• Gujarati News
  • Lifestyle
  • The Girl Was Enjoying Ice Cream In The Car When The Police Found Her Mobile And Fined Her Rs 37,000.

ઓસ્ટ્રેલિયા:આ યુવતી કારમાં આઈસ્ક્રીમની મજા માણી રહી હતી, પોલીસે મોબાઈલ સમજી લેતાં 37 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેલબર્નની મિશેલ નામની યુવતી સાથે આ ઘટના બની
  • પોલીસ અધિકારીની ભૂલ હોવાથી મિશેલે કોર્ટમાં કેસ કર્યો
  • મિશેલે પોલીસની ભૂલના નક્કર પૂરાવા રજૂ કરતાં દંડ પાછો લીધો

ઓસ્ટ્રેલિયાની એક યુવતીને આઈસ્ક્રીમની મજા ભારે પડી. તે કાર ડ્રાઈવિંગ દરમિયાન આઈસ્ક્રીમ ખાઈ રહી હતી જોકે ટ્રાફિક પોલીસ અધિકારી એવું સમજી બેઠાં કે તે મોબાઈલમાં મશગુલ છે અને તેને $496 (આશરે 37 હજાર રૂપિયા)નો દંડ ફટકારી દીધો.

આ યુવતીનું નામ મિશેલ કોર્સ છે. પોલીસે તેને આઈસ્ક્રીમ ખાવા માટે આટલો મોટો દંડ ફટકારતા તેણે પોતાની જાતને સાચી સાબિત કરી દંડ પાછો લેવા માટેનો નિર્ણય કર્યો.

જાતે પૂરાવા ભેગા કર્યા
મિશેલનું કહેવું છે કે તેને પોલીસ અધિકારીથી કોઈ વાંધો નથી તેઓ માત્ર પોતાનું કામ કરી રહ્યા હતા, પરંતુ તેને એ વાતથી વાંધો હતો કે જે ગુનો તેણે કર્યો જ નથી તે એનો દંડ શા માટે ભરે! પોલીસ અધિકારી આઈસ્ક્રીમને બદલે મોબાઈલ સમજી બેઠા અને ડ્રાઈવિંગ સાથે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ દંડ કરી દીધો.

ટ્રાફિક પોલીસે નમવું પડ્યું
મિશેલ આ કેસ કોર્ટમાં લઈ ગઈ. તેણે તમામ પૂરાવા એકઠા કરી લીધા. મિશેલના ડેશબોર્ડ કેમેરામાં તેનો મોબાઈલ ફોન દૂર પડેલો દેખાય છે. આટલું જ નહિ મિશેલે તેનો કોલ રેકોર્ડ પણ કઢાવ્યો. મિશેલના નક્કર પૂરાવા જોઈ પોલીસ અધિકારીએ નમતું મુક્યું.

કોર્ટની તારીખ પહેલાં જ પોલીસ અધિકારીએ મિશેલને બોલાવી અને કેસ પરત લીધો. મિશેલના વકીલે સામાન્ય જનતાને સલાહ આપી કે જે લોકો સાચા હોય તેમણે આવા કેસમાં હંમશાં લડત આપવી જોઈએ.