તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Groom Who Was Getting Married Actually Turned Out To Be His Sister, Thus Revealing The Whole Incident

કહાનીમાં ટ્વિસ્ટ:વરરાજાના જેની સાથે લગ્ન થઈ રહ્યા હતા તે વાસ્તવમાં તેની બહેન નીકળી, આ રીતે સંપૂર્ણ ઘટનાનો ઘટસ્ફોટ થયો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીનમાં લગ્ન દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. લગ્ન દરમિયાન છોકરાની માતાની નજર પોતાની થનારી પુત્રવધૂના હાથ પર પડી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી.

બંને ભાઈ-બહેન નીકળ્યાં
હકીકતમાં જેમના લગ્ન થઈ રહ્યા હતા તેઓ ભાઈ-બહેન નીકળ્યાં. થયું એવું કે મહિલા દુલ્હનના હાથ પર બર્થમાર્ક જોઈ ગઈ હતી. તેને જોઈને તે તરત પોતાની પુત્રીને ઓળખી ગઈ.

આ રીતે સંપૂર્ણ ઘટનાનો ઘટસ્ફોટ થયો
હકીકતમાં જ્યારે લગ્નની વિધિ કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક મહિલાની નજર તેની ભાવિ પુત્રવધૂના હાથ પર પડી. હાથ જોઈને માતાના હોંશ ઊડી ગયા અને તે જોરથી રડવા લાગી. માતાએ કન્યાના હાથ પર બર્થમાર્ક હતો, એ જોઈને તેને પોતાની પુત્રીને ઓળખી લીધી. આ ઘટના ચીનના જિઆંગસુ પ્રાંતના સોઝહૂની છે અને આ લગ્ન 31 માર્ચના રોજ યોજાયા હતા.

ચીનના મીડિયામાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર છે
ચીનના મીડિયામાં આ સમાચાર અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. જ્યારે છોકરીની માતાએ કન્યાના હાથ પર બર્થમાર્ક જોયો ત્યારે ત્યાં હાજર છોકરીનાં વર્તમાન માતા-પિતાને પૂછ્યું તો ખબર પડી કે 20 વર્ષ પહેલાં તેમણે આ છોકરીને દત્તક લીધી હતી. તેમને આ છોકરી રસ્તા પરથી મળી હતી.

લગ્ન રોકવામાં ન આવ્યા
આ ઘટસ્ફોટ પછી છોકરી પોતાની માતાને મળીને રડવા લાગી અને પોતાનાં જૈવિક માતા-પિતા વિશે પૂછવા લાગી હતી. દુલ્હને કહ્યું, આ દિવસ તેના લગ્ન કરતાં પણ વધારે ખાસ બની ગયો છે, જોકે કહાનીમાં જોરદાર ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે લગ્ન રોકવામાં ન આવ્યા. આવું એટલા માટે, કેમ કે વરરાજાને પણ દત્તક લેવામાં આવ્યો હતો અને દુલ્હનની અસલી માતાને આ લગ્નથી કોઈ વાંધો નહોતો.

નસીબ પણ અજીબ રમત રમે છે
કહેવાય છે કે નસીબ પણ અજીબ રમત રમે છે, સ્થાનિક મીડિયાના અનુસાર, 20 વર્ષ પહેલાં જ્યારે આ મહિલાની દીકરી ખોવાઈ ગઈ હતી ત્યારે તેની ઘણી શોધખોળ કરવામાં આવી, તોપણ તે ન મળી, એટલે બાળકને દત્તક લેવામાં આવ્યો હતો. હવે આ છોકરાના લગ્ન તેની જ છોકરી સાથે થઈ ગયા છે. આ લગ્નમાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા અને મહેમાનોએ માતા-દીકરીને શુભેચ્છા આપી.