તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝિલેન્ડ:કોરોના મહામારીમાં સૌથી મોટો મ્યૂઝિક કોન્સર્ટ યોજાયો, માસ્ક વગર હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા

16 દિવસ પહેલા
  • 50 હજારથી વધુ લોકો એક મ્યૂઝિક કોન્સર્ટમાં હાજર રહ્યા હતા. આ લોકોએ ન માસ્ક પહેર્યુ હતુ કે ન તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યુ

કોરોનાની બીજી લહેરે ભારતમાં હાહાકાર મચાવ્યો છે. એટલું જ નહીં ભારત સિવાય સમગ્ર દુનિયા આજે કોરોના સામે લડી રહી છે. તેવામાં એક એવો દેશ પણ છે જ્યાં લોકોને કોરોના મહામારીથી મુક્તિ મળી ગઈ છે. હાલમાં જ આ દેશમાં કોરોનાકાળ દરમિયાનનો સૌથી મોટો મ્યુઝિક કોન્સર્ટ યોજાયો છે.

50 હજારથી વધુ લોકો એક મ્યુઝિક કોન્સર્ટમાં ભેગા થયા
ન્યૂઝિલેન્ડમાં 50 હજારથી વધુ લોકો એક મ્યુઝિક કોન્સર્ટમાં ભેગા થયા હતા. આ લોકોએ કોન્સર્ટ પાર્ટી દરમિયાન ન માસ્ક પહેર્યુ હતુ કે ન તો સોશિયલ ડિસ્ટંસીંગનું પાલન કર્યુ. ન્યૂઝિલેન્ડના બેન્ડ સિક્સ60એ ઑકલેન્ડના ઇડન પાર્કમાં એક શાનદાર પરફોર્મન્સ કર્યું હતું.

દુનિયાનો સૌથી મોટો મ્યૂઝિક ફેસ્ટીવલ હતો
મળતી માહિતી અનુસાર, કોરોના મહામારી વચ્ચે યોજાયેલો આ દુનિયાનો સૌથી મોટો મ્યૂઝિક ફેસ્ટીવલ હતો. ન્યૂઝિલેન્ડે જે રીતે કોરોના મહામારીને માત આપી છે તેને જોતા સમગ્ર વિશ્વમાં તેના વખાણ થઇ રહ્યા છે. આ દેશમાં કોરોનાવાઈરસથી માત્ર 26 લોકોના જ મૃત્યુ થયા છે તેમજ અહીં કોરોનાનાં માત્ર 2601 કેસ જોવા મળ્યા છે.

ન્યૂઝિલેન્ડે ઇન્ટરનેશનલ બોર્ડર બંધ કરી અને મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની મદદથી વાઈરસને હરાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેનાર એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, ‘લકી છુ કે હું ન્યૂઝિલેન્ડમાં રહુ છુ. કારણ કે અમે જે જીંદગી જીવી રહ્યા છીએ હાલમાં તેવી જીંદગી જીવવા માટે કરોડો લોકો ફક્ત વિચારી જ શકે છે.’

બ્લૂમબર્ગ રિપોર્ટમાં કોરોનાવાઈરસ સાથે ડીલ કરનારા દેશોમાં ન્યૂઝિલેન્ડ પણ ટોપ પણ છે. જો કે, ઇન્ટરનેશનલ બોર્ડર બંધ કરવાથી દેશના ટૂરિઝ્મ સેક્ટરને મોટા પ્રમાણમાં નુક્શાન પણ થયું છે પરંતુ અત્યારે ન્યૂઝિલેન્ડે ઓસ્ટ્રેલિયા સાથે ક્વોરન્ટાઇન ફ્રી ટ્રાવેલની શરૂઆત કરી છે અને ઇકોનોમીને મજબૂત કરવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો