

ઠંડીની ઋતુમાં પુરુષો મહિલાઓ તરફ વધુ પડતાં આકર્ષિત થાય છે
હવામાનમાં ફેરફાર થતાની સાથે જ શરીરમાં હોર્મોન્સનું સ્તર પણ ઘટી જાય છે. તેની અસર વ્યક્તિની કામ કરવાની પદ્ધતિઓથી લઈને તેની વર્તણૂક પર પણ પડે છે. SAGE જર્નલનાં એક અહેવાલ મુજબ હેટ્રોસેક્સ્યુઅલ (વિજાતીય આકર્ષણ ધરાવતાં) પુરુષો શિયાળામાં સ્ત્રીઓનાં શરીર તરફ સૌથી વધુ આકર્ષિત થાય છે, જ્યારે ઉનાળામાં આકર્ષણ સૌથી ઓછું હોય છે.

મહિલાઓ પ્રત્યેનું આ આકર્ષણ મૂડને રોમેન્ટિક બનાવે છે. આ સીઝનમાં ભારતમાં લગ્ન વધુ થાય છે. વેલેન્ટાઈન વીક અને મોટાભાગનાં પ્રેમ સંબંધો માટે પણ શિયાળાની સિઝન જવાબદાર હોય છે. મેળાઓ અને આવા અન્ય કાર્યક્રમો દરમિયાન યુગલો મળે છે અને પહેલી નજરે જ એકબીજાને દિલ આપી બેસે છે અને પછી તો પ્રેમનાં ગીતો ગણગણવા લાગે કે, ‘પહેલા પહેલા પ્યાર હે, પહેલી પહેલી બાર હે, જાન કે ભી અન્જાના, કેસા મેરા યાર હે’

પરંતુ, આ પ્રેમની લાગણી આગળ જતાં તમારા માટે આજીવન દુ:ખનું કારણ ન બને તે માટે આ સમયે સમજણપૂર્વક પગલાં લેવા જરુરી છે

ઠંડીની ઋતુમાં રોમેન્ટિક બુક્સ અને ફિલ્મો લોકોને વધુ આકર્ષે છે
સિનેમા સાથે સંબંધિત ભારતની સૌથી મોટી ઇવેન્ટ ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’ દર વર્ષે શિયાળામાં યોજાય છે. આ સીઝનમાં રોમેન્ટિક ફિલ્મો પણ ખૂબ જ હિટ રહે છે. આનું કારણ ‘જર્નલ ઓફ કન્ઝ્યુમર રિસર્ચ’ના એક અહેવાલ દ્વારા બહાર આવ્યું છે, જે મુજબ લોકો ઠંડીનાં દિવસોમાં રોમેન્ટિક ફિલ્મો જોવાનું અને રોમાન્સથી ભરેલી નવલકથાઓ વાંચવાનું પસંદ કરે છે. લોકો રોમેન્ટિક ફિલ્મો જોઈને હૂંફાળું અનુભવે છે. આનાથી તેઓને શારીરિક ઠંડીથી રાહત મળે છે. આ સમય દરમિયાન, ઘણી વખત યુવાનો કેઝ્યુઅલ ડેટિંગ શરૂ કરે છે પરંતુ, તેનાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

આ ઋતુમાં જ યુવાઓમાં રોમાન્સ વધે છે પણ તે પાર્ટનર સાથે કમિટેડ રહેવા ઈચ્છતા નથી. આ યુવાઓ વચ્ચે ઠંડીની ઋતુમાં ‘કફિંગ સિઝન’નો ટ્રેન્ડ શરુ થઈ જાય છે. ‘કફિંગ સિઝન’ કોને કહેવામાં આવે છે? પહેલા તો તે સમજીએ.

‘કફિંગ સિઝન’ એટલે કે 4 મહિનાનો પ્રેમ
દર વર્ષે સપ્ટેમ્બર અને જાન્યુઆરીની વચ્ચે 'કફિંગ સીઝન' વિશ્વભરમાં ગૂગલ ટ્રેન્ડ્સમાં જોડાય છે. 'કફિંગ સીઝન'નો અર્થ એ સમય થાય છે જ્યારે સિંગલ બોય્ઝ અને ગર્લ્સ શિયાળામાં નવા પાર્ટનરની શોધ શરૂ કરી દે છે અને શોર્ટ ટર્મ રિલેશનશિપમાં જતા હોય છે. સામાન્ય રીતે કફિંગ સિઝનની શરુઆત ઓક્ટોબરમાં થાય છે અને વેલેન્ટાઇન ડે પછી પૂરી થાય છે. આ સ્ટેજ ‘કેન્સલેશન કે કમિટમેન્ટ’નું હોય છે એટલે કે, કાં તો અલગ થઈને પોતપોતાના રસ્તે નીકળી જાય અથવા જો તમે પ્રેમમાં પડ્યા હો તો કાયમ માટે સાથે રહેવાનું વચન આપો.

