આશ્ચર્યમ્:આ પુરુષ એક દિવસ માટે પ્રેગ્નન્ટ થયો, હાલત એવી કફોડી થઈ કે પથારીમાંથી ઊભો પણ ન થઈ શક્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેટલેન્ડ હેન્લી નામના વ્યક્તિએ એક દિવસ માટે પ્રેગ્નન્સીનો અનુભવ કરવા પ્રયોગ કર્યો
  • મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન કેવા પડકારોનો સામનો કરે છે તે જાણવા માટે 1 દિવસ પ્રેગ્નન્ટ થયો

પ્રેગ્નન્સી અર્થાત ગર્ભાવસ્થા મહિલાઓ માટે એક અનેરો સુખમય અનુભવ હોય છે, પરંતુ આ દરમિયાન પોતાના ગર્ભમાં 9 મહિના સુધી બીજો જીવ સાચવીને રૂટિન કામ કરવા અઘરાં બની જાય છે. આ સંઘર્ષ ફક્ત એક માતા જ સમજી શકે છે કે આ દરમિયાન તેમને ઘણી ફિઝિકલ અને મેન્ટલી ચેલેન્જનો સામનો કરવો પડી છે. આ ચેલેન્જનો એક્સપિરિઅન્સ લેવા માટે મેટલેન્ડ હેન્લી નામના કન્ટેન્ટ ક્રિએટરે પોતાની જાતને તૈયાર કરી. હેન્લીનો પ્રેગ્નન્સીનો અનુભવ કરવાનો પ્રયાસ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

ગર્ભાવસ્થાનો અનુભવ કરવા માટે હેન્લી પોતાના પેટ પર એક મોટું તડબૂચ રાખી તેને ક્લિંગ રોલ અર્થાત એક પ્લાસ્ટિકના રેપર વડે બાંધી દે છે. બ્રેસ્ટના વજન માટે તે તેની છાતીએ 2 શક્કર ટેટી બાંધી દે છે. આ રીતે તે શરીર પર વધારાના વજન સાથે પોતે પ્રેગ્નન્ટ હોવાનો અનુભવ કરી રોજિંદા કામ કરવાનો પ્રયાસ કરે છે.

પ્રેગ્નન્સીના અનુભવ માટે હેન્લીએ પોતાના શરીર પર તડબૂચ અને શક્કર ટેટી બાંધ્યાં
પ્રેગ્નન્સીના અનુભવ માટે હેન્લીએ પોતાના શરીર પર તડબૂચ અને શક્કર ટેટી બાંધ્યાં

હેન્લીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. તેમાં તે તડબૂચ અને ટેટીના વજન સાથે પથારીમાંથી ઊભા થવાનો પ્રયાસ કરે છે પરંતુ આ સામાન્ય કામ પણ તેને પહાડ ચડવા બરોબરનું અઘરું લાગે છે. ત્યારબાદ તે બાથરૂમ જવા અને શૂઝ પહેરવાનો પ્રયાસ કરે છે. આ કામ પણ તેને લોઢાના ચણા ચાવવાં જેવું લાગે છે.

વધારાનાં વજન સાથે હેન્લી પથારીમાંથી ઊભો પણ ન થઈ શક્યો
વધારાનાં વજન સાથે હેન્લી પથારીમાંથી ઊભો પણ ન થઈ શક્યો

પ્રેગ્નન્સીનો અનુભવ કરવા માટે એક્સ્ટ્રા વજન લઈને ફર્યા બાદ હેન્લી કહે છે કે, મને લાગ્યું હતું આ કામ તો એકદમ સરળ છે. એક નવાં શરીરને સાચવવું સરળ છે, પરંતુ આ સ્થિતિમાં પથારીમાંથી ઊભા થવું પણ મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...