• Gujarati News
  • Lifestyle
  • The Half burnt Wood Of The Pyre Is Used In Hotels And Homes, The Cremation Ashes Are Used For Incense Sticks

અર્થીનાં લાકડાંથી બને છે આ વસ્તુઓ:ચિતાનાં અડધાં બળેલા લાકડાંનો હોટલ અને ઘરમાં થાય છે ઉપયોગ, સ્મશાનની રાખથી બને છે અગરબત્તી

2 મહિનો પહેલા

મૃત્યુ આપણા જીવનનું શાશ્વત સત્ય છે, પણ શું એ સુંદર પણ હોઈ શકે? જો તમે બનારસના મણિકર્ણિકા ઘાટ પર ક્યારેય જાઓ તો તમને આ જવાબ એકદમ સરળતાથી મળી જશે, જ્યાં મૃત્યુને જીવનનો અંતિમ પડાવ માનીને તેને પણ ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે.

તો આજે વાત કરીએ, આ મણિકર્ણિકા ઘાટ પર આવતા મૃતદેહો અને અગ્નિસંસ્કાર બાદ બાકી રહેલી અર્થીનાં વાંસ, અડધા બળેલાં લાકડાં, ભીનાં-સૂકાં ફૂલ, કપડાં, આભૂષણ અને રાખને રિસાઇકલ કરવાની પ્રક્રિયા વિશે, જેની ભાસ્કર ટીમે મણિકર્ણિકા ઘાટ પર 24 કલાક વિતાવતી વખતે તપાસ કરી હતી. મણિકર્ણિકા ઘાટ પર પહોંચતાં જ બધું પવિત્ર કેમ માનવામાં આવે છે, એ જાણવાનો અને સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો? ચાલો, અમે તમને આ યાત્રાનો પરિચય કરાવીએ.

કાશીના સનાતન તીર્થ કહેવાતા મણિકર્ણિકા ઘાટ પર એક પથ્થર છે, જેના પર સ્કંદપુરાણનો એક શ્લોક લખ્યો છે, જે આ ઘાટ વિશે જણાવે છે.

मरणं मंगलं यत्र सफलं यत्र जीवनम, स्वर्गस्त्रिणायते यत्र सैषा श्रीमणिकर्णिका।
सचैल मादौ सस्नाय चक्र पुष्करिणीजले, संतर्प्य देवांस पितृन्ब्राह्मणांश्र्व तथार्थिन।

એટલે કે જે સ્થળ પર મૃત્યુ મંગળકારી હોય, જીવિત રહેવું સફળ હોય, સ્વર્ગ સુખ તણખલા સમાન હોય એ સ્થાન એટલે મણિકર્ણિકા. તમારે પહેલા અહીં સ્નાન કરવું જોઈએ. ત્યાર બાદ દેવો અને પૂર્વજો, ગુરુ અને આચાર્યોને સંતુષ્ટ કરાવવા જોઈએ. એવું કહેવાય છે કે ભગવાન શિવની કુંડલ ઘાટ પાસેના કુંડમાં પડી હતી, ત્યારથી એનું નામ ‘મણિકર્ણિકા’ રાખવામાં આવ્યું હતું. આમ જોવા જઈએ તો એક કથા એવી પણ છે કે ભગવાન શિવે આ સ્થળે માતા સતીના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા, એટલે જ મણિકર્ણિકાને ’મહાસ્મશાન’ પણ કહેવામાં આવે છે.

બપોરના 1 વાગ્યે :
અમારી યાત્રા અસ્સી ઘાટથી શરૂ થઈ હતી, જે બપોરે 1 વાગ્યે મણિકર્ણિકા ઘાટ પહોંચી હતી. મણિકર્ણિકા ઘાટ પર ચિતાની આગ ક્યારેય ઓલવવામાં આવતી નથી, દિવસ હોય કે રાત, અહીં 24 કલાક સુધી ચિતાઓ સળગતી રહે છે અને આકાશ તરફ ઊડતો ધુમાડો જાણે આત્મા ભગવાનને મળતો હોય એવી અનુભૂતિ કરાવે છે. અહીં મૃત્યુ શોક નથી પણ ઉજવણી છે. અહીં રહેતા લોકોના જણાવ્યા મુજબ મણિકર્ણિકા પર દરરોજ સરેરાશ 100 અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવે છે. કેટલાકે તો આ મૃતદેહોની સંખ્યા 250 પણ જણાવી હતી.

