વિચિત્ર શોખ:આ વ્યક્તિ બેંકની નોકરી છોડીને ' ડ્રેગન' બની ગયો, આ માટે તેણે ખર્ચ્યા 61 લાખ રૂપિયા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગરોળી અને સાપ પ્રત્યે એટલો પ્રેમ છે કે તેણે પોતાનું આખું શરીર અજગર જેવું બનાવી દીધું. - Divya Bhaskar
ગરોળી અને સાપ પ્રત્યે એટલો પ્રેમ છે કે તેણે પોતાનું આખું શરીર અજગર જેવું બનાવી દીધું.
  • લોસ એન્જલસ નિવાસી રિચાર્ડે હવે જેન્ડરલેસ બનવાનું નક્કી કર્યું
  • હવે પ્રાઈવેટ પાર્ટ કાપવાની તૈયારીમાં છે

દુનિયામાં વિવિધ પ્રકારના શોખ ધરાવતા લોકો હોય છે. કોઈને સુંદર દેખાવાનો શોખ હોય છે તો કોઈને ટેટૂનો શોખ હોય છે. તમે આખા શરીર પર ટેટૂ હોય તેવા લોકોને તો જોયા હશે પરંતુ અમેરિકામાં એક વ્યક્તિ પોતાના વિચિત્ર શોખને લઈને ચર્ચામાં છે. આ વ્યક્તિને ગરોળીથી એટલો પ્રેમ હતો કે તેણે તેના જેવા દેખાવા માટે પોતાની જાતને બદલી નાખી. તમને આ વાત વિચિત્ર લાગશે, પરંતુ આ સાચું છે. આ વિચિત્ર શોખ પૂરો કરવા માટે, આ વ્યક્તિએ બેંકની નોકરી પણ છોડી દીધી. લોસ એન્જલસના રહેવાસી રિચાર્ડ હર્નાન્ડેઝ આ ટ્રાન્સફોર્મેશન માટે પોતાની નોકરી પણ છોડી દીધી.

અત્યારે લોકો રિચાર્ડને ટિયામેટ લીજન મેડુસાના નામ તરીકે ઓળખે છે. ગરોળી અને સાપ પ્રત્યે એટલો પ્રેમ છે કે તેણે પોતાનું આખું શરીર અજગર જેવું બનાવી દીધું. ડ્રેગન લુક મેળવવા માટે રિચાર્ડે 61 લાખ રૂપિયા પોતાના પર ખર્ચ્યા છે. આ પરિવર્તન જોયા પછી દરેકને આશ્ચર્ય થાય છે. રિચાર્ડ ડ્રેગન જેવો દેખાવા લાગ્યો છે. એટલું જ નહીં, તેણે હોર્મોન્સ દ્વારા પોતાના બ્રેસ્ટ પણ વધારી દીધા છે.

હવે પ્રાઈવેટ પાર્ટ કાપવાની તૈયારીમાં છે
લોસ એન્જલસ નિવાસી રિચાર્ડે હવે જેન્ડરલેસ બનવાનું નક્કી કર્યું છે. તેને મીડિયાને જણાવ્યું કે, હવે તે ન તો સ્ત્રી રહેવા માગે છે ન પુરુષ. તે પોતાના પ્રાઈવેટ પાર્ટને દૂર કરવાની તૈયારીમાં છે. તેને જણાવ્યું કે, લોકો તેને કોઈ વસ્તુની જેમ બોલાવે. એક સમયે બેંકના વાઇસ પ્રેસિડેન્ટ હતા તેવા રિચાર્ડનું પરિવર્તન જોયા પછી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

મુશ્કેલીમાં બાળપણ વીતાવ્યું હતું
રિચાર્ડે પોતાનું દુઃખદ બાળપણ પણ લોકો સાથે શેર કર્યું. રિચાર્ડે કહ્યું કે તેના માતાપિતાએ તેને બાળપણમાં છોડી દીધો હતો. આ પછી, તેણે તેના માતાપિતા તરીકે લોકોને સાપનો પરિચય કરાવ્યો. હવે ડ્રેગન લેડી તરીકે લોકપ્રિય રિચર્ડના અનુસાર જે જંગલમાં તેના માતા-પિતાએ તેને એકલો છોડી દીધો હતો, ત્યાં ઘણા સાપ રહેતા હતા જ્યાં તેના માતાપિતાએ તેને એકલો છોડી દીધો હતો. પરંતુ સાપોએ તેને નુકસાન પહોંચાડ્યું નહીં. આ પછી રિચાર્ડે સાપને તેના માતાપિતા તરીકે સ્વીકાર્યા. જ્યારે રિચાર્ડ 11 વર્ષનો હતો ત્યારે રિચાર્ડને સમજાયું કે તે ગે છે. પછીના કેટલાક વર્ષો સુધી, રિચાર્ડ છુપાઈને પોતાને એખ છોકરીની જેમ ટ્રીટ કરતો. પરંતુ બાદમાં તેણે પોતાને ટ્રાન્સફોર્મ કરવાનો નિર્ણય કર્યો.

એક્સટ્રીમ મોડિફિકેશન કરાવ્યું
રિચાર્ડે પહેલા થોડા વર્ષો સુધી બેંકમાં કામ કર્યું. ખૂબ નાની ઉંમરે, તેણે બેંકિંગ સેક્ટરમાં પ્રગતિ પ્રાપ્ત કરી લીધી. પરંતુ તે પછી તેને સમજાયું કે તેનું જીવન 9થી 6ની નોકરી માટે નથી. તેણે પોતાના શરીરમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. તેણે તેના શરીર પર ઘણા ટેટૂ કરાવ્યા. તે જ સમયે, તેણે તેની જીભ, તેના કાન કાપી નાખ્યા. તેણે પોતાને ડ્રેગન બનાવવા માટે તેના કપાળ પર શિંગડા પણ ઉગાડ્યા. હવે 2025 સુધીમાં તે સંપૂર્ણ ડ્રેગન બનવાની તૈયારી કરી રહ્યો છે.