પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, આ કહેવત અમેરિકામાં એક કપલ (Georgia Couple)પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે. આ કપલની ઉંમર વચ્ચે 37 વર્ષનું અંતર છે. મહિલાને 17 પૌત્ર પૌત્રીઓ છે. તેના માટે તેને લોકોના ટોણા પણ સાંભળવા પડ્યા છે, તેમ છતાં બંને સાથે છે. જાણો તેમની અનોખી લવ સ્ટોરી વિશે.
બંનેની વચ્ચે 37 વર્ષનું અંતર
હકીકતમાં 24 વર્ષીય કુરેન મેકેન અને 61 વર્ષની ચેરિલ મેકગ્રેગોર સાથે રહે છે. બંનેની વચ્ચે 37 વર્ષનું અંતર છે, પરંતુ તેઓ એકબીજાના પ્રેમમાં ગળા ડૂબ છે. કુરેન જ્યારે 15 વર્ષનો હતો ત્યારે ચેરિલ સાથે તેની મુલાકાત થઈ હતી. ડેલી મેઈલના અનુસાર, મહિલા ચેરિલ મેકગ્રેગોરની ઉંમર 61 વર્ષની છે. તેને 17 પૌત્ર –પૌત્રી છે. ચેરિલ અને કુરેનની વચ્ચે 37 વર્ષનો તફવાત છે. બંને જણાવે છે કે, તેમનું જીવન શાનદાર રીતે પસાર થઈ રહ્યું છે અને તેમની વચ્ચે સારી કેમિસ્ટ્રી છે. બંનેએ સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં લગ્ન પણ કરશે.
ચેરિલ 17 પૌત્રોની દાદી છે. તેમ છતાં ચેરિલ કુરેનને બહુ પ્રેમ કરે છે. તેમના પ્રેમ અંગે સોશિયલ મીડિયામાં ઘણા લોકો નેગેટિવ કમેન્ટ્સ પણ કરે છે, પરંતુ બન્નેને કોઈ ફેર પડતો નથી. ડેલીમેલ અનુસાર, સૌ પ્રથમ ચેરિલે કુરેન સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો અને કુરેને તેનો સ્વીકાર કર્યો હતો. બન્ને એકબીજાને બહુ પ્રેમ કરે છે. સોશિયલ મીડિયામાં તેમની કેટલીક રોમેન્ટિક તસવીરો પણ જોવા મળે છે.
ચેરિલ અને કુરેને સાથે મળીને એક એડલ્ટ સાઇટ પણ બનાવી છે. આ સાઇટ દ્વારા બન્ને પૈસા કમાય છે. તેમના સંબંધો અંગે ચેરિલ જણાવે છે કે, બન્નેને એકબીજા પ્રત્યે બહુ પ્રેમ છે. બન્ને પોતાના જીવનમાં બહુ ખુશ છે, હવે ટૂંક સમયમાં તેઓ લગ્ન પણ કરવાના છે.
સોશિયલ મીડિયા પર તેમના 826,000થી વધારે ફોલોઅર્સ છે અને લગભગ 1.3 કરોડ લાઈક્સ છે. કુરેન જણાવે છે કે, અમારી વચ્ચે ઉંમરનો તફાવત જરૂર છે, પરંતુ ચેરિલમાં યુવાનીનો જોશ છે. તે તેણે અહેસાસ નથી થવા દેતો તે એણા કરતા આટલી મોટી છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમના સંબંધને લઈને નેગેટિવ ટિપ્પણી કરે છે. ઘણા યુઝર્સ ચેરિલને દાદી કહીને કમેન્ટ કરે છે તો કેટલાક તેમના સંબંધને અવૈધ ગણાવે છે. પરંતુ આ કપલ પરવાહ કર્યા વગર પોઝિટિવ કમેન્ટ પર જ ધ્યાન આપે છે અને પોતાના જીવનમાં મસ્ત રહે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.