તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The Joke Made By A Friend Became Dangerous, Setting Fire To The Face Of The Person Who Was Going To Cut The Cake

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજાક બની આફત:મિત્ર દ્વારા કરાયેલી મજાક જોખમી બની, કેક કટ કરવા જતાં વ્યક્તિના ચહેરા પર આગ લાગી

2 મહિનો પહેલા
  • કેક કટ કરવા માટે વ્યક્તિએ છરી લીધી અને પછી તેનો મિત્ર તેના ચહેરા પર સ્નો સ્પ્રે છાંટવા લાગ્યો
  • કેક પર લાગેલી કેન્ડલ સ્પાર્કલર પણ તે સમયે ચાલુ હતી, જેના કારણે વ્યક્તિના ચહેરા પર આગ લાગી

દરેક વ્યક્તિ પોતાની બર્થડેના દિવસે પોતાને સ્પેશિયલ સમજે છે. આ દિવસે પરિવાર અને તેમના મિત્રો સ્પેશિયલ મહેસૂસ કરાવવાની સાથે સરપ્રાઈઝ પણ આપે છે. એટલું જ નહીં બર્થ ડેના દિવસે ગ્રાન્ડ સેલિબ્રેશન અને બર્થડે કેક કટ કરવી પણ હવે પરંપરા બની ગઈ છે. પરંતુ ઘણી વખત બર્થ ડેના દિવસે અનિચ્છનીય અથવા અનુચિત વસ્તુઓ જોવા મળી જાય છે. ઈન્ટરનેટ પર એક આવો જ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાની બર્થ ડે કેક કટ કરવા જઈ રહ્યો હોય છે, પરંતુ તે પહેલા તેના મિત્ર દ્વારા કરવામાં આવેલી મજાક તેના માટે જીવલેણ બની ગઈ.

બર્થ ડે કેક કટ કરતા પહેલા આફત
બર્થડેની કેક કટ કરવા જઈ રહેલી વ્યક્તિને એ ખબર પણ નહીં હોય કે તેના મિત્રો દ્વારા કરવામાં આવેલી મજાક તેના માટે કેટલી જોખમી સાબિત થશે. કેક કટ કરવા માટે વ્યક્તિએ છરી લીધી અને પછી તેનો મિત્ર તેના ચહેરા પર સ્નો સ્પ્રે છાંટવા લાગ્યો. કેક પર લાગેલી કેન્ડલ સ્પાર્કલર પણ તે સમયે ચાલુ હતી, જેના કારણે બર્થ ડે કેક કટ કરવા જઈ રહેલી વ્યક્તિના ચહેરા પર ભયંકર આગ લાગી ગઈ. તે આજુબાજુ દોડવા લાગ્યો. તેનો મિત્ર આ જોઈને ડરી ગયો અને તેના ચહેરા પર તરત આગને જ્વાળાને હોલવી દીધી.

વીડિયો જોઈએને લોકોને આવ્યો ગુસ્સો
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેમાં તેના મિત્રો દ્વારા કરવામાં આવેલી મજાકની ઘણી ટીકા થઈ રહી છે.
ઘણા લોકોએ આવી હરકત પર ગુસ્સો વ્યક્ત કર્યો. એક યુઝરે લખ્યું, મોટાભાગના લોકો આ વીડિયોને જોઈને કમેન્ટ પર હસી રહ્યા છે. તેમાં હસવા જેવી કોઈ વાત નથી કેમ કે આપણે નથી જાણતા કે તે વ્યક્તિની જિંદગી જોખમમાં છે અથવા તે સ્વસ્થ છે કે નહીં. આશા છે કે તે સ્વસ્થ હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો