• Gujarati News
  • Lifestyle
  • The Girl Who Came To Kashmir Won The Hearts Of The People By Speaking English Fluently, The Video Went Viral On Social Media.

વાઈરલ:કાશ્મીરમાં ફરવા આવેલી બાળકીએ કડકડાટ અંગ્રેજી બોલીને લોકોનું દિલ જીતી લીધું, સો.મીડિયા પર વીડિયો વાઈરલ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોતાના પરિવાર સાથે કાશ્મીર ફરવા આવેલી એક બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થઈ રહ્યો છે. બાળકીનું કડકડાટ અંગ્રેજી અને માસૂમિયત જોઈને લોકો ફિદા થઈ ગયા. બાળકીએ પોતાની કાશ્મીર મુસાફરી વિશે જણાવ્યું. પછી પૂછવામાં આવ્યું કે શું તે કાશ્મીરમાં બરફ જોયો? હું બરફને સ્પર્શ કરવા માગતી હતી, પરંતુ અહીં બરફ જ નથી. જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારી ઈમ્તિયાઝ હુસૈને બાળકીનો વીડિયો ટ્વિટ કર્યો, જેને અત્યાર સુધી લગભગ 5.53 લાખથી વધુ લોકોએ જોયો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહેલી બાળકીનું નામ પૌશિકા છે. બાળકીનો ANN ન્યૂઝ સાથે વાતચીત કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. બાળકી વીડિયોમાં કહેતી જોવા મળે છે કે તે પોતાના પરિવારની સાથે કાશ્મીર ફરવા આવી હતી. ફ્લાઈટથી કાશ્મીર પહોંચી. બોટ હોટેલમાં રોકાઈ હતી. ટ્યૂલિપ ગાર્ડન જોયું. કાશ્મીરમાં હરિયાળી, તળાવ અને બગીચાઓ જોઈને તે ખૂબ જ ખુશ છે. તે કહે છે કે કાશ્મીર ખૂબ જ સુંદર છે. અહીંની ભાષા પણ સુંદર છે.

તે પૂછે છે કે શું તમે કાશ્મીરનો બરફ જોયો? મને બરફ સ્પર્શ કરવો હતો. અહીં બરફ તો છે, પરંતુ દૂર પહાડો પર, જેને સ્પર્શ નથી કરી શકતી. તે ખૂબ જ નિર્દોષતા સાથે તેના માટે પોતાની નારાજગી પણ વ્યક્ત કરે છે. બાળકી આ બધી વાતો આત્મવિશ્વાસની સાથે કડકડાટ અંગ્રેજીમાં જણાવે છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારી ઈમ્તિયાઝ હુસૈને બાળકીનો આ વીડિયો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. કેપ્શનમાં પણ લખ્યું- સ્વીટ બાળકી શિયાળામાં ફરીથી આવજે. ત્યારે બરફ જરૂરથી જોવા મળશે. સોશિયલ મીડિયા યુઝર્સ બાળકીના વખાણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...