લેખક : કેટ મેટજ
આજે દુનિયા અને ટેક્નોલોજી એ હદે આગળ વધી ગઈ છે કે, જે અસંભવ વસ્તુઓ હતી એ પણ સંભવ થવા લાગી છે. ઐતિહાસિક લોકો અને જે વર્ષો પહેલા દુનિયા છોડી ગયેલા લોકો સાથ વાત એટલે કે ચેટિંગ કરવું પણ શક્ય બની ગયું છે.
કેરેક્ટર AI નામની નવી વેબસાઇટમાં તમે લગભગ કોઈપણ જીવિત કે મૃત વ્યક્તિ, વાસ્તવિક કે કાલ્પનિક વ્યક્તિ સાથે આસાનીથી વાતચીત કરી શકો છો. તે પછી રાણી એલિઝાબેથ હોય કે વિલિયમ શેક્સપિયર હોય કે પછી ઈલોન મસ્ક હોય. તમે જેની સાથે વાતચીત કરવાની ઈચ્છા રાખો છો તો આ ઈચ્છા તમારી સરળતાથી પૂરી થઇ શકે તેમ છે.
ગૂગલના પૂર્વ સંશોધકે બનાવ્યું ચેટબોટ
આ ચેટબોટ પાછળ બે ગૂગલના પૂર્વ સંશોધકો, ડેનિયલ ડી ફ્રીટાસ અને નોઆમ શાજીર દ્વારા સ્થાપિત કંપની અને સાઇટ વર્ષોથી નવા પ્રકારનો ચેટબોટ વિકસાવી રહ્યા છે. આ ચેટબોટ્સ માણસોની જેમ બરાબર ચેટ કરી શકતા નથી, પરંતુ ઘણી વાર એવું જરૂર લાગે છે કે તમે માણસો સાથે વાત કરી રહ્યા છો.
તો ગત નવેમ્બરમાં ઓપન AI નામની લેબએ ChatGPT નામનો બોટ પણ લોન્ચ કર્યો હતો. આ એપની સાથે ચેટિંગ કરવાથી લાખો લોકોને એવો અનુભવ થયો હતો કે તેઓ ખરેખર કોઈ માણસ સાથે જ ચેટ કરી રહ્યાં છે. તો બીજી તરફ ગૂગલ, મેટા અને અન્ય મોટી ટેક કંપનીઓ સમાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી પર કામ કરી રહી છે.
ચેટબોટ હેટ સ્પીચ અને અભદ્ર ભાષામાં વધારો કરે છે
આ ચેટબોટ્સ ફેબ્રિકેશન અને ફેલ્સિફિકેશનના માસ્ટર્સ, ઇન્ટરનેટ પર લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ડેટામાંથી તેમની વાતચીતની કુશળતા શીખે છે. પરંતુતેમાં અપ્રિય ભાષણ, ભેદભાવ અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ સામેલ હોઈ શકે છે. ખોટા હાથમાં પડવાથી તેઓ ભ્રામક માહિતી અને અફવાઓ ફેલાવવાનું માધ્યમ પણ બની શકે છે.
માઈક્રોસોફ્ટ અને ગૂગલના ભૂતપૂર્વ AI સંશોધક માર્ગારેટ મિશેલ જણાવે છે કે, 'આ ચેટબોટ્સ સંબંધિત કોઈ માર્ગદર્શિકા ન હોવાથ, તેઓ ઇન્ટરનેટ પર પહેલાથી જ હાજર પક્ષપાતી અને ઝેરી માહિતી ફેલાવવાનું માધ્યમ બની રહ્યા છે. પરંતુ character.ai જેવી કંપનીઓનું માનવું છે કે, લોકો આ ચેટબોટ્સની ખામીઓને સમજશે અને તેઓ જે કહે છે તેના પર આંધળો વિશ્વાસ નહીં કરે.
ચેટબોટ હાલ તો મનોરંજનનું સાધન, પરંતુ ઉપયોગ વધી રહ્યો છે
હાલ તો ચેટબોટ્સ એ વિશ્વભરમાં મનોરંજક વાતચીતનું એક માધ્યમ છે. જો કે બીજી તરફ મશીનો સાથે વાતચીત કરવાનું વધુને વધુ શક્તિશાળી માધ્યમ પણ બની રહ્યું છે. નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં તેમની ખામીઓ અને નુકસાનની આશંકા દૂર થઈ જશે. આ પછી, સામાન્ય લોકો પણ તેમના શબ્દોમાં વિશ્વસનીયતા અથવા નકલી તથ્યોને ઓળખવાનું શરૂ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.