બપોરના 3 વાગ્યે :
હરિશ્ચંદ્ર ઘાટ પર બેઠાં-બેઠાં મણિકર્ણિકા ઘાટ જોઈ શકીએ છીએ. જ્યાં ભીડ ઓછી હોય છે અને એક ગોળ પ્લેટફોર્મ પર ચિતા સળગતી જોવા મળે છે. એક જ હરોળમાં બે ઠરેલી ચિતાઓ પણ જોવા મળે છે. ચિતા પાસે પડેલી ફૂલોની માળા બકરીઓ ખાઈ રહી છે, જે આપણે જોઈ શકીએ છીએ. આ સાથે જ લોખંડની બેન્ચ પર અંતિમસંસ્કાર બાદ પરિવાર પણ બેઠેલો જોવા મળી રહ્યો છે. જમણી બાજુ એક મંદિર છે, જેમાં રાજા હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિતની મૂર્તિઓ છે.

મણિકર્ણિકા ઘાટ પર હાજર એક સાધુનું કહેવું છે કે, ‘રાજા હરિશ્ચંદ્રનો રાજપાઠ જ્યારે જતો રહ્યો ત્યારે તેમણે કાલુ ડોમમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જેમણે કહ્યું હતું કે, ‘મણિકર્ણિકા ઘાટ પર આવનાર દરેક મૃતદેહનાં અંતિમ સંસ્કાર ત્યારે જ કરવામાં આવશે જ્યારે ‘ટેક્સ’ ભરવામાં આવશે.’ જ્યારે તેમના પુત્ર રોહિતનું અવસાન થયું ત્યારે તેમની પત્ની તારામતી મૃતદેહને તે જ સ્મશાનગૃહમાં લઈ ગઈ હતી, જ્યાં રાજા હરિશ્ચંદ્ર કામ કરતા હતા. તેમણે પુત્રનાં અંતિમસંસ્કાર કરવા માટે પત્ની પાસે ટેક્સ માગ્યો હતો અને ત્યારથી જ મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોના અંતિમસંસ્કાર દાન વગર પૂરા થતા નથી.

હવે જોઇએ મણિકર્ણિકા ઘાટની આસપાસનો માહોલ, જ્યાં સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.‘ નમામિ ગંગે’નાં સફાઇ કામદારો ઘાટ પર ફેલાયેલ કચરો એકઠો કરી રહ્યા છે.

સાંજનાં 5 વાગ્યે :
સાંજનો સમય ઢળી રહ્યો છે. સૂર્યની કિરણો ગંગાની જળધારા પર પડીને વિખેરાઈ રહી છે. અહીં મેળાની માફક માહોલ છે. ક્યાંય પણ માત્તમ કે સન્નાટાનો માહોલ નથી. જે ફ્યુરલ ટુરિઝમની વાત સાંભળવામાં આવી છે, તેનાં સાક્ષાત દર્શન અહીં થાય છે. આ ઘાટની સીડીઓ બીજા ઘાટ કરતાં એકદમ અલગ છે. ગંગાની સામે આવેલા ઘાટનો ભાગ બંને તરફના વિશાળ ચોરસ પ્લેટફોર્મ જેવો છે.

ઘાટની વચ્ચેની સીડીઓ પહોળી અને સપાટ છે. એક તરફ ત્રણ ચિતા સળગી રહી છે, તેમનામાંથી આગ ભભૂકી રહી છે. સ્મશાનમાં બનેલા મકાનનાં પહેલા માળ સુધી આગની જ્વાળાઓ જઈ રહી છે. હવામાં સળગતા શબની મહેક આવી રહી છે. બુઝાયેલી ચિતાની રાખને પાઈપનાં પાણીથી ધોઈને ગંગામાં વહેડાવવામાં આવી રહી છે. ચિતાની આ રાખ ધોવાની આ પ્રક્રિયા આખો દિવસ ચાલતી રહે છે. શબ આવતાંની સાથે જ ફૂલ, કપડા, વાંસ તમામનો અલગ -અલગ ઢગલો બની જાય છે. ત્યારબાદ સવારે 9 વાગ્યા સુધીમાં આખો ઘાટ સાફ કરવામાં આવે છે.

આ ઘાટ પર લગભગ 40 લોકોનું એક જૂથ છે કે, જે નિર્ધારિત દિવસે ઘાટ પર હાજર કચરો ઉપાડે છે અને રિસાયક્લિંગની આખી સિસ્ટમનું ધ્યાન રાખે છે. આવા લગભગ 10 ગ્રુપ્સ છે, જેમને મણિકર્ણિકા ઘાટ પર બાકી વસ્તુઓને મહિનામાં સતત 3 દિવસ સુધી રિસાઈકલ કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. હવે સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અહીં મૃતદેહોનાં અંતિમ સંસ્કાર બાદ જે વસ્તુઓ બચી હતી, તે અહીં ઘાટની બાજુમાં ઢગલો થઈ જાય છે. આ કામમાં ‘નમામિ ગંગે’નાં કર્મચારીઓ ભારે ઉત્સાહથી જોડાયેલા જોવા મળી રહ્યા છે.

અર્થીનાં લાકડામાંથી બનાવવામાં આવે છે બાસ્કેટ, સૂપ અને પંખા
‘નમામિ ગંગે’ પ્રોજેક્ટમાં સફાઈ કામદાર 30-32 વર્ષીય કિસ્ના ચૌધરીએ અમને જણાવ્યું હતું કે, ‘અહીંનાં ઘાટ પર કશું જ વ્યર્થ નથી જતું. અહીં રોજનાં લગભગ 80થી 100 મૃતદેહો આવે છે. અહીં જેટલા શબ આવે છે તેટલું જ આપણું કામ વધે છે. કિસ્ના સમજાવે છે કે, અર્થીઓનો વાંસ પણ કામમાં આવે છે. તેમાંથી સૂપ, બાસ્કેટ, હાથનાં પંખા બનાવવામાં આવે છે. શબ આવ્યા પછી આ અર્થીઓને બાજુમાં રાખવામાં આવે છે. પાછળથી અર્થીઓનાં વાંસને કાઢીને વેચવામાં આવે છે. કિસ્નાને આ ઘાટ પર 7 હજાર મહિનાના પગાર પર કોન્ટ્રાક્ટ પર મૂકવામાં આવ્યો છે.

કુલ્ફીની સ્ટીક પણ આ અર્થીનીં વાંસમાંથી તૈયાર કરવામાં આવે છે
અમે કિસ્ના સાથે વાત કરી રહ્યા હતા ત્યારે બે મહિલા સફાઈ કામદારો પણ આવી પહોંચ્યા હતા. તેમાંથી એક છે રૂદમ, જેની ઉંમર 30 વર્ષ હશે. રૂદમ કહે છે કે, ‘ગંગા મૈયામાં વહેતી ન હોય તેવી તમામ વસ્તુઓ અમારા સુધી પહોંચે છે કોઇને કોઇ સ્વરૂપે. તે કહે છે કે, અહીં તો કુલ્ફીની સ્ટીક પણ અર્થીમાં વપરાતા વાંસમાંથી બનાવવામાં આવે છે. તમે ને અમે સહેજ પણ ઓળખી શકશું નહિ પણ એ જ વાસ્તવિકતા છે. અહીં 88 ઘાટ તેમજ હજારો દુકાનો આવેલી છે. આ સામાન આ દુકાનોમાં જ મળશે.’

