• Gujarati News
  • Lifestyle
  • The Habit Of Getting Up At 5 O'clock In India Is Now Adopted By Foreign Women, Campaign For Health

વિન ધ મોર્નિંગ, વિન ધ ડે:ભારતમાં 5 વાગ્યે ઊઠવાની આદત વિદેશી મહિલાઓએ પણ સ્વીકારી, સ્વાસ્થ્ય માટે નવું અભિયાન શરૂ થયું

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે પાંચ વાગે ઊઠો અને સમુદ્રકિનારે ઊગતા સૂર્યની સાથે મનભરીને મસ્તી કરો
  • આ મોર્નિંગ એક્ટિવિટીમાં મહિલાઓ સૌથી વધારે ભાગ લઇ રહી છે

આ વાત ગયા વર્ષની છે જ્યારે કોરોના મહામારી ભારત, બ્રિટન અને અમેરિકા સહિત આખી દુનિયામાં પીક પોઇન્ટ પર હતી. દુનિયામાં ચારેકોર ભયાનક વાતાવરણ હતું. કોઈને કઈ ખબર નહોતી પડતી કે આ જીવલેણ વાઇરસથી કેવી રીતે બચવું? આવા જ માહોલમાં બ્રિટનમાં અમુક લોકોનું ગ્રુપ ડિપ્રેશનથી પીડાતા લોકો માટે આશાનું કિરણ લઈને આવ્યું.

વાત એકદમ સિમ્પલ હતી, સવારે પાંચ વાગે ઊઠો અને સમુદ્રકિનારે ઊગતા સૂર્યની સાથે મનભરીને મસ્તી કરો. અમુક લોકોથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ ધીમે-ધીમે યુરોપ અને અમેરિકામાં પણ આશા લઈને આવી. આ મોર્નિંગ એક્ટિવિટીમાં મહિલાઓ સૌથી વધારે ભાગ લઇ રહી છે. આ ગ્રુપનું નામ છે, વિન ધ મોર્નિંગ, વિન ધ ડે. ભારતમાં સવારે 5 વાગ્યે ઊઠીને ચાલવાની આદતને સારી ગણવામાં આવે છે. આ બાબતે દરેક લોકોના વિચાર અલગ છે.

‘આટલી વહેલી સવારે કોણ ઊઠે? પાગલ છે કે શું?’
ઓગસ્ટ 2020માં બ્રિટિશ રોયલ નેવીમાં ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રકટર રહી ચૂકેલા ક્રિસ રિવ્સના ગ્રુપ આની શરૂઆત કરી છે. દેશમાં પ્રથમ લોકડાઉન હતું ત્યારે શરૂઆતમાં તેમણે એકલા ઊઠીને જ સમુદ્રકિનારે દોડવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના શરૂ કરી દીધા. લોકોના અલગ-અલગ રિસ્પોન્સ મળ્યા. અમુકે કમેન્ટ કરી કે, આટલી વહેલી સવારે કોણ ઊઠે? પાગલ છે કે શું? બહુ ઓછા સમયમ આ અભિયાને લોકોના દિલ જીતી લીધા.

સોશિયલ મીડિયા પર ફોટો જોઈને લોકો વહેલા ઊઠવા લાગ્યા
પ્રથમ દિવસે 60 લોકો સમુદ્રકિનારે પહોંચ્યા. તેમાં મોટાભાગની મહિલાઓ હતી, તેઓ કોરોના અને લોકડાઉનના નિરાશાજનક માહોલમાં જીવવા માટે આશાનું કિરણ શોધી રહી હતી. ક્રિસ અને મહિલાઓના ફોટા જોઈને ઘણા લોકો સવારે વહેલા ઊઠવા માગ્યા. કેન્ટ,પ્રિસ્ટન, માન્ચેસ્ટર, લોસ એન્જલ્સમાં દરિયા કિનારે મસ્તી કરતા અને ન્હાતા ફોટો શૅર કર્યા. એ પછીથી આ ગ્રુપે પાછા વળીને ના જોયું. આજે આ ગ્રુપ અમેરિકા અને યુરોપમાં એક અભિયાન બની ગયું છે.

બાળપણ પાછું આવી ગયું
અમેરિકામાં ઇન્ટરનેશનલ કોચ અને રાઇટર ફિયોના બકલેન્ડે કહ્યું કે, સવારે ઊઠવાથી તમે એક બાળક જેવો અનુભવ કરો છો. સવારે 5 વાગ્યે ઊઠવાથી તમે ખુશ વ્યક્તિ બનો છો. તે લોકોને એકસાથે જોડે છે. સ્થિતિ એ છે કે, અમારામાંથી 99% લોકો ઝડપથી અને ડીપ સ્લીપ આવે છે. અમે તરીએ છીએ, ઝપડથી ચાલીએ છીએ ત્યારે દુનિયાના બાદશાહ બની જઈએ છીએ.

ક્રાયોથેરપીની બોલબાલા પણ વધી
માર્ક વોલબર્ગની જેમ ઘણી મહિલાઓ વિન ધ મોર્નિંગ, વિન ધ ડે અભિયાન સાથે જોડાયા પછી ક્રાયોથેરપી પણ લઇ રહી છે. હોલિવૂડ મૂવી શટર ફેમ માર્ક વોલબર્ગ સહિત ઘણા એક્ટર અને એક્ટ્રેસ જુવાન રહેવા માટે અને સ્કિન ડાઘ રહિત રાખવા માટે ક્રાયોથેરપીનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ શરીરની માંસપેશીઓમાં ખેંચતાણ અને ટીશ્યુઝ નબળા હોય ત્યારે પણ કરવામાં આવે છે. નસમાં દુખાવો રહેતો હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. ક્રાયોથેરપીથી શરીરની કોશિકાઓમાં અનિયંત્રિત વધારો રોકવામાં પણ મદદ મળે છે. તે કેન્સર અને ટ્યુમરને લીધે વધતી હોય છે. મસા, તલ અને સનબર્ન જેવી સ્કિનની તકલીફોની સારવાર ક્રાયોથેરપીથી કરવામાં આવે છે.