• Gujarati News
  • Lifestyle
  • The Introduction Of New Dishes, Mango Delicacies And Rich Smoothies Will Boost Your Immunity Instead Of The Traditional Dishes On The Saheri, Iftar Dinner Plate.

મહામારીમાં રમઝાનની ડાયટ બદલો:સહેરી, ઈફ્તારના ભોજનના થાળમાં પરંપરાગત વ્યંજનોને બદલે નવી વાનગીઓની એન્ટ્રી, મેંગો મોહીતો અને રિચ સ્મૂધીથી તમારી ઈમ્યુનિટી વધશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણના કારણે આ વખતે નવરાત્રીમાં જે રીતે ઈમ્યુનિટીને ધ્યાનમાં રાખીને લોકો ફળાહારીની રીત બદલી, તેવી જ રીતે રમઝાનના દિવસોમાં સહેરી અને ઈફ્તારના દસ્તરખાનમાં (ભોજનનો થાળ) નવી વાનગીઓ જોવા મળી રહી છે. પરંપરાગત વાનગીઓ આ વખતે ગાયબ છે અને આરોગ્યથી ભરપુર વાનગીઓએ શહેરના રોજા રાખતા યુવાનોની વચ્ચે જગ્યા બનાવી છે. સ્વાસ્થ્યની સાથે ઘરેલુ સગવડ જ હવે દસ્તરખાનની વિશેષતા છે.

ડ્રાઈફ્રૂટ, સ્મૂધી, ફ્રેશ વેજીસ, હોમબેક્ડ પિત્ઝા હવે પોપ્યુલર
હવે સહેરીમાં ખાવામાં આવતી બકરખાની, ફૈનીનું વલણ ઘટી ગયું છે અને ઈમ્યુનિટી બૂસ્ટર અને પ્રોટિન રિચ ડાયટ હોવાને કારણે સ્પ્રાઉટ્સ ચાટ, વ્હીટગ્રાસ જ્યુસ, અને ડ્રાયફ્રૂટ્સ સ્મૂધી પોપ્યુલર છે. સિવિલ કોન્ટ્રાક્ટર અર્સલાન ખાનના ઘરે ફ્રૂટમાં ક્રીમ અને ઉકાળો દરરોજ સર્વ કરવામાં આવી રહ્યો છે. મિનરલ્સ અને મલ્ટી વિટામિનની ઊણપને પૂરી કરવા માટે મેંગો મોહીતો, બીટનો જ્યુસ, ફ્રેશ વેજીસના હોમબેક્ડ પિત્ઝા પણ ખવામાં આવી રહ્યા છે.

ડેઈલી રૂટિનમાં સામેલ કરો તુલસીનો શરબત
આર્કિટેક્ટ એસએમ હુસૈનના જણાવ્યા પ્રમાણે, રમઝાનમાં ફાસ્ટિંગ દરમિયાન કમજોરી ન આવે અને ઈમ્યુનિટી પણ વધે તેના માટે અમે તુલસીનો શરબત પી રહ્યા છીએ. સાથે ઈફ્તારમાં લીંબુ શરબત અથવા નમકીન છાશ પણ પીએ છીએ. પ્રોટિન ડાયટ માટે સ્પ્રાઉટેડ ચણા-પીનટ, આખા જવ દરરોજ ડાયટમાં સામેલ કરવા.

ડ્રાયફ્રૂટ્સ જરૂરથી ખાવા
નેશનલ હોસ્પિટલના ડાઈટિશિયન અમિતા સિંહના જણાવ્યા પ્રમાણે, રોજા રાખતા પહેલા અંજીર, દૂધ, ઈંડા, પરોઠા, સેવયા વગેરે ખાઓ. શાકભાજી અને સલાડને સહેરીમાં સામેલ કરો. શરૂઆત ખજૂર, ફ્રૂટચાટ, જ્યુસ, સ્પ્રાઉટ ચણા અથવા ડ્રાયફ્રૂટ્સથી કરો. લીલા શાકભાજી જરૂરથી લો, કેમ કે સલાડ અને લીલા શાકભાજી સરળતાથી પચી જાય છે.

સારા ડાયટનું ધ્યાન રાખવું
ડાઈટિશિયવ અલકા દૂબેના અનુસાર, ગર્ભવતી મહિલાઓ જો રોજા રાખે તો સારું ડાયટ લેવું, જેમાં સલાડ, શાકભાજી, ફળ, રાયતા જેવી દરેક વસ્તુઓ સામેલ હોય. સહેરી અને ઈફ્તારમાં ડ્રાયફ્રૂટ પણ ખાવા, જેથી એનર્જી રહે. જેમને ડાયાબિટીસની ફરિયાદ છે, તેઓએ રોજા ન રાખવા. તળેલી વસ્તુઓની જગ્યાએ કાચી અને શેકેલી વસ્તુઓ ખાવી.