કરણ રસ્તોગી અને અંકિત અગ્રવાલે વર્ષ 2015માં કાનપુરમાં ગંગામાં ફેંકી દેવામાં આવેલા જૈવિક કચરામાંથી ખાતર અને અગરબતી બનાવવાનું શરૂ કર્યું હતું. તેમની કંપની દ્વારા બનાવવામાં આવેલી અગરબતી જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ મોકલવામાં આવે છે. મ્યુઝિક કમ્પોઝર શાંતનુ મોઇત્રા સાથે કરણ રસ્તોગી.

કરણ રસ્તોગી અને અંકિત અગ્રવાલે 2015માં કાનપુરમાં ગંગામાં ફેંકી દેવામાં આવેલા જૈવિક કચરામાંથી ખાતર અને અગરબતી બનાવવાનું શરૂ કર્યું હતું. તેમની કંપની દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તી જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ મોકલવામાં આવે છે. મ્યુઝિક કમ્પોઝર શાંતનુ મોઇત્રા સાથે કરણ રસ્તોગી
કરણ રસ્તોગી અને અંકિત અગ્રવાલે 2015માં કાનપુરમાં ગંગામાં ફેંકી દેવામાં આવેલા જૈવિક કચરામાંથી ખાતર અને અગરબતી બનાવવાનું શરૂ કર્યું હતું. તેમની કંપની દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તી જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ મોકલવામાં આવે છે. મ્યુઝિક કમ્પોઝર શાંતનુ મોઇત્રા સાથે કરણ રસ્તોગી

અગરબતી પણ બનાવવામાં આવે
બનારસના મણિકર્ણિકા ઘાટ પર સફાઇ કરતી 24 વર્ષિય કૃતિકા કહે છે કે, ચિતા પર રાખવામાં આવતા લાકડા પૈકી થોડા લાકડાની રાખ થઇ જાય છે તો થોડા લાકડા અડધા બળી જાય છે. આ અડધા બળેલાં લાકડાનો પણ મોટાપાયે ધંધો કરવામાં આવે છે. આ લાકડામાંથી અગરબતી બનાવવામાં આવે છે.

આ ધંધ કરતા લોકો બીજા શહેરમાં પણ સપ્લાઇ કરે છે. મીરા ઘાટ પર રહેતા ડોમ પરિવારના અનિલ ચૌધરી જણાવે છે કે, આ દિવસોમાં મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટ પર શબના અંતિમ સંસ્કાર કર્યા બાદ લગભગ 15થી 20 હજાર કિલો લાકડા હોય છે.

આ લાકડા 300થી 400 રૂપિયા મણના ભાવે વેચાય છે. અનિલ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો નાની હોટલ અને ધાબા ચલાવે છે તેઓ પણ આ લાકડા લઇ જાય છે. જ્યારે અડધા બળેલાં લાકડાનો પાઉડર બનાવવામાં આવે છે. આ બાદ તેમાં પરફ્યૂમ ઉમેરીને અગરબત્તી બનાવવામાં આવે છે. જો કે, આ અગરબત્તીઓનો ઉપયોગ માત્ર સ્મશાનગૃહોમાં જ થતી વિધીઓમાં કરવામાં આવે છે

'હેલ્પ અસ ગ્રીન ઓર્ગેનાઇઝેશન' મંદિરોમાંથી નીકળતા ફૂલોને રિસાયકલ કરે છે. આ સંસ્થાના સ્થાપક કરણ રસ્તોગી જણાવે છે કે, આ સંસ્થા દ્રારા અત્યાર સુધીમાં કાનપુરના 29 મંદિરોમાંથી 435 મેટ્રિક ટન ફૂલોને રિસાયકલ કરીને અગરબત્તી બનાવવામાં આવી છે. તો સ્મશાનગૃહોમાં આવતા ફૂલો અને લાકડાનો ઉપયોગ કરીને અગરબત્તી અથવા અન્ય વસ્તુઓ બનાવી શકાય છે. પરંતુ આ માટે સ્મશાન ગૃહમાં જ મેકિંગ પ્રોસેસ હોવી જોઇએ. ધર્મને લગતી બાબત હોવાથી આ અગરબત્તી સ્મશાનમાં જ વેચવી જોઈએ.