આગળ વધતાં પહેલાં ગ્રાફિક્સ દ્વારા જાણી લો કે ઠંડીની શરૂઆતની સાથે આવેલ તહેવાર પછી ડેટિંગ એપ પર યૂઝર્સ વધ્યા

આ ઋતુમાં જ સિઝનલ ડિફેક્ટિવ ડિસઓર્ડર પણ થાય છે
નિષ્ણાતો કહે છે કે, શિયાળામાં લોકોને મળવાનું ઓછું થઈ જાય છે. ઠંડીથી ભરપૂર રાત લાંબી થઈ જાય છે અને દિવસો ટૂંકા બની જાય છે. આ વાતાવરણ એકલતા, ચિંતા અને હતાશામાં વધારો કરે છે. આ પરિસ્થિતિઓ ‘કફિંગ સિઝન’ નું કારણ બને છે. સોશિયલ મીડિયા મોનિટરિંગ ફર્મ બ્રાન્ડ વોચનાં રિપોર્ટ પ્રમાણે જેમ-જેમ વાતાવરણ ઠંડું થતું જાય છે તેમ-તેમ સોશિયલ મીડિયા પર 'કફિંગ સિઝન'નો ટ્રેન્ડ વધવા લાગે છે. અર્બન ડિક્શનરીએ સૌથી પહેલા વર્ષ 2010માં તેના શબ્દકોશમાં ‘કફિંગ સિઝન’ શબ્દને જગ્યા આપી હતી. વર્ષ 2017માં ‘કોલિન્સ ડિક્શનરી’એ તેને 'વર્ડ ઓફ ધ યર' જાહેર કર્યો હતો.

કફિંગ સિઝન દરમિયાન ક્યારે શું થશે? તે જાણવું જરુરી છે જેથી કોઈ તમારો ફાયદો ઊઠાવી ન શકે

જો કે, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેને તેની પસંદનો જીનસાથી મળે પણ તે જીવનસાથી શોધવો મુશ્કેલ છે. ખાસ કરીને જે યુવાનોનું બ્રેકઅપ થઈ ગયું છે અથવા તો છૂટાછેડા લીધા છે તેઓને ભૂતકાળનાં સંબંધોની રોમેન્ટિક યાદો ત્રાસ આપવાનું શરૂ કરે છે. જ્યારે તેઓને રિલેશનશિપ માટે બીજો કોઈ પાર્ટનર ન મળે ત્યારે તેઓ ‘વિન્ટર કોટિંગ’ શરૂ કરી દે છે.

હવે જાણો શું છે આ વિન્ટર કોટિંગ...?
‘વિન્ટર કોટિંગ’ એ સંબંધોથી સંબંધિત સૌથી કુખ્યાત શબ્દ છે. એકલા રહેતા લોકો શિયાળા દરમિયાન ફરીથી તેમના જીવનસાથી પાસે પાછા ફરે છે અને તેનો ફાયદો ઊઠાવવાનો પ્રયાસ કરે છે. આવા ઇરાદાઓને કારણે તેનું નામ ‘વિન્ટર કોટિંગ’ રાખવામાં આવ્યું છે. આવું કરનારને ‘વિન્ટર કોટર્સ’ કહેવામાં આવે છે.

આ વિન્ટર કોટર્સ તેમના ભૂતકાળના જીવનસાથી પાસે એટલા માટે જાય છે કે, જેથી ઠંડીની ઋતુમાં તેઓ ફરીથી હૂંફાળી લાગણીઓ અનુભવી શકે છે, ઠંડીમાં એકલતાને દૂર કરે છે. તેઓ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરે છે. ‘વિન્ટર કોટર્સ’ને સ્વાર્થી માનવામાં આવે છે.

જો આ ‘વિન્ટર કોટર્સ’થી બચવું હોય તો ગ્રાફિક્સમાં આપવામાં આવેલી ટિપ્સ ટ્રાય કરો...