“તુ ખુદ કી ખોજ મેં નિકલ તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ તેરે વજૂદ કી સમય કો ભી તલાશ હૈ”
આવું કહેવાનું IAS સોનલ ગોયલનું છે. વર્ષ 2008માં સિવિલ સેવા એક્ઝામ પાસ કરીને ઓલ ઈન્ડિયા લેવલ પર 13મો રેન્ક પ્રાપ્ત કરનાર IAS સોનલ ગોયલ કામમાં જ નહીં પરંતુ શરીરને ફિટ રાખવામાં પણ માહિર છે.
તાજેતરમાં તેમણે પોતાને ફિટ રાખવાનું નક્કી કર્યું અને આ જર્ની દરમિયાન તેમનું 14 કિલો વજન ઘટી ગયું. તેમણે પોતાની ફિટનેસ જર્ની સોશિયલ મીડિયા પર શેર કરી અને તમામ લોકો કેવી રીતે ફિટ રહી શકે છે, એ વિશે પણ જણાવ્યું. જાણો તેમની ખાસ ઉપલબ્ધીઓ વિશે-
હરિયાણાના પાણીપતમાં જન્મેલા સોનલ ગોયલનું પહેલું પોસ્ટિંગ ત્રિપુરમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે થયું. અહીં ડીએમ હતા ત્યારે તેમણે રવિન્દ્ર નાથ ટાગોરના ઉપન્યાસમાં સામેલ નંદની નામનું કેમ્પેન ગોમતી જિલ્લામાં ચલાવ્યું હતું.
ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે
સોનલનું પોસ્ટિંગ વર્ષ 2016માં હરિયાણામાં થયું હતું. અહીં તેમણે બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, મનરેગા સહિતના અનેક અભિયાનોને સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી વખતે, તેમને નીતિ આયોગે ટોપ-25 વ્યક્તિઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સિવાય સોનલને અગરતલા મ્યુનિસિપલ કાઉન્સિલના CEO તરીકે બેસ્ટ BSUP સિટીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં, સોનલ વર્ષ 2020-23 માટે બ્રિક્સ CCI યંગ લીડર્સ ફોરમની ઓનરરી એડવાઈઝર છે.
કંપની સેક્રેટરીની ડિગ્રી લીધી, પણ IAS બની ગયાં
સોનલનો સંપૂર્ણ અભ્યાસ દિલ્હીમાં થયો છે. ડીએવીમાંથી સ્કૂલિંગ પૂરું કર્યા પછી શ્રીરામ કોલેજમાંથી બીકોમ કર્યું અને પછી સીએસ એટલે કે કંપની સેક્રેટરીની ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન તેમને મનમાં IAS બનવાનું સપનું જોયું. યુપીએસસીની તૈયારીની સાથે સાથે તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી LLB પણ કરતા હતા. પછી વર્ષ 2008માં તેમણે કાયદો અને વહીવટ બંને ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી.
ફાઈનાન્સ અને કોમર્સ સાથે સંકળાયેલા પરિવારમાંથી આવે છે
સોનલ ગોયલનો પરિવાર ફાઈનાન્સ અને કોમર્સ સાથે સંકળાયેલો છે. પિતા આઈ સી ગોયલ વ્યવસાયે સીએ છે અને માતા રેણુ ગોયલ ગૃહિણી છે. આજે બે બાળકોની માતા સોનલનો પતિ આદિત્ય આઈઆરએસ (C&IT) છે. સોનલે પોતે કોર્પોરેટ સેક્ટરમાં 3 વર્ષ સુધી કંપની સેક્રેટરી અને લીગલ એડવાઈઝર તરીકે કામ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.