• Gujarati News
  • Lifestyle
  • The Little Elephant Kicked His Caretaker Out Of Bed, You Can't Help But Laugh At Madania's Fun

હાથીના બચ્ચાને ચઢી મસ્તી:નાના હાથીએ પોતાના કેરટેકરને લાત મારીને પથારીમાંથી ઉઠાડ્યો, મદનિયાની મસ્તી જોઈ તમે પણ હસ્યા વગર નહીં રહો શકો

એક મહિનો પહેલા

હાથી હજારો વર્ષોથી માણસો સાથે રહે છે. હાથી અને માણસ વચ્ચેની મિત્રતા તો ઘણી વખત જોઈ હશે અને હવે સોશિયલ મીડિયા પર એક નાના હાથીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને લોકોનું દિલ જીતી લીધું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે પોતાની પથારી માટે કેરટેકર સાથે લડી રહ્યો છે. 1 મિનિટ 8 સેંકડની ક્લિપમાં કેરટેકર બેડ પર સૂઈ રહેલો જોવા મળી રહ્યો છે. વાડમાં બંધાયેલો નાનો હાથી ખૂબ જ પ્રયત્નો કરીને બહાર આવે છે અને પછી ગાદલા પર સૂતા તેના કેરટેકર પાસે જાય છે. તે તેને લાત મારીને ઉઠાડવાનો પ્રયાસ કરે છે, જેથી તેની જગ્યાએ તે સૂઈ શકે. આ જોઈને એવું લાગે છે કે જાણે કેરટેકરે હાથીના બેડ પર કબજો જમાવી દીધો હોય.

વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિ જાણીજોઈને પોતાની જગ્યાએથી ન ઉઠીને હાથીની સાથે મસ્તી કરી રહ્યો છે. આનાથી ગુસ્સે થઈને હાથી કેરટેકરથી દૂર જવા લાગે છે. આ જોઈ વ્યક્તિ તેને પાસે બોલાવી પોતાની સાથે ગાદલા પર સૂવડાવે છે. આ વીડિયો IFS ડૉ. સમ્રાટ ગોડાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. IFS ગોડા એનિમલ લવર છે અને હંમેશાં સોશિયલ મીડિયા પર આવા મજેદાર વીડિયો પોસ્ટ કરતા રહે છે.

આ ફની વીડિયોને અત્યાર સુધી લગભગ 2 લાખ વખત જોવામાં આવ્યો છે. તેને 12 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...