• Gujarati News
  • Lifestyle
  • The Love Of The Innocent Was Captured On Camera By The Passengers, Even The Cow Was Fed With Their Own Hands

ટ્રેનમાં નાનકડી બાળકીએ પિતાને ખવડાવ્યું:નિર્દોષનાં પ્રેમને મુસાફરોએ કેમેરામાં કર્યો કેદ, ગાયને પણ પોતાનાં હાથે ભોજન ખવડાવ્યું છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈની લોકલ ટ્રેનમાં પિતા-પુત્રીનાં પ્રેમાળ સંબંધો દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રેનમાં નીચે બેઠેલી નાની બાળકી પિતાને કંઈક ખવડાવી રહી છે, જેને પિતા પ્રેમથી ખાય છે. આ પ્રેમાળ ક્ષણને એક મુસાફરે પોતાનાં મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જે સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે.

પહેલાં તેના પિતાને ખવડાવ્યું અને પછી પોતે ખાધું
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, નાનકડી બાળકી જે માંડ એકાદ વર્ષની હશે, તે પ્રેમથી તેનાં પિતાને ફળ ખવડાવી રહી છે. પપ્પાને ખવડાવ્યા પછી પોતે તેનાં મોઢામાં એક ટુકડો મૂકે છે. આ વીડિયોમાં પિતા પોતાની નાની દીકરીને પંપાળતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે
તે ઈન્સ્ટાગ્રામ પર ઘણાં બધા લોકો દ્નારા શેર કરવામાં આવ્યું છે. આવા જ એક હેન્ડલ પર આ વીડિયોને 60 હજારથી વધુ લાઇક્સ મળી છે. બીજા હેન્ડલ પર 1 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે.

વીડિયો જોઈને લોકો ભાવુક થઈ ગયા
લોકો આ ક્યૂટ બાળકીના વીડિયોનાં વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આ પિતા-પુત્રીનો પ્રેમ છે' બીજા એક યુઝરે લખ્યું કે, ‘આ જોઈને હું મારાં આંસુ રોકી શકતો નથી, હું મારાં પિતાને મિસ કરી રહ્યો છું.’

‘બચ્ચે મન કે સચ્ચે’, હંમેશા શેરિંગ કરીને ખાય છે
બાળકો મનનાં એકદમ ભોળાં અને સાચાં હોય છે. તેમનું મન પારદર્શક કાચ જેટલું સ્પષ્ટ અને નિસ્તેજ હોય છે. તે તેમની કિંમતી વસ્તુઓ તેમના પ્રિયજનો અથવા મનપસંદ પ્રાણીઓ સાથે પણ શેર કરે છે. આવા જ એક વીડિયોમાં એક નાનકડી બાળકી ગાયને રોટલી ખવડાવતી જોવા મળી રહી છે. રોટલી ખવડાવ્યા બાદ બાળક ગાયને પ્રેમથી કિસ કરે છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.