• Gujarati News
 • Lifestyle
 • The Habit Of Running The Phone Till Late Night Caused The Country's Sleep, India At Number Two Among The Least Sleepers, The Rift In The Relationship

ઊંઘની સમસ્યા:મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરવાની આદતે દેશની ઊંઘ ઉડાવી, સૌથી ઓછી ઊંઘની બાબતમાં ભારત બીજા ક્રમે, સંબંધોમાં તકરાર વધી

રાધા તિવારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોડે સુધી ફોનનો ઉપયોગ કરવો જોખમી હોઈ શકે છે
 • ફોનના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે

અત્યારની ભાગદોડની જિંદગીમાં લોકોનું રૂટિન બદલાઈ ગયું છે, તે ઉપરાંત તેમના ઊંઘવાની અને ઊઠવાની આદત પણ ખરાબ થઈ રહી છે. લોકો પોતાના કામને લઈને એટલા વ્યસ્ત થઈ ગયા છે તેઓ પોતાની ઊંઘ પૂરી નથી કરી શકતા. એટલે સુધી કે લોકોને ઊંઘ પૂરી કરવાનો સમય મળે તો પણ તેઓ જબરદસ્તીથી જાગતા રહે છે. તેને રિવેન્જ બેડટાઈમ પ્રોક્રાસ્ટિનેશન કહેવામાં આવે છે, એટલે કે ઊંઘને બળજબરીપૂર્વક ટાળવી. તેની શરીરના સ્વાસ્થ્યની સાથે સંબંધ પર પણ ખરાબ અસર થઈ રહી છે.

શું છે રિવેન્જ બેડટાઈમ પ્રોક્રાસ્ટિનેશન યુએસ નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, આખો દિવસ કામ કર્યા બાદ થાક લાગે તો પણ લોકો મસ્તી માટે મોડે સુધી જાગતા રહે છે. ભારતીય યુવાનોમાં મોડે સુધી જબરદસ્તી જાગવાનો ટ્રેન્ડ વધ્યો છે. તેઓ કામ વગર પણ અડધી રાત સુધી જાગે છે. તેથી વિશ્વમાં બીજા નંબરે આપણો દેશ સ્લીપ ડિપ્રાઈવ્ડ બની ગયો છે. જો કે, રિવેન્જ બેડટાઈમ પ્રોક્રાસ્ટિનેશન એક ઈન્ટરનેટ શબ્દસમૂહ છે, જેનો પહેલી વખત વર્ષ 2016માં ચીનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના પર રિસર્ચ ચાલુ છે. પરંતુ હવે રિસર્ચ કરનારા એ પરિણામે પહોંચ્યા છે કે આખા દિવસના થાક બાદ ટીવી જોઈને રિલીફ ટાઈમનું નામ આપીને લોકો કલાકો સુધી જાગતા રહે છે, એવું માનીને તેઓ પોતાને રિલેક્સ કરી રહ્યા છે.

નુકસાન
તેનાથી ન માત્ર આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે, પરંતુ ઘણા કિસ્સામાં તે પતિ-પત્નીના રિલેશનશિપ પર પણ અસર કરે છે. મોડે સુધી જાગવાનું કારણ ફોન પર મોડે સુધી કોઈની સાથે વાત કરવી, ચેટિંગ કરવું અથવા OTT પર સિરીઝ જોવી વગેરે સામેલ છે. ઊંઘના અભાવથી ઘણા નુકસાન થાય છે. જાણી જોઈને મોડે સુધી ઊંઘવું ઈન્સોમ્નિયા (અનિદ્રા) જેવી બીમારી નથી, પરંતુ તે સતત અપૂરતી ઊંઘ અને તેનાથી થતી ઘણા પ્રકારની સમસ્યાનું કારણ બની શકે છે.

ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે નુકસાન
ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે નુકસાન

મહિલાઓ ઊંઘની બાબતમાં ઘણી પાછળ
ભારતીય મહિલાઓ પુરુષોની તુલનામાં ઓછી ઊંઘ લે છે. તેઓ ઘર અને ઓફિસના કામોમાં એટલી વ્યસ્ત રહે છે કે તેમને પૂરતી ઊંઘ નથી મળી શકતી. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડાના અનુસાર 11 ટકા પુરુષ અને 13 ટકા મહિલાઓ 6 કલાકથી ઓછી ઊંઘ લે છે. જ્યારે મહિલાઓને પુરુષોની તુલનામાં સરેરાશ 11 મિનિટ વધારે ઊંઘની જરૂર હોય છે. જ્યારે પુરુષોને 8 કલાકની ઊંઘની જરૂર છે તો મહિલાઓએ દરરોજ 8 કલાક 11 મિનિટની ઊંઘ લેવી જોઈએ, નહીં તો તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

પુરુષો કરતાં મહિલાઓને વધારે ઊંઘની જરૂર.
પુરુષો કરતાં મહિલાઓને વધારે ઊંઘની જરૂર.

સંબંધો ખરાબ થઈ રહ્યા છે
એક સરકારી બેંક કર્મચારી દીપમાલા વર્માના જણાવ્યા પ્રમાણે, તેનો પતિ તેને સમય આપવાની જગ્યાએ ઈન્ટરનેટ અને સ્માર્ટફોન પર વ્યસ્ત રહે છે. તેનો પતિ હંમેશાં ઓનલાઈન રહે છે. રાત્રે ઘરે મોડા આવે છે અને પછી વીડિયો કોલિંગ અથવા પછી સોશિયલ સાઈટ પર વ્યસ્ત રહે છે. તેને પોતાના પર્સનલ કામમાંથી સમય મળતો નથી. તેના કારણે અમારો સંબંધ ખરાબ થઈ રહ્યો છે.

ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના કારણે સંબંધોમાં તકરાર વધી.
ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના કારણે સંબંધોમાં તકરાર વધી.

સાયકોલોજિસ્ટ શું કહે છે
સાયકોલોજિસ્ટ ડૉક્ટક બિંદા સિંહના જણાવ્યા પ્રમાણે, જે લોકોને દિવસમાં સમય નથી મળતો, તેઓ સામાન્ય રીતે મોડી રાત સુધી વધારે જાગે છે. તેઓ મોડે સુધી જાગીને સોશિયલ મીડિયા અથવા ટીવી જોવા જેવા કામ કરે છે. તેમને લાગે છે કે આ મારો સમય છે. જો કે આ ટાઈમ તેમની ફિઝિકલ અને સાયકોલોજિકલ હેલ્થ પર ખરાબ અસર પહોંચાડે છે.
તેનાથી કેવી રીતે બચવું?
ભલે ગમે તેટલી ઈચ્છા હોય પરંતુ ટીવી ઓફ કરી દો, ફોનને સાઈડ પર રાખી દો. તે ઉપરાંત તમારા રૂમમાં જેટલી સ્ક્રિન હોય તેને પણ બંધ કરી દો. તેનાથી મગજ શાંત થશે અને તમે ઊંઘ પૂરી કરી શકશો અને તમને પૂરતો આરામ પણ મળશે.

અપૂરતી ઊંઘથી થતા નુકસાન

 • હૃદય સાથે સંબંધિત સમસ્યા
 • વજન વધવું
 • ડાયાબિટીસનું જોખમ
 • હોર્મોન અસંતુલન
 • ઈમ્યુનિટી ઘટવી
 • માનસિક બીમારીઓની આશંકા