તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The Man From The Philippines Owns Toys From More Than 20,000 Fast Food Restaurants, Including His Name In The Guinness World Records Since 2014.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રમકડાંનો ગાંડો પ્રેમ:ફિલિપાઈન્સના આ વ્યક્તિ પાસે 20 હજારથી પણ વધારે ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંના રમકડાં છે, 2014થી ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ સામેલ

16 દિવસ પહેલા
  • પર્સિવલ 5 વર્ષનો હતો ત્યારથી મેકડોનલ્ડ્સ, બર્ગર કિંગ અને જોલિબી સહિતના ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંના રમકડાં ભેગા કરતો હતો
  • પર્સિવલ આ રમકડાં સાથે રમે છે અને તેની ખુબ સંભાળ કરે છે
  • તેનું સ્વપ્ન રમકડાંના કલેક્શનને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાનું છે

બાળપણના રમકડાં ભેગા કરવાનો ઘણા લોકોને શોખ હોય છે પરંતુ શું આ શોખ એવો હોઈ શકે જેથી તમારું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં આવી જાય! જીહા ફિલિપાઈન્સનો 50 વર્ષનો ગ્રાફિક આર્ટિસ્ટ પર્સિવલ લુગના નામે રમકડાં ભેગા કરવાનો રેકોર્ડ છે. તેની પાસે ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંના આશરે 20 હજાર રમકડાં છે.

5 વર્ષની ઉંમરથી રમકડાં ભેગા કરતો હતો
પર્સિવલ 5 વર્ષનો હતા ત્યારથી મેકડોનલ્ડ્સ, બર્ગર કિંગ અને જોલિબી સહિતના ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંના રમકડાં ભેગા કરતો હતો. 5 દાયકા પછી તેની પાસે 20 હજારથી પણ વધારે રમકડાં છે. 2014થી રમકડાં ભેગા કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તેના નામે છે. 2014માં તેની પાસે 10 હજારથી વધારે રમકડાં હતા.

તે હંમેશાં આ રમકડાં સાથે રમે છે. પર્સિવલ કહે છે કે રમકડાં સાથે મેમરી જોડાયેલી છે. દરેક રમકડું અલગ સ્ટોરી યાદ અપાવે છે. તે રમકડાંની ખુબ સાચવણી કરે છે. આટલા બધા રમકડાંમાંથી તેના માટે સૌથી ખાસ "Hetty Spaghetti"છે. આ રમકડું Jollibeeનું છે. તે 1988માં તેની માતાએ આપ્યું હતું.

મ્યુઝિયમ બનાવવાનું સ્વપ્ન
તેનું સ્વપ્ન આ રમકડાંના કલેક્શનને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાનું છે. તેથી દરેક વિઝિટર્સ પોતાની બાળપણની યાદોમાં ખોવાઈ શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો