• Gujarati News
  • Lifestyle
  • The Girl Was Traveling With Tea Packets From Malaysia To Make A Profit, At The Airport The Police Found The Packets Of Drugs And Jailed For 4 Months.

ઓસ્ટ્રેલિયા:યુવતી નફો કમાવા માટે મલેશિયાથી ચાનાં પેકેટ્સ લઈ ટ્રાવેલ કરતી હતી, એરપોર્ટ પર પોલીસે તેને ડ્રગ્સ સમજી લેતાં 4 મહિનાની જેલ થઈ

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન યેન મેલેની નામની યુવતી સાથે આ ઘટના બની
  • એરપોર્ટ પર ચાને ડ્રગ્સ સમજી લેતાં પોલીસે સેનને જેલ ભેગી કરી ચાનો ટેસ્ટ કરવા લેબમાં આપ્યો
  • સેમ્પલ ટેસ્ટનો રિપોર્ટ વકીલ સાથે ન પહોંચતાં તેણે 4 મહિના જેલમાં રહેવું પડ્યું

તમે વિદેશમાં ફરવા માટે જઈ રહ્યા હો અને તમારી જોડે તમારી ફેવરિટ ચાનાં પેકેટ્સ હોય પરંતુ એરપોર્ટ પર તમને આ ચા માટે 4 મહિનાની જેલ કરવામાં આવે તો? ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર મલેશિયાની યુવતી સાથે આ ઘટના બની છે. સેન યેન મેલેની નામની યુવતી અને તેનાં મમ્મી મલેશિયાથી ચાનાં પેકેટ્સ લાવ્યાં હતાં. આ ચાનાં પેકેટ્સને અધિકારીઓએ ડ્રગ્સ સમજી લેતાં બંનેને 4 મહિનાની જેલ થઈ છે.

સેન યેન તેની માતા સાથે મલેશિયાથી 25 કિલો બ્રાઉન જિંજર ટી લઈને આવી હતી. આ ચા લાવવા માટે તેમનો હેતુ પૈસા કમાવાનો હતો. પોતાના દેશમાંથી લાવેલી ચાને તેઓ £48 (આશરે 4800 રૂપિયા)ના નફામાં વેચવાના હતા.

નફાની આશાએ લાવેલા ચાના પેકેટ્સ એરપોર્ટ પર ABF (ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ)એ સીઝ કરી લીધા. આ ફોર્સે ચાનાં પેકેટ્સને ડ્રગ્સ સમજી તેમનો સામાન સીઝ કરી લીધો સાથે જ કોર્ટે તેમણે 4 મહિનાની સજા ફટકારી દીધી.

સેન યેનની માતાને પોલીસે રાહત આપી છોડી દીધા પરંતુ સેન યેન જેલમાં જ હતી. ABFએ ચાનાં સેમ્પલ તપાસ માટે મોકલ્યાં. આ સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ સેન યેનના વકીલ સુધી પહોંચ્યો જ નહિ અને તેણે જેલમાં રહેવું પડ્યું. ફાઈનલ સેમ્પલ ટેસ્ટ રિપોર્ટ સેન જેલમાં ગયાના 2 મહિના પછી આવ્યો હતો. તેમાં સીઝ થયેલાં પેકેટ ડ્રગ્સ નહિ બલકે ચાનાં હોવાનું પુરવાર થયું હતું.

સિસ્ટમની ભૂલને કારણે સેને 2 મહિના વધુ જેલમાં રહેવું પડ્યું હોવાથી તેના વકીલ સ્ટીવે વળતરની માગ કરી છે. સ્ટીવે કોર્ટમાં સેમ્પલ ટેસ્ટ વિશે પુછાવડાવ્યું હતું તે સમયે તેને સેમ્પલનો ટેસ્ટ કતારમાં હોવાનો જવાબ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...