• Gujarati News
  • Lifestyle
  • The Heart Of The Mother Of 7 Children Fell On The Son's Friend, The Woman Married A Young Man 29 Years Younger Than Her

અજબ પ્રેમ કી ગજબ કહાની:7 બાળકોની માતાનું દિલ દીકરાના મિત્ર પર આવ્યું, મહિલાએ તેના કરતા 29 વર્ષ નાના યુવક સાથે લગ્ન કર્યા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
7 બાળકોની માતા મેરિલિને કલ્પના નહીં કરી હોય કે પોતાના દીકરાનો મિત્ર તેનો લાઈફ પાર્ટનર બની જશે. 35 વર્ષની હતી ત્યારે મેરિલિન પહેલી વખત વિલિયમને મળી હતી. - Divya Bhaskar
7 બાળકોની માતા મેરિલિને કલ્પના નહીં કરી હોય કે પોતાના દીકરાનો મિત્ર તેનો લાઈફ પાર્ટનર બની જશે. 35 વર્ષની હતી ત્યારે મેરિલિન પહેલી વખત વિલિયમને મળી હતી.
  • અત્યારે મેરિલિનની ઉંમર 60 વર્ષની છે અને વિલિયમ સ્મિથની ઉંમર 31 વર્ષની છે
  • મેરિલિનની સ્મિથ સાથે મુલાકાત ત્યારે થઈ જ્યારે તે 16 વર્ષનો હતો

લાઈફ પાર્ટનરની ઉંમર વચ્ચે તફાવત હોવાની ઘણી વાતો તમે સાંભળી હશે પરંતુ આ કિસ્સો સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. 7 બાળકોની માતા મેરિલિને કલ્પના નહીં કરી હોય કે પોતાના દીકરાનો મિત્ર તેનો લાઈફ પાર્ટનર બની જશે. બ્રિટનમાં રહેલી મેરિલિનને પોતાના દીકરાના મિત્ર સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. જ્યારે તેમના લગ્ન થયા ત્યારે વિલિયમ 16 વર્ષનો હતો. મહિલા અને છોકરાની ઉંમરમાં 29 વર્ષનો તફાવત છે. હવે તેમના લગ્નને 12 વર્ષ થઈ ગયા છે.

અત્યારે મેરિલિનની ઉંમર 60 વર્ષની છે. મહિલાએ વિલિયમ સ્મિથ સાથે બીજા લગ્ન કર્યા છે. સ્મિથની ઉંમર 31 વર્ષની છે. મેરિલિનની સ્મિથ સાથે મુલાકાત ત્યારે થઈ જ્યારે તે 16 વર્ષનો હતો.

35 વર્ષની હતી મેરિલિન
મેરિલિન 35 વર્ષની હતી અને પોતાના બાળકોની સાથે વેસ્ટ સસેક્સના ક્રોલીમાં રહેતી હતી. ત્યારે દીકરાનો 16 વર્ષનો મિત્ર વિલિયમ તેના ઘરે ગેમ રમવા આવતો હતો, ત્યારે મેરિલિન અને વિલિયમ એક બીજાની તરફ આકર્ષિત થયા હતા.

આઘાતમાં આવી ગયા હતા બંનેના પરિવાર
મેરિલિન જણાવે છે કે, આ નિર્ણયથી બંનેના પરિવારને આઘાત લાગ્યો હતો. જો કે, મેરિલિનનો પરિવાર તેમની મિત્રતાના સંબંધોને સમજી ગયો હતો, કેમ કે વિલિયમ તેની ઘણી મદદ કરી રહ્યો હતો. ક્લિનિંગ બિઝનેસ ચલાવતી મેરિલિન જણાવે છે કે, તે વિલિયમને છોડવા નહોતી માગતી અને ફરીથી બાળકો પણ નહોતી ઈચ્છતી. પરંતુ મેં ક્યારેય પણ વિલિયમને પરિવાર બનાવવા માટે રોક્યો નથી, જો તે ઈચ્છે તો આવું કરી શકે છે.

તે મારી ડ્રીમ વૂમન છે
વ્યવસાયે ફિલ્મ પ્રોડ્યુસર વિલિયમ જણાવે છે કે, મને ખબર હતી કે અમારી વચ્ચે કંઈક ખાસ છે. તે મારી ડ્રીમ વુમન હતી અને અત્યારે પણ છે. આ નવા સંબંધ બાદ કપલ સાથે રહેતું હતું. આ સંબંધના કારણે મેરિલિનના એક દીકરાએ તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો અને વિલિયમની ફેમિલીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું પરંતુ કપલનું કહેવું છે કે તેમ છતાં પણ અમે ખુશ છીએ.

લગ્નને 12 વર્ષ થઈ ગયા
ફેબ્રુઆરી 2009માં આ કપલે લગ્ન કરી લીધા હતા, તેઓ હનીમૂન પર પણ ગયા હતા. તેમના લગ્નને હવે 12 વર્ષ થઈ ગયા છે. જ્યારે તેઓ 15 વર્ષથી સાથે રહે છે. આટલા વર્ષો બાદ પણ વિલિયમ અને મેરિલિનને લોકોની ટીકા સહન કરવી પડે છે. મેરિલિન જણાવે છે કે, લોકો અમને ધારી ધારીને જુએ છે પરંતુ અમને અમારા સંબંધ પર ગર્વ છે.

હવે પોતાની પ્રેમ કહાની પર ફિલ્મ બનાવવાની તૈયારી
આ કપલ તેમના જેવી બિનપરંપરાગત લવ સ્ટોરી પર ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. તેના માટે તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. મેરિલિન જણાવે છે કે, મને લાગે છે કે લોકોની ધારણા બદલવાની જરૂર છે. હું કલ્પના પણ નથી કરી શકતી કે કોઈ અન્ય વ્યક્તિ મને વિલિયમ કરતા વધારે પ્રેમ કરી શકે. મને તેના પર વિશ્વાસ છે.