• Gujarati News
  • Lifestyle
  • The Man Lived For 2 Days With A 4 inch Piece Of Cement Trapped In His Heart And Lungs, And Had Immediate Surgery By Knocking On The Hospital Door.

શૉકિંગ:આ વ્યક્તિ 2 દિવસ સુધી હૃદય અને ફેફસાંમાં ફસાયેલા 4 ઈંચના સિમેન્ટના ટુકડા સાથે જીવતો હતો, હોસ્પિટલના દરવાજાં ખખડાવતાં તાત્કાલિક સર્જરી થઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • કિફોપ્લાસ્ટી સર્જરી કરાવ્યા બાદ સિમેન્ટનો ટુકડો સરી પડી તેનાં હૃદયમાં જતો રહ્યો
  • 2 દિવસ સુધી આ સ્થિતિમાં રહ્યા બાદ તેની સારવાર કરવામાં આ

ઈંગ્લેન્ડથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 56 વર્ષના એક વ્યક્તિને છાતીમાં દુખાવો થતો હતો. 2 દિવસ પીડા સહન કર્યા બાદ તે હોસ્પિટલમાં ગયો તો તેને માલુમ પડ્યું કે તેના હૃદય અને ફેફસાંમાં 4 ઈંચનો સિમેન્ટનો ટુકડો ફસાયેલો છે.

'ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીન' નામની મેડિકલ જર્નલમાં આ કિસ્સો પ્રકાશિત થયો છે. નવાઈની વાત એ છે કે અઠવાડિયાં પહેલાં જ આ વ્યક્તિએ 'કિફોપ્લાસ્ટી' સર્જરી કરાવી હતી. આ સર્જરીમાં સ્પાઈન ઈન્જરીની સારવારમાં એક ખાસ પ્રકારના સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

લાલ એરોમાં જોઈ શકાય છે કે સિમેન્ટનો ટુકડો હૃદયને ભેદી ગયો છે
લાલ એરોમાં જોઈ શકાય છે કે સિમેન્ટનો ટુકડો હૃદયને ભેદી ગયો છે

રિપોર્ટ પ્રમાણે આ સિમેન્ટનો ટુકડો વ્યક્તિના હૃદયને ભેદી ગયો. દર્દીએ હોસ્પિટલના દરવાજા ખખડાવ્યા બાદ તેનો X-રે કરવામાં આવ્યો. તેમાં સિમેન્ટનો 4 ઈંચનો ટુકડો દેખાતા ડૉક્ટરે તાત્કાલિક દર્દીની સારવાર કરી.

અમેરિકન એસોસિએશન ઓફ ન્યૂરોલોજિકલ સર્જન્સના જણાવ્યા પ્રમાણે, 'કિફોપ્લાસ્ટી' સર્જરીમાં સિમેન્ટના લીકેજના 2% કેસ સામે આવે છે. દર્દીના નબળાં હાડકાંને કારણે આ સ્થિતિ બને છે.

અન્ય સમાચારો પણ છે...