• Gujarati News
 • Lifestyle
 • The Marriages Of Those Watching Porn Videos Are Falling Apart, 10 Ways To Save The Marriage That Has Reached The Red Zone

સ્માર્ટફોન બન્યો ડિવોર્સનું કારણ:પોર્ન વીડિયોને લીધે લગ્નો તૂટી રહ્યાં છે, રેડ ઝોનમાં પહોંચેલી મેરેજ લાઈફને આ 5 રીતે બચાવી લો

નિશા સિંહા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાર્ટનરને ડિવોર્સ લેવો હોય તો તેનું કારણ સમજવાનો ટ્રાય કરો
 • લગ્ન બચાવવા માટે સિરિયસ હો તો તમે પોતાની ભૂલ સ્વીકારો

સાત જન્મોના વાયદા સાથે શરૂ થયેલું લગ્નજીવન આજકાલ એક દિવસ, અઠવાડિયું કે અમુક મહિનાઓમાં ભાંગી પડે છે. સંબંધો તૂટે તે પહેલાં આપણે મેરેજ લાઈફ બચાવી શકીએ છીએ.

વિલન મોબાઈલથી બચો
વર્ષ 2018માં થયેલા સ્ટડી પ્રમાણે, આશરે 17% લગ્ન મોબાઈલ ફોનને લીધે તૂટ્યાં. આ સ્ટડીમાં મોબાઈલને રિલેશનશિપનો ઇલેક્ટ્રોનિક શત્રુ કહેવામાં આવ્યો છે. કેરળની સાઈકોલોજિસ્ટ ડૉ. જ્હોન ઝકારિયાના જણાવ્યા પ્રમાણે, ડિવોર્સ સુધી પહોંચેલા મોટાભાગના લોકોએ માન્યું કે, તેમના લગ્નનો વિલન મોબાઈલ છે.

પોપ્યુલર મલયાલમ ટીવી ચેનલ અમૃતાના એક પ્રોગ્રામમાં અલગ રહેતા, ડિવોર્સી અને મેરિડ લાઈફમાં ફસાયેલા લોકો દેખાય છે. પ્રોગ્રામમાં ભાગ લેનારા 80% લોકોએ સ્વીકાર્યું કે, તેમનાં લગ્ન એક્સ્ટ્રા મેરિટલ અફેરને લીધે તૂટ્યાં. પતિ અને પત્ની હોવા છતાં બીજા સાથે પ્રેમ કરવા મોબાઈલનો ઉપયોગ કર્યો. ઘણા લોકોએ બીજે પ્રેમ શોધવા માટે વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ડેટિંગ સાઇટ્સની મદદ લીધી અને તેનું પરિણામ ડિવોર્સ સુધી પહોંચી ગયું.

ડિવોર્સનું કારણ પોર્નોગ્રાફી
મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસના રિપોર્ટ પ્રમાણે, ડિવોર્સના કેસમાં ઉત્તર પ્રદેશ પછી કેરળ બીજા નંબરે છે. તેના ઘણા બધા કારણમાં એક પોર્નોગ્રાફી પણ છે. કેરળનું કોચી શહેર ક્રાઇમના સાઇબર હબ તરીકે દેખવામાં આવે છે. બેંગ્લુરુની રેવા યુનિવર્સિટીમાં થયેલા સ્ટડી પ્રમાણે, કેરળ પોર્ન કન્ટેન્ટનો સૌથી મોટો ગઢ છે.

પોર્નોગ્રાફી અને ડેટિંગ એપ્સે પુરુષોમાં સેક્સ્યુઅલ ફેન્ટસી વધારી. આ કારણે સેક્સ બાબતે તેમની ઈચ્છાઓમાં નેગેટિવ અને હિંસાત્મક ચેન્જ આવ્યા. આ આદતમાં ડૂબેલા પતિઓ ઈચ્છે છે કે તેમની પત્ની પણ બેડ પર તે જ રીતે બિહેવ કરે. જો પત્ની ઈચ્છા પૂરી ના કરે તો તેઓ એક્સ્ટ્રા મેરિટલ સંબંધમાં પડે છે. તેનું પરિણામ છૂટાછેડા હોય છે.

બીજા દેશ કરતાં સારું, પણ ડરવું જરૂરી છે

 • જો કે, એક વાત એ પણ છે કે, બીજા દેશોની સરખામણીમાં ભારતમાં ડિવોર્સ રેટ ઘણો ઓછો છે. ડિવોર્સના કારણોમાં લગ્ન પછી અફેર અને કમ્યુનિકેશન ગેપ સૌથી મોટું કારણ જણાવ્યું.
 • વર્ષ 2019માં ડિવોર્સ લેનારી દક્ષિણ ભરતની એક ટીચરે કહ્યું કે, મારો પતિ દિવસમાં એકથી બે જ મિનિટ વાત કરતો હતો. પતિ-પત્ની વચ્ચે સંબંધીઓના હસ્તક્ષેપથી પણ ઘણાં લગ્ન તૂટ્યાં. આ કારણથી 8% લગ્નજીવનનો અંત આવ્યો.

મેરેજ પ્રોબ્લેમ સોલ્વ કરવા શું કરશો?
સારથી કાઉન્સલિંગ સર્વિસની સાઈકોલોજિસ્ટ શિવાની મિસરી સાહુના જણાવ્યા પ્રમાણે:

લગ્ન તૂટવાનાં સિગ્નલને સમજો

 • જ્યારે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને શરૂઆતથી જ બોલાચાલી થાય. વાતચીતમાં બને એકબીજાની મજાક ઉડાવતા હોય.
 • જ્યારે પતિની ટીકાથી તમને દુઃખ થાય. ટેનની નેગેટિવ કમેન્ટ સહન ના કરી શકો.
 • પાર્ટનર સાથે નાની-મોટી વાતમાં ઝઘડો કરતી વખતે હાર્ટબીટ વધી જાય.

રેડ ઝોનમાં પહોંચેલાં લગ્નને આ રીતે બચાવો:

 • જો તમને મેરેજ લાઈફ બચાવવી અશક્ય લગતી હોય તો તમે કોઈ પણ ખચકાટ વગર પ્રોફેશનલની મદદ લો.
 • એકબીજાને સન્માન આપો. વાત-વાતમાં બોલાચાલી ના કરવી.
 • ઓનલાઇન ડેટિંગ કે પોર્નની માયાજાળમાં ફસાઈ ગયા હો તો પાર્ટનરને લઈને તેનું સોલ્યુશન લાવો. ભરોસાલાયક લોકો કે પ્રોફેશનલની મદદ લેવા ગભરાવું નહીં.
 • પાર્ટનરને ડિવોર્સ લેવો હોય તો તેનું કારણ સમજવાનો ટ્રાય કરો. ઘણીવાર કમ્યુનિકેશનની કમી પણ તલાકનું કારણ બને છે.
 • લગ્ન બચાવવા માટે સિરિયસ હો તો તમે પોતાની ભૂલ સ્વીકારો. તમારું માન વધી જશે અને રિલેશન પહેલાં કરતાં વધારે મજબૂત બનશે.