ગર્ભાવસ્થામાં દરેક મહિલાઓને કહેવામાં આવે છે કે તેઓ ખુશ રહે, સારી બુક્સ વાંચે, સંગીત સાંભળો કે પછી એવું કામ કરો જે તમને ખુશી આપે. બાળકના જન્મ પહેલાં જ તે માતા પાસેથી ઘણી વસ્તુઓ શીખી લે છે. ભારતીય સંસ્કૃતિમાં તેને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે.
ખેલ સંસ્કારની શરૂઆત
ગર્ભમાં રહેલા બાળકની સ્પોર્ટમાં રુચિ વધારવા માટે IMS BHUમાં આયુર્વેદ ફેકલ્ટીમાં ખેલ સંસ્કાર આપવામાં આવશે. આની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. આ માટે પ્રસૂતિ તંત્ર વિભાગમાં બધી તૈયારી કરવામાં આવી છે. દરેક સ્પોર્ટનો ફોટો ગર્ભવતી માતાને દેખાડવામાં આવશે. તેની શરૂઆત ક્રિકેટ, ફૂટબોલ અને હોકીથી કરવામાં આવશે. એ પછી અન્ય સ્પોર્ટ પણ સામેલ કરવામાં આવશે.
ગર્ભમાં શીખેલી વસ્તુઓ આખી જિંદગી સાથ આપે છે
આયુર્વેદ પ્રમાણે, ગર્ભ સંસ્કાર એક સ્વસ્થ બાળકને જન્મ આપવા માટે ખૂબ જરૂરી છે. તેનાથી બાળક પર માનસિક, શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક રૂપે સારી અસર થાય છે. ગર્ભવતી માતા રહેતી હોય તેમની આજુબાજુ દેવી-દેવતાઓના ફોટો મૂકવા જોઈએ અને ભક્તિ સંગીત વગાડવું. આ દરમિયાન વિજ્ઞાન સાથે જોડાયેલા વિષય વાંચવા જોઈએ.
મહાભારત ટાઈમથી ગર્ભ સંસ્કારનો ઉલ્લેખ
આપણે બાળપણથી સાંભળતા આવીએ છીએ કે અર્જુનના પુત્ર અભિમન્યુએ પોતાની માતાના ગર્ભમાં જ ચક્રવ્યૂહનું જ્ઞાન લઇ લીધું હતું, પરંતુ તે ચક્રવ્યૂહથી બહાર આવવવાની રીત ના શીખી શક્યો કારણકે જે સમયે અર્જુન સુભદ્રાને વ્યૂહમાંથી બહાર નીકળવાની વાત કહી રહ્યો હતો ત્યારે સુભદ્રા ઊંઘી ગઈ હતી. ડૉક્ટર પણ માને છે કે બાળકનો શીખવાનો ક્રમ ગર્ભમાંથી જ શરૂ થઈ જાય છે. ગર્ભમાં જ બાળક સાંભળે છે અને ભાષા પણ શીખી લે છે.
ગર્ભ સંસ્કારનું પારંપરિક મહત્ત્વ
આયુર્વેદિક ડૉક્ટર કમલેશ મિશ્રાએ કહ્યું, ગર્ભ સંસ્કાર દ્વારા બાળકને સારું ભોજન, આધ્યાત્મિક જ્ઞાન અને સંગીત સાથે જોડવામાં આવે છે. જેથી તેમની પર પોઝિટિવ અસર થાય. સરળ શબ્દોમાં કહીએ તો જન્મ્યા ના હોય તેવા બાળકને શિક્ષિત કરવાની પ્રક્રિયાને ગર્ભ સંસ્કાર વિધિ કહેવામાં આવે છે.
હિંદુ માઈથોલોજીમાં ગર્ભમાં શીખવાડવાની પરંપરા
ગર્ભ સંસ્કારનો ઉલ્લેખ હિંદુ માઈથોલોજીમાં પહેલેથી છે. ગર્ભ સંસ્કારનો ઉલ્લેખ અભિમન્યુ અને પ્રહલાદની પૌરાણિક કથામાં કર્યો છે. આ બંને તેમની માતાના ગર્ભમાં જ જ્ઞાન લઈને સંસારમાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.