• Gujarati News
  • Lifestyle
  • The Man Sought The Help Of A Tarot Card Reader To Get Rid Of His Ex girlfriend's Curse, He Demanded Compensation Of Rs 1.87 Crore

અમેરિકા:એક્સ ગર્લફ્રેન્ડની મેલી વિદ્યાથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ ટેરો કાર્ડ રીડરની મદદ લીધી, સમસ્યા દૂર ન થતાં તેણે 1.87 કરોડ રૂપિયાનું વળતર માગ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના મૅરો રેસ્ટ્રોપે નામના વ્યક્તિએ ટેરો કાર્ડ રીડર પર કેસ કર્યો
  • ટેરો કાર્ડ રીડરે દાવો કર્યો હતો કે તેણી એક્સ ગર્લફ્રેન્ડે તેના પર મેલી વિદ્યા કરી હતી
  • તે દૂર કરવા માટે અને લગ્ન જીવન બચાવવા માટે ટેરો કાર્ડ રીડરે પૈસા લીધા હતા

અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિચિત્ર ઘટના બની છે. મૅરો રેસ્ટ્રોપે નામના વ્યક્તિએ ટેરો કાર્ડ રીડર પાસેથી $25,000 (આશરે 1.87 કરોડ રૂપિયા)નું વળતર માગ્યું છે. મૅરોની એક્સ ગર્લફ્રેન્ડે તેના પર ભૂતબાધા કરી હોવાનો દાવો ટેરોકાર્ડ રીડરે કર્યો હતો. આ ભૂતબાધા દૂર કરવા માટે તેની પાસેથી મસમોટી રકમ લેવામાં આવી હતી.

પોતાનું લગ્ન જીવન બચાવવા માટે મૅરો ટેરો કાર્ડ રીડર અને માનસિક રોગ નિષ્ણાત સોફિયા અડામ્સ પાસે ગયો હતો. સોફિયા તેને જણાવે છે કે તેની એક્સ ગર્લફ્રેન્ડે એક ડાકણ બોલાવી તેના પર મેલીવિદ્યા કરી છે. આ મેલીવિદ્યાને કારણે તેનાં લગ્ન જીવન પર સંકટ હોવાનો ટેરો કાર્ડ રીડરે દાવો કર્યો હતો.

ખાસ તંત્ર વિધિ કરી ડાકણની મેલીવિદ્યા દૂર કરવા માટે સોફિયાએ મૅરો પાસેથી પહેલાં $1,000 (આશરે 74,000 રૂપિયા) માગ્યા. આ પૈસાથી તેણે તંત્ર મંત્ર કરી મેલીવિદ્યા દૂર કરવાનો દાવો કર્યો.

મૅરોનું કહેવું છે કે પૈસા ભર્યા હોવા છતાં અને વિધિ કર્યા બાદ પણ તેને અનિદ્રા, એન્ઝાયટી અને ગુસ્સો આવતો હતો. મસમોટી રકમ આપ્યા બાદ પણ પોતાની સમસ્યા દૂર ન થતાં તેણે કોર્ટમાં કેસ કરી વળતર માગ્યુ. કોર્ટમાં કેસ કરી તેણે ટેરો કાર્ડ રીડર પાસેથી 1.87 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.