પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલની એક પોપ સ્ટારે પોતાની સાથે થયેલી ક્રૂરતા પછી રેપ પર ગાવાનું શરૂ કરી દીધું. તેણે આ સમગ્ર ઘટનાને રેપનું સ્વરૂપ આપ્યું અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. જેના પછી આ અભિયાનને મોટી સંખ્યામાં મહિલાઓનું સમર્થન મળવા લાગ્યું. તેને દેશમાં એક આંદોલનનું સ્વરૂપ લઈ લીધું. અંતે સેનેગલની સરકારને રેપની વિરુદ્ધ કડક કાયદો બનાવવો પડ્યો. અગાઉ આ દેશમાં રેપને મોટો ગુનો માનવામાં આવતો ન હતો અને આરોપી સરળતાથી નિર્દોષ છૂટી પણ જતા હતા.
પોતાનું દુઃખ ગીતમાં વ્યક્ત કર્યું
સેનેગલની લોકપ્રિય પોપ સ્ટાર લેડી મોનાસાની સાથે 2011માં બે લોકોએ બળાત્કાર કર્યો, પરંતુ એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી અને તે પણ જલ્દી જેલમાંથી બહાર આવી ગયો.
આ ઘટનાએ મોનાસાને અંદરથી હચમચાવી દીધી. તેણે આ સિસ્ટમ બદલવાનું નક્કી કર્યું અને રેપના દર્દનાક અનુભવને ગીતનું સ્વરૂપ આપ્યું. થોડા જ સમયમાં આ ગીત આખા દેશમાં રેપ કલ્ચરની વિરુદ્ધ એક અવાજ બની ગયું.
‘મારી સૌથી ગમતી વસ્તુ લઈ લીધી’
સેનેગલની સ્થાનિક વોલોફ ભાષામાં લખાયેલા આ ગીતનો અર્થ છે ‘તમે મારી સૌથી સારી વસ્તુ મારી પાસેથી લઈ લીધી, પ્લીઝ મહિલાઓની સ્થિતિ પર વિચાર કરો.’
બીબીસીના એક રિપોર્ટ મુજબ, લેડી મોનાસાએ જણાવ્યું કે, મેં આ શરમની સાથે ઘણો સમય પસાર કર્યો છે. મારા માટે આ ગીતને ગાવુ સરળ નહોતું, કારણ કે મેં આ ભયાનક અનુભવ અનુભવ્યો છે.'
સ્ટારની મુહિમ રંગ લાવી, સરકારે કડક કાયદો બનાવ્યો
લેડી મોનાસાની આ મુહિમે સેનેગલની સરકારને બળાત્કાર વિરુદ્ધ કડક કાયદો લાવવાની ફરજ પાડી હતી. 2020માં ત્યાં રેપને ‘સંગીન અપરાધ’જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ રેપને માત્ર ‘દુર્વ્યવહાર’ માનવામાં આવતો હતો. જેમાં ગુનેગારોને સામાન્ય સજા આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.