• Gujarati News
  • Lifestyle
  • The Girl Booked A Flight From Croatia To Italy In The Year 2022 And Found Out When She Went To The Airport

ગલતી સે મિસ્ટેક હો ગયા!:ક્રોએશિયાથી ઈટાલી જવા યુવતીએ એક વર્ષ પછીની 2022ની ફ્લાઈટ બુક કરી, એરપોર્ટ ગઈ ત્યારે દિમાગમાં બત્તી થઈ!

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
એરલાઈન કંપની ટિકિટ રિફંડ કરી આપશે - Divya Bhaskar
એરલાઈન કંપની ટિકિટ રિફંડ કરી આપશે
  • એલેક્સિઆ પોર્ટમેન નામની યુવતીએ ઉતાવળમાં તારીખ જોયા વિના જ ટિકિટ બુક કરાવી નાખી
  • સવારે 6 વાગે સામાન લઈને એરપોર્ટ પર ગઈ ત્યારે પોતાની ભૂલ સમજાઈ

તમે બધો સામાન લઈને એરપોર્ટ પહોંચી જાઓ અને પછી ખબર પડે કે ફ્લાઈટ તો એક વર્ષ પછી છે તો?! આવી જ એક ઘટના ઇટાલીની રહેવાસી એલેક્સિઆ પોર્ટમેન સાથે બની છે. આ યુવતી પોતાની બેગ લઈને ક્રોએશિયાના એરપોર્ટ પર પહોંચી અને તેને ખબર પડી કે તેણે ઇટાલી જવા વર્ષ 2022ની ફ્લાઈટ બુક કરી છે. સવારે 6 વાગે એરપોર્ટ પહોંચેલી એલેક્સિઆએ ટિકટોક પર વીડિયો શેર કરીને આ લોકોને શેર કરી.

શરુઆતમાં એલેક્સિઆને આ સપનું લાગ્યું
એરપોર્ટ ટર્મિનલ પર બેગ લઈને બેઠેલી એલેક્સિઆને પોતાના પર જ હસવું આવતું હતું. તેણે વીડિયોમાં કહ્યું, હું સવારે 6 વાગે એરપોર્ટ આવી અને અહીં આવીને ખબર પડી કે મારી ફ્લાઈટ તો આવતા વર્ષની છે. આ સપનાં જેવું લાગે છે પણ સપનું નથી. વીડિયોનાં અંતમાં એલેક્સિઆ પોતે જ પોતાના બ્લન્ડર પર હસી રહી છે.

ક્રોએશિયા અને ઇટાલીનો રૂટ હાલ બંધ છે
એલેક્સિઆનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે ફની કમેન્ટ કરી હતી. એલેક્સિઆએ કહ્યું, મેં ઇઝીજેટમાં ઈટાલી જવા માટે ફ્લાઈટ કેન્સલ કરી હતી. તેમણે બેવાર મારી ફ્લાઈટ કેન્સલ કરી. ફરીથી બુક કરી ત્યારે તે તારીખ લખવાનું ભૂલી ગઈ અને આવતા વર્ષથી ટિકિટ બુક થઈ ગઈ. ઈઝીજેટે ક્રોએશિયાથી ઇટલીની ઘણી બધી ફ્લાઈટ કેન્સલ કરી છે. આ રૂટ ફરીથી સમર 2022માં શરુ થશે.

એલેક્સિઆ વધારે દિવસ સુધી ક્રોએશિયા રહી શકે તેમ નહોતી. તેના પિતાએ એલેક્સિઆ માટે કનેક્ટિંગ ફ્લાઈટ બુક કરાવી. એરલાઈન કંપની પણ એલેક્સિઆનાં કોન્ટેક્ટમાં છે અને તેને ટિકિટ રિફંડ કરી આપશે.

અન્ય સમાચારો પણ છે...