સમલૈંગિક લગ્નો વિશે તમે ઘણીવાર વાંચ્યુ હશે, સાંભળ્યુ હશે અને જોયુ પણ હશે પરંતુ, શું તમે એવા સમલૈંગિકો વિશે વાંચ્યુ છે કે, જે એક એપ પર મળ્યા અને સરોગેસીનાં માધ્યમથી જુડવા બાળકોને જન્મ આપ્યો અને તે પછી તે જ બાળકોનાં પહેલા જન્મદિવસ પર લગ્નનાં બંધનમાં બંધાયા. હા, સુજાતા અને મયંકે આ રીતે જ એકબીજા સાથે જીવનભર સાથે રહેવાનો નિર્ણય લીધો હતો.
અનેક ઉતાર-ચડાવ પછી લગ્ન કર્યા
જો કે, આ એટલુ પણ સરળ નહોતુ. બંને કહે છે કે, અહી સુધી પહોંચવામાં અમે પ્રેમનો ઊતાર-ચડાવ, માતા-પિતાની નારાજગી અને સમાજનાં ટોણાઓ આ તમામ પડાવોને પાર કર્યા છે. વર્ષ 2021માં સરોગેસીનાં માધ્યમથી અમે એક દીકરા અને દીકરીને જન્મ આપ્યો. તે પછી અમારા જીવનમાં એકાએક બદલાવ આવવા લાગ્યો. અમારો પ્રેમ વધુ મજબૂત બન્યો.
પોતાની આ સ્ટોરી સુજાતા અને મયંકે ઈન્સ્ટાગ્રામનાં ઓફિશિયલ હ્યુમન્સ ઓફ બોમ્બે પર શેર કરી છે. આમાં તે બંને એકબીજાને કિસ કરતા, ગળે ભેંટતા અને બાળકોને ખવડાવતા હોય એવી ક્લિપ શેર કરી છે.
13 વર્ષ પહેલા ડેટિંગ એપનાં માધ્યમથી બંને મળ્યા હતા
મયંક અને સુજાતા વર્ષ 2010માં એક ડેટિંગ એપનાં માધ્યમથી મળ્યા હતા. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા પણ ક્યારેય એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શક્યા નહી કારણ કે, મગજમાં માતા-પિતા, સોસાયટી અને કલમ-377ને લઈને અનેક વાતો ઘૂમ્યા કરતી હતી પરંતુ, સુજાતાએ મયંકને પ્રપોઝ કરી દીધુ. તે પછી બંનેએ પોતાના પરિવારનાં સભ્યોને મનાવવાનું કામ કર્યું. સૌથી પહેલા તો આ સંબંધ માટે બહેનો રાજી થઈ અને ત્યારબાદ એક વર્ષ પછી માતા-પિતા માન્યા.
હવે ઘર બની ચૂક્યુ છે મેડહાઉસ
મયંક, સુજાતા, જુડવા બાળકો અને તેના માતા-પિતા બધા જ એકસાથે એક ઘરમાં રહે છે. તે કહે છે કે, અમારુ ઘર હવે એકદમ મેડહાઉસ બની ગયુ છે. સવાર પડતા જ કૂતરાઓ ભસવા લાગે છે, બાળકો રાડો નાખે છે અને માતા-પિતા ખીજાવવાનું શરુ કરી દે છે. બસ આ બધાની વચ્ચે એક જ વસ્તુની જીત થાય છે અને તે છે પ્રેમ.
કોહલીને પ્રપોઝ કરનારી ક્રિકેટરે મહિલા સાથે સગાઈ કરી
વિરાટ કોહલીને ઓનલાઈન પ્રપોઝ કરનારી ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેની વ્યાટે ગઈ 2 માર્ચનાં રોજ વુમન્સ ફૂટબોલ મેનેજર જોર્જી હૉજ સાથે સગાઈ કરી. તેઓએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમિકા સાથે સગાઈ કરવાની જાહેરાત કરી હતી. વ્યાટ લાંબા સમયથી ઈંગ્લેન્ડ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહી છે. જોર્જી CAA સ્પોર્ટ્સ એસોસિએશનમાં વુમન ફૂટબોલ ટીમની હેડ મેનેજર છે. તે વુમન ફૂટબોલ ટીમને મેનેજ કરવાની સાથે ટીમ સ્ટ્રેટેજી અને પ્લાનિંગનું પણ ધ્યાન રાખે છે.
પરિવારે વિરોધ કર્યો, બંને યુવતીઓએ મંદિરમાં લગ્ન કર્યા
સમલૈંગિક લગ્નની તાજેતરની એક ઘટના બિહારનાં બક્સરમાં થઈ. ડુમરાંવનાં ડુમરેજની મંદિરમાં ઓર્કેસ્ટ્રામાં કામ કરનારી બે યુવતીઓ લગ્નનાં બંધનમાં બંધાઈ. પરિવારનાં વિરોધ ભરેલા સ્વર છતાં તેઓએ આ પગલુ ભર્યું અને એકબીજા સાથે જીવવા અને મરવાના સમ ખાધા.
અનુમંડલમાં સમલૈંગિક રીતે આ પહેલા લગ્ન છે
ઓર્કેસ્ટ્રા પાર્ટીનાં સંચાલક લાલજી મુજબ અનિશાની ફેમિલી આ લગ્ન માટે રાજી છે જો કે, પાયલની ફેમિલી આ લગ્નનો ભરપૂર વિરોધ કરી રહી છે.
7 વર્ષની મિત્રતા પછી લગ્ન કર્યા
બે વર્ષ પહેલા ગુરુગ્રામની બે બહેનપણીઓએ એક મંદિરમાં જઈને એકબીજા સાથે લગ્ન કરી લીધા, આ બંનેની ઉંમર ફક્ત 20 અને 21 વર્ષની છે.
બંને છેલ્લા 7 વર્ષથી મિત્ર હતી. પટૌડી ક્ષેત્રની રહેવાસી આ બંને નિવાસીઓને અભ્યાસ કરતા-કરતા એકબીજાથી પ્રેમ થઈ ગયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.