અર્થી પરની વાંસની છત્રીઓમાંથી નાના-નાન ડસ્ટબિન બનાવવામાં આવે છે
ઘાટ પર જોવા મળતા અર્થીના વાંસમાંથી મોટી છત્રીઓ બનાવવામાં આવે છે, જે ચબૂતરા અથવા ઘાટ પર બાંધવામાં આવેલી દુકાનો પર લગાવવામાં આવે છે. આ છત્રીઓ પરનું કપડું પણ અર્થી પરથી દૂર કરવામાં આવે છે. ઘાટ પર રહેલા રામાવતારનું જણાવે છે કે, રિસાયકલ કરેલા કાગળ અને માટીના કપડાથી બનેલી સુશોભનની વસ્તુઓ ઘાટ પર વેચાતી જોઇ શકાય છેઘણા ઘાટ પર વાંસની કચરાપેટી પણ બનાવવામાં આવે છે,

મૃતદેહ પર રાખવામાં આવેલ કપડાં પણ દુકાનમાં વેચાઇ છે
આપણે ઉપર જે ઊંચા ચબૂતરાની વાત કરી છે તેની જમણી બાજુએ કપડાંના સેંકડો પોટલાં છે. જે પૈકી સૌથી વધારે પીળા અને કેસરી રંગના હોય છે. આમાંથી રામનામીના વસ્ત્રોનો ઉપયોગ પણ કેટલાક સાધુઓ દ્વારા ફરીથી કરવામાં આવે છે.

'વારાણસી એન્ડ લાઇફ એન્ડ ક્રાઇમ ગ્રાઉન્ડ્સ' પુસ્તકમાં ડો.કે.કે.શર્માએ જણાવ્યું હતું કે, ઘાટ પર મૃતદેહોને સળગાવી દેવાયા બાદ ડોમ પરિવારના બાળકો અને લોકો બાકીના કપડાં અને ઝવેરાત દુકાનોમાં વેચે છે. ઘણી વખત અગ્નિદાહની વિધિમાં વપરાતી ઘી, અગરબત્તી, અગરબત્તી અને અન્ય વસ્તુઓ પણ બાકી રહી જાય છે, જે પાછી દુકાનોમાં વેચી દેવામાં આવે છે અને દુકાનદારો પણ ખરીદી કરે છે. જોકે, અનિલ ચૌધરીનું કહેવું છે કે, શરીર પર જે કપડાં આવે છે તે રામનામી કે નાના કપડા છે. તેમને ગરીબ લોકો અથવા ભિખારીઓ પણ લઈ જાય છે.

ફુલથી બનાવવામાં આવે છે ખાતર
બનારસના 88 ઘાટમાંથી 2 ઘાટ હરિશ્ચંદ્ર ઘાટ અને મણિકર્ણિકા ઘાટમાં દરરોજ 1થી 1.5 ટન ફુલની માળાઓ નિકળે છે. આ ફુલોમાંથી ખાતર બનાવવામાં આવે છે, આ 2 ઘાટ સહિત 88 ઘાટોમાંથી નિકળતા ફુલોને એકત્રિત કરવા માટે કળશ પણ રાખવામાં આવ્યા છે.

વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્રારા છ અર્પણ કળશ અને છ અર્પણ સ્થળ બનાવવામાં આવ્યા છે. જેમાં અર્થીઓના ફૂલો, નદી અને ઘાટ પરથી ફૂલો નાખવામાં આવે છે. આ બાદ ઓટો ટિપર્સ દ્વારા ભેગા કરીને પહેલા શિવાલા ટ્રાન્સફર સ્ટેશન લઈ જવામાં આવે છે અને ત્યાંથી તેઓ કરસાડા કમ્પોસ્ટ પ્લાન્ટમાં જાય છે. ત્યાં ફૂલોમાંથી ખાતર બનાવવામાં આવે છે.

ઉમેશ બોટોનું સમારકામ પણ કરે છે. આ માટે તેઓ ઘાટના લાકડા અને વાંસનો પણ ઉપયોગ કરે છે.

બોટો બનાવવામાં માટે પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવે

હાલમાં વારાણસીના પશ્ચિમ કાંઠે ગંગામાં 1300થી વધુ બોટો ચાલે છે. પહેલાં આ બોટ ડીઝલથી ચાલતી હતી. પરંતુ જિલ્લા વહીવટી તંત્રની પહેલ બાદ તેમને સીએનજીમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા છે. હાલ 250 જેટલી બોટ સીએનજીથી ચાલી રહી છે,

લલિતા ઘાટ પર બોટના સમારકામ સાથે જોડાયેલા ઉમેશ સાહનીનું કહેવું છે કે, નાની બોટ બનાવવા માટે લગભગ 1 લાખનો ખર્ચ થાય છે, પરંતુ મોટી બોટ બનાવવા માટે 10 લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાંના ઘણા કેટલીકવાર લાકડાનો ઉપયોગ કરે છે જે અડધા બળેલાં હોય છે. અર્થીના વાંસનો ઉપયોગ બોટના હલ બનાવવા માટે થાય છે.

રાખમાંથી પણ પૈસા મળે છે
અમિતા સિન્હાએ પોતાના રિસર્ચ પેપર 'મણિકર્ણિકા ઘાટ, વારાણસીઃ અ લેન્ડસ્કેપ ઓફ ડેથ'માં કહ્યું છે કે એક શબના અંતિમ સંસ્કારથી લગભગ 2.7 કિલો રાખ નીકળે છે.
મણિકર્ણિકા ઘાટની આસપાલ ઘણી બોટો હોય છે, જેની ઉપર લોકો હોય છે. તો બીજી તરફ પાણીમાં પણ 2-3 લોકો હતા, જે પાણીમાંથી કોઇ પણ વસ્તું શોધી રહ્યા છે. જેથી રાખમાં કોઇ દાગીના હોય તો મળી જાય છે. કોઈને ક્યારેક ઘડિયાળ તો સોનાની ચેન પણ મળી જાય છે.

અહીંની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિશાલ ચૌધરી, ગોલુ, કાર્તિક પણ ઘાટ પર પાણીમાં કંઇક શોધી રહ્યા છે. વિશાલ જણાવે છે કે અમને લોકોને ઘણીવાર અહીથી સિક્કા મળે છે. જેથી 100-150 રૂપિયાની કમાણી થાય છે. બાળકો ઘાટ પર આ રીતે સિક્કા અથવા દાગીના શોધે છે.

ચિતાની ભસ્મથી હોળી રમવામાં આવે છે
સ્મશાન પાસે જ વિનય પાંડેની નાની દુકાન છે જ્યાં ધૂપ, અગરબત્તી, ઘી જેવી દાહ-સંસ્કારની સામગ્રી વેચવામાં આવે છે. લગભગ 50-55 વર્ષના વિનય પાંડે જણાવે છે કે અમારી દુકાન 3 પેઢીઓથી ચાલી રહી છે. 24 કલાક આ સ્મશાન જાગતું રહે છે. થોડી-થોડીવારે રામ નામ સત્ય હૈ, કાનમાં ગૂંજતું રહે છે. તેઓ વધું જણાવે છે કે સ્મશાનની રાખથી લઇને લાકડા સુધી બધી જ સામગ્રીઓ ફરી ઉપયોગમાં લેવામાં આવે છે.

મણિકર્ણિકા મહાસ્મશાન છે અને અહીંની રાખને લોકો ભભૂત તરીકે લઈ જાય છે. મણિકર્ણિકા ઘાટમાં હોળીની ઊજવણી પણ જોવા જેવી હોય છે

અડધા બળેલાં લાકડાઓથી અનેક ઘરના ચૂલા સળગે છે, હોટલોમાં પણ જાય છે
મણિકર્ણિકા ઘાટની જમણી બાજું જુઓ કે ડાબી બાજુ, એકની ઉપર એક લાકડાઓ રાખવામાં આવે છે. ચિતાઓ સળગતી રહે છે. પંરતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ચિતાઓના અડધા બળેલાં લાકડાઓથી અનેક ઘરમાં ચૂલા સળગે છે.

ડોમ પરિવાર સાથે જોડાયેલાં અનિલ ચૌધરીએ જણાવ્યું કે દરરોજ 80 થી 100 પરિવારનું ભોજન આ અડધા બળેલાં લાકડાઓથી બને છે.

મીર ઘાટ પાસે રહેતાં રમેશ ચૌધરી (નામ બદલેલું છે) જણાવે છે કે લોકો ચિતા સળગાવવા માટે અનેકવાર અડધા બળેલાં લાકડાઓ લઈ લે છે. જો ઓછાં લાકડાઓમાં જ ચિતા સળગી જાય છે તો બાકી રહેલાં લાકડાઓ અમારા ઘરે પહોંચી જાય છે. અનેકવાર જે લાકડાઓ જે સળગતા નથી એ પણ અમારા ઘરે પહોંચી જાય છે. ઠંડીના દિવસોમાં તે તાપણું કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હોટલોમાં પણ આ લાકડાઓનો ઉપયોગ થાય છે.

ઉમેશ બોટનું રીપેરીંગનું કામ કરે છે
ઉમેશ બોટનું રીપેરીંગનું કામ કરે છે

અઘોરી ચિતામાં ઉપયોગમાં લેવાયેલાં અડધા બળેલાં લાકડા ઉપર માછલી પકવે છે

મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ ઉપર દાહ સંસ્કાર પછી અડધા બળેલાં લાકડાઓને અઘોરીઓને ત્યાં મોકલી દેવામાં આવે છે.

સંત કીનારામ આશ્રમમાં અઘોરી આ લાકડાઓનો ઉપયોગ કરે છે. પંડિત ઇન્દ્રજીત વલી મિશ્રા જણાવે છે કે મણિકર્ણિકા ઘાટના અડધા બળેલાં લાકડાઓ ચેતગંજ સ્થિત પિશાચ કુંડમાં પણ મોકલવામાં આવે છે. આ કુંડની આસપાસ રહેતા અઘોરીઓ આ લાકડા ઉપર માછલી પકવે છે અને ખાય છે, જેને પ્રસાદ કહેવામાં આવે છે.

વારણસીનું દશ્વાશ્મેઘ ઘાટ જ્યાં સૌથી વધારે શ્રદ્ધાળુઓ પહોંચે છે. અહીં દરરોજ ગંગા આરતી થાય છે. ઘાટ ઉપર અનેક મંદિર પણ છે જ્યાં પૂજા-પાઠની સામગ્રી ચઢાવવામાં આવે છે.

વારાણસીનો દશવાશ્મેધ ઘાટ જ્યાં મહત્તમ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. અહીં દરરોજ ગંગા આરતી કરવામાં આવે છે. ઘાટ પર ઘણા મંદિરો પણ છે જ્યાં પૂજાની સામગ્રી ચઢાવવામાં આવે છે
વારાણસીનો દશવાશ્મેધ ઘાટ જ્યાં મહત્તમ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. અહીં દરરોજ ગંગા આરતી કરવામાં આવે છે. ઘાટ પર ઘણા મંદિરો પણ છે જ્યાં પૂજાની સામગ્રી ચઢાવવામાં આવે છે

ઘાટનું ગણિત જ અલગ છે, અહીં કોઈની પાસે લાઇસન્સ નથી
વારણસી નગર નિગમના સહાયક નગર આયુક્ત રાજેશ કુમાર અગ્રવાલ જણાવે છે કે હરિશ્વંદ્ર ઘાટ અને મણિકર્ણિકા ઘાટ ઉપર લાકડાની 24 દુકાન છે જેમાં કોઈની પાસે લાઇસન્સ નથી. જ્યારે-જ્યારે ઘાટ ઉપર ઉપયોગમાં લેવામાં આવતાં લાકડાના કારોબારને સિસ્ટમમાં લાવવાની કોશિશ કરવામાં આવે છે ત્યારે-ત્યારે વિરોધનો ભોગ બનવું પડે છે. તેઓ પ્રદર્શન કરવા લાગે છે. રાજેશ જણાવે છે કે વર્ષો પહેલાં 7-8 લોકોને લાઇસન્સ આપવામાં આવ્યું હતું. પરંતુ તેનો ખોટો ઉપયોગ કર્યો. એકના લાઇસન્સમાં 3-4 દુકાનો ખોલવામાં આવી. કોઈના ભત્રીજાએ તો કોઈના દાદાએ દુકાન શરૂ કરી દીધી. લાઇસન્સનું રિન્યૂઅલ પણ થયું નહીં. હાલ ગેરકાયદેસર રીતે આ દુકાનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

ગયા વર્ષે જ્યારે લાઇસન્સ લેવા માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે ઘાટ ઉપર મૃત દેહોનો દાહ સંસ્કાર કરવાથી રોકવામાં આવ્યાં. ત્યારે ગંગામાં પૂર આવવાથી પાણી ગલીઓમાં પણ આવી ગયું હતું. એવામાં ગલીઓમાં 40-50 શબની લાઈન લાગી હતી. સ્થાનિક અધિકારીઓ પણ તેને હટાવી શકતાં નહીં.

રાજેશ જણાવે છે કે લોકો દ્વારા અનેક ફરિયાદો આવે છે. એક ફરિયાદ લાકડાઓના વજનને લઈને પણ આવી છે. દાહ સંસ્કાર માટે પહોંચેલાં લોકો 10 મણ લાકડા લે છે તો તેમને 8 મણ જ આપવામાં આવે છે. આ ફરિયાદોને લઈને એક્શન લેવા અંગે વિચાર્યું તો વિરોધ જોઈને પીછે હટ કરવી પડી.

બાળકો ઘાટ પર આ રીતે સિક્કા અથવા આભૂષણ શોધે છે, ઘણા કલાકોની શોધ પછી, તેમની પાસે એક યોગ્ય પોકેટમની જમા છે
બાળકો ઘાટ પર આ રીતે સિક્કા અથવા આભૂષણ શોધે છે, ઘણા કલાકોની શોધ પછી, તેમની પાસે એક યોગ્ય પોકેટમની જમા છે

વેશ્યાઓ ઘાટ ઉપર મુક્તિ માટે ખાસ નૃત્ય કરે છે
મણિકર્ણિકા ઘાટમાં ચૈત્ર નવરાત્રિની આઠમના દિવસે વેશ્યાઓનો ખાસ નૃત્યનો કાર્યક્રમ થાય છે. લોકવાયકામાં કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટમાં ભગવાન શિવજીની સામે નૃત્ય કરવાથી વેશ્યાઓને આ અમાનવીય જીવનમાંથી મુક્તિ મળે છે. માન્યતા છે કે આવી મહિલાઓએ તેમના પછીના જન્મમાં વેશ્યા બનવું પડશે નહીં.

મણિકર્ણિકા ઘાટ ઉપર પસાર કરેલાં આ 24 કલાક જીવન અને મૃત્યુના ચક્રનો અહેસાસ કરાવે છે. અહીં મૃત્યુનો અર્થ ખતમ થવુ નહીં, પરંતુ જીવનની એક નવી શરૂઆત છે. મણિકર્ણિકા ઘાટ મહાશ્મસાન જ નહીં, જીવનનું સાધ અને સાધ્ય પણ